સાત ફૂટ પાણી ભરાતા વિદ્યુત ભઠ્ઠી બંધ: ગેસ ભઠ્ઠીનું કામ પણ અટકયું
શહેરમાં આવેલા આદર્શ સ્મશાનમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિમાં રૂ.૪૦ લાખનું નુકશાન થયું છે.
શહેરમાં શ્રી સમાજ સેવા મહાવીર દળ સંચાલીત અને ગોકળદાસ હીરજી ઠકકર રચિત આદર્શ સ્મશાન (સોનાપુરી)માં તા. ૬-૭ ના રોજ થયેલ અતિવૃષ્ટિને કારણે તા. ૭-૭ ના રોજ પાણી સાત ફુટ સુધી ભરાઇ ગયા હતા. જેના કારણે હાલમાં કાર્યરત વિદ્યુત ભઠ્ઠીમાં પાણી ભરાઇ જતા તે બંધ છે અને પુન: નિર્માણ થઇ રહેલ ગેસ આધારીત ભઠ્ઠીનું નિર્માણ કાર્ય પણ અટકી પડયું છે. સ્મશાનની કંપાઉન્ડ વોલ પણ અનેક જગ્યાએથી તુટી ગઇ છે. અને અન્ય દીવાલો પણ તુટી પડે તેવી થઇ ગઇ છે. તદઉપરાંત અંદાજીત ૬૦ હજાર કિલો લાકડા અને ર૦ થી રપ હજાર જેટલા છાણા પણ પાણીમાં તણાઇ કે ઘોવાઇ ગયા છે. ઇલેકટ્રીક સ્મશાન અને અન્ય સાધન સામગ્રીના નુકશાનનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. હાલના પ્રાથમીક અંદાજે પ્રમાણે ઓછામાં ઓછું રૂપિયા ચાલીસ લાખના નુકશાનનો અંદાજ છે.
હાલ પાણી ઓસરી જતા સંસ્થાના યુવા માનદ મંત્રી દર્શનભાઇ જગદીશચંદ્ર ઠકકરની દેખરેખ હેઠળ રસ્તાઓ પરથી યુઘ્ધના ધોરણે કાદવ, કીચડ સાફ કરાવી અને લાકડા દ્વારા અગ્નિ સંસ્કારની તા. ૮-૭ થી શરુઆત કરી દેવામાં આવી છે. ઇલેકટ્રીક ફર્નેશમાં સાફસુફ થયા બાદ મશીનરીને થયેલ નુકશાનનો અંદાજ લાગ્યા બાદ સમાર કામ કરીને બનતી ત્વરાએ વિઘુત સ્મશાન પણ શરુ કરી થઇ જશે. તેમ સમાજ સેવાક દળએ જણાવ્યું છે.
શહેરની જનતાને લાકડામાં અગ્નિ સંસ્કર કરવાનો રહેતો હોઇ સ્મશાન કાર્યાલય ફોન નં. ૦૨૮૮-૨૫૫૦૨૨૮ અને ૨૫૧૦૨૫૧ ઉપર અગાઉથી સમય મેળવી આવવા અપીલ કરાઇ છે.