જાફરાબાદ તાલુકામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ ૭ થી ૮ ફુટ ઉંચો લેતા અને જે જગ્યાએ મોટા પાઇપ નાખવાના હોય તે જગ્યાએ નાના પાઇપ નાખતા પાણીનો પૂર્ણ નિકાલ ન થતાં હેમાળ, ટીંબી, શેલણા સહીતના ગામોમા ખેડુતોના ખેતરના પાકમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે.
તો તેના તાકીદે સર્વે કરાવી સરકાર અથવા નેશનલ હાઇવે રોડ ઓથોરીટી પાસે ખેડુતોને નુકશાનનું વળતર ચુકવવા બાંધકામ સમીતીના ચેરમેન ટીકુભાઇ વરુએ કલેકટરને પત્ર પાઠવને માંગ કરેલ છે.