ભગવાન નેમીનારની તપોભૂમિ ભવનાથ ક્ષેત્રમાં જૈન સંપ્રદાયની આઘ્યાત્મીક શિબિરમાં હજારો જૈન-જૈનેતરો જોડાયાં
જુનાગઢની પરમ પવિત્ર, અલૌકિક અને જે ભૂમિ ભગવાન નેમીનાથની તપોભૂમિ પણ ગણાય છે એવા ભવનાથ ક્ષેત્રમાં જૈન સંપ્રદાયની 44 મી આધ્યાત્મિક શિક્ષણ શિબિર તથા સિદ્ધચક્ર મંડલ વિધાનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, ગત તા. 15 થી પ્રારંભ થયેલ જૈન દિગંબર સમાજનો આ ભવ્યાતી ભવ્ય ધાર્મિક કાર્યક્રમ કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં દેશભરના 3 હજારથી વધુ ભાવિકો જોડાયા હતા અને તેના મુખ્ય યજમાન રેવાબેન નાગરદાસ ટિંબડિયા પરિવાર હસ્તે ભરતભાઈ, કમલેશભાઈ અને પ્રદીપભાઈ જી ચૌધરી રહ્યા હતા.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ પ્રેરણાધામ ખાતે કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈ દ્વારા રેવાબેન નાગરદાસ ટીંબડીયા પરિવારના મુખ્ય યજમાન પદે 44 મો આધ્યાત્મિક શિક્ષણ શિબિર અને સિદ્ધચક્ર મંડલ વિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું, એક અઠવાડિયા સુધી ચાલેલા આ શિક્ષણ શિબિર દરમ્યાન સવારના જિનેન્દ્ર પ્રક્ષાલ, સિદ્ધચક્ર મંડલ વિધાન, માંગલિક વ્યાખ્યાન, પૂજ્ય ગુરુદેવનું સીડી પ્રવચન, બપોરના બાબુ યુગલજીની સીડી પ્રવચન, આધ્યાત્મિક ગોસ્ટી અને રાત્રીના જિનેન્દ્ર ભક્તિ, તીર્થ વંદના, પ્રવચન સહિતના ચાર સત્રમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, આ આયોજનમાં જૈન સંપ્રદાયના વિદ્વાન દિલ્હીના જતિશચંદ્રજી શાસ્ત્રી, હિંમતનગરના પંડિત રજનીભાઈ દોશી મુખ્ય નિર્દેશક છે, તથા જબલપુરના વિરાગ શાસ્ત્રી સહનિર્દેશક તરીકે તથા પંડિત અજયકુમારજી શાસ્ત્રી, પંડિત પ્રકાશભાઈ શાહ, પંડિત રાજેન્દ્રકુમારજી જૈન, પંડિત પ્રદીપજી ઝાંઝરી, પંડિત શૈલેષભાઈ શાહ, પંડિત સુનિલજી શાસ્ત્રી, ડો. સંજીવજી ગોધા, ડો. મનીષજી શાસ્ત્રી, હેમંતભાઈ ગાંધી, ડો. શાંતિકુમારજી પાટીલ, પંડિત દેવેન્દ્રકુમારજી જૈન, પંડિત અનિલજી શાસ્ત્રી, પંડિત નિલેશભાઈ શાહ, પંડિત અનુભવજી તથા પંડિત જ્ઞાકજી શાસ્ત્રી જ્યારે વિધાન વિશેષક તરીકે પંડિત સંજયજી શાસ્ત્રી અને પંડિત અશોક જૈન સહિતના વિદ્વાનો દેશભર માંથી અંહી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં 45 માં આધ્યાત્મિક શિક્ષણ શિબિર અને સિદ્ધચક્ર મંડલ વિધાન સાત દિવસ દરમિયાન ચાલી રહ્યું હતું, તે માટે દેશભરમાંથી આવેલા લગભગ ત્રણ હજાર જેટલા ભાવિકોના રહેવા અને આરામ માટે માટે ભવનાથ શહેરના આરામ ગૃહો, ગેસ્ટ હાઉસ તથા ધાર્મિક જગ્યાઓ બુક કરવામાં આવ્યા હતા, તથા જૈન દિગંબર સમાજના ભાવિકો, વિદ્વાનો તથા મુખ્ય અતિથિઓ સહિતનાઓ માટે લગભગ ચાર જેટલા જુદા જુદા રસોડા ઉભા કરવામાં આવ્યા હતા તથા આ તમામ વ્યવસ્થા આયાજકો દ્વારા વિનામૂલ્ય કરવામાં આવી હતી.
ગઈકાલે કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈ દ્વારા અને રેવાબેન નાગરદાસ ટિંબડિયા પરિવાર હસ્તે ભરતભાઈ, કમલેશભાઈ અને પ્રદીપભાઈ જી ચૌધરીના મુખ્ય યજમાન પદે યોજાયેલ આ 44 મો આધ્યાત્મિક શિક્ષણ શિબિર અને સિદ્ધચક્ર મંડલ વિધાનનું આયોજન પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ સાથે સંપન્ન થયું હતું, આ સમાપન પ્રસંગે ભવનાથ શ્રેત્રના પ્રેરણા ધામ ખાતેથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જ્ઞાતિ અગ્રણીઓ, રેવાબેન નાગરદાસ ટિંબડિયા પરિવાર, આધ્યાત્મિક શિક્ષણ શિબિરમાં ઉપસ્થિત જ્ઞાતિજનો, સમાજ શ્રેષ્ઠીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બંડીવાલાજી જૈન મંદિરે ભગવાનનું પૂજન અર્ચન કરાયા બાદ આ ધાર્મિક સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ તકે કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈના ટ્રસ્ટી એ અબ તક ને જણાવ્યું હતું કે, 24 તીર્થંકર માના 22 માં તીર્થંકર નેમિનાથ ભગવાન અહીં ગિરનાર ક્ષેત્રમા મોક્ષ પામ્યા સાથે સાથે આ એવી વસુંધરા જ્યાં જેનો કણ કણ મુનીરાજોના તપોથી પાવન છે, એવા ગિરનાર ક્ષેત્ર પર કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ જે આખા ભારતના તીર્થોની રક્ષા માટે બનેલું છે એના દ્વારા વર્ષો વર્ષ જે સીબીરો લાગે છે એમાંની 45 આધ્યાત્મિક શિક્ષણ શિબિર ગિરનારજી મુકામે સંપન્ન થઈ છે. સાથે સાથે જે મોટામાં મોટું વિધાન સિચટ મહા વિધાન એ પણ ભણાવવામાં આવ્યું. મુખ્ય અજમાન તરીકે રેવાં બેન નગીનદાસ ટિંબડીયા રહ્યા આખા ભારત ભરમાંથી અનેક પ્રાંતોમાંથી હજારોની સંખ્યામાં શ્રાવિકો પધાર્યા, આઠ દિવસનો મહા મહોત્સવ મનાવવામાં આવ્યો, સૌથી મોટું વિધાન ચક્રવિધાન જે વિધાનોનો રાજા પણ કહેવામાં આવે છે એ વિધાન ભણવામાં આવ્યું સાથે સાથે સમાજના ઉચ્ચ ખોટી ના વિદ્વાનો અનેક વિધવાનો પધાર્યા જેમના પ્રવચના માધ્યમથી અનેક સ્વાધર્મીઓએ પ્રશાસવાદન પ્રવચનના માધ્યમથી જુનવાણી માતાનું રસાસ્વાદ કર્યું સાથે સાથે ભક્તિ અધ્યાત્મ અને સંગીતની સરિતામાં દરેકે સ્નાન કર્યું અને પોતાના જીવનને ધન્યતા અનુભવી આવા જંગલમાં મંગલ કરવું એક અનોખી વાત છે વર્ષો બાદ લગભગ 40 વર્ષ બાદ ગિરનાર ક્ષેત્ર પર આવો દિગંબર જૈન મહેરામણ હોય એવું 40 વર્ષના ઇતિહાસમાં બન્યું નથી જે આજે બન્યું છે અને નિર્વિઘ્ને સંપન્ન થયું છે.
તે પ્રસંતાની વાત છે.અહીંનું પ્રશાસન, દરેક ધર્મશાળા મહાનગરપાલિકા સહિત દરેકનો અમને ખૂબ ખૂબ મદદ મળી છે, એ માટે પ્રશાસનનો, નગરપાલિકાનો દરેક વ્યક્તિનો અમે ખૂબ ખૂબ અહીં આભાર માનીએ છીએ જેટલી પણ એ ધર્મશાળાઓ છે અને ખાસ કરીને અહીંયા અમારી બંડીલજી ધર્મશાળા, મંદિરમાંથી અમને પ્રતિમા દરેક વસ્તુની સગવડ કરી સાથે સમુશ્વર મંદિરમાંથી પણ અને દરેક પ્રકારની સગવડતા મળી તેમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને આખા આઠ દિવસે દરમ્યાન એવું લાગ્યું નથી તમે પરાયા ગામમાં આવ્યા હોય દરેક જગ્યાએ અમને આત્મીય વ્યવહાર મળ્યો છે અને જે મોદીજી કહે છે સબકા સાથ સબકા વિકાસ એમ અહી પણ બધાનો સાથ અમને મળ્યો છે એ માટે ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનીએ છીએ, સાથે સાથે જે પ્રભાવના થઈ છે, જનજનમાં આત્મજાગૃતિ થઈ છે જન જનમાં પોતાનો ઉદ્ધાર કરવાની મોક્ષ માર્ગે ચાલવાની જે ભાવના પ્રગટ થઈ છે એનો અમને ખૂબ ખૂબ હર્ષ છે.
‘અબતકે’ પ્રભાવના આખા દેશમાં પહોંચાડી : ટ્રસ્ટી મંડળ
આ તકે કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈના ટ્રસ્ટી એ અબતક નો આભાર માનતા જણાવ્યું હતું કે, અબતક ચેનલના જે સતિષભાઈ મહેતા છે એમનો પણ અમને ખૂબ સપોર્ટ રહ્યો છે, બધા દિવસમાં દરેક કવરેજ એમને કર્યું અને અમે અહીં બેઠા પ્રભાવના કરી અને અબ તક ચેનલના સતિષભાઈ એ આ પ્રભાવના આખા દેશમાં અને ગુજરાતમાં પહોંચાડી. એમનો પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ