વધી ગયેલા વજનને ઉતારવા માટે ઘણા લોકો જીમ જોઇન્ટ કરે છે. તો કેટલાક લોકો ડાયેટિશ્યન પાસે જઇ ડાયેટ ચાર્ટ તૈયાર કરાવી તેને ફોલો કરે છે. વજન ઉતારવાની વિવિધ કસરતો અને જીમ ઇન્સ્ટ્રક્ટરના વિવિધ ઇન્સ્ટ્રક્શનને ફોલો કર્યા પછી પણ ધાર્યા પરીણામો પ્રાપ્ત થતા નથી. ત્યારે પૈસાની બરબાદી અને સમયનો વ્યય કર્યા બાદ પણ સ્લિમ ડ્રિમ લૂક ન મળે તો ઘણા લોકો ડિપ્રેશનમાં પણ આવી જાય છે. ત્યારે વજન ઉતારવા માટે લીલા ઘાણાની ચા એક એક્સિર ઉપાય છે. લીલા ધાણાના સ્વાસ્થ્યલક્ષી ફાયદા ઘણા લોકોએ સાંભળ્યા હશે. પણ આ લીલા ઘણા વજન ઉતારવાનો રામબાણ પ્રયોગ છે. તેનાથી કદાચ મોટાભાગના લોકો અજાણ હશે.
લીલા ઘાણાની ચાના નિયમિત સેવનથી વજન તો ઘટાડી જ શકાય છે. સાથે ચહેરાની ચમક અને આંખોનું તેજ બંને વધે છે. લીલા ઘાણાની ચા બનાવવા માટે પાંચ ચમચી સમારેલા લીલા ઘણાને એક લિટર પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ ઉકાળો.
ત્યાર બાદ તેને ગરણીથી ગાળી લો અને તેમાં સ્વાદ માટે થોડું મધ મિક્સ કરીને પીવો. નિયમિત રીતે ઘાણાની ચાનું સેવન ચોક્કસથી વજન ઘટાડશે અને તમારા ફિગરને લચીલું બનાવશે. આ ચા એક જડી બુટ્ટી જેવી છે. જે સરળતાથી વજન તો ઓ છું કરે જ છે. સાથે સાથે શરીરને ટોક્સિનમાં પણ રાહત આપે છે.