સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ દ્વારા રામનવમી નિમિત્તે પંચામૃત કાર્યક્રમ યોજાયો: છ દિવસ દરમિયાન અનેક ભક્તોએ અનુષ્ઠાન પાઠ, જપ, તપ અને વ્રત કર્યા: ૨૮મીએ બાળકોની તકેદારી વિશે વાલીઓ માટે વિશેષ કાર્યક્રમ: સંતો ‘અબતક’ના આંગણે

અત્રેના સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટમાં મર્યાદા પુરુષોતમ રામચંદ્રજી ભગવાનનો જન્મ બપોરના બાર વાગ્યે પુર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામીનારાયણનો જન્મોત્સવ રાત્રીના ૧૦ કલાકે સંતો તથા વિશાળ સંખ્યામાં ભાવિક ભકતોની હાજરીમાં ધામધૂમથી ઉજવાયો હતો. ગુરુકુલ રાજકોટમાં ચૈત્ર માસના આરાધના દિવસોમાં પંચામૃત ભકિત મહોત્સવ ઉજવાયો હતો. પંચામૃત મહોત્સવના અનુસંધાને  શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી વિશ્ર્વજીવનદાસજી સ્વામીએ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષના ના ઉપક્રમે કથાપારાયણ કરી  હતી. બહેનોએ પંચકુંડી વચનામૃત યજ્ઞ ચાર દિવસ કર્યો.

તેમજ ભગવાન સ્વામીનારાયણ સમીપે વિવિધ વાનગીઓના અન્નકુટ દરરોજભરવામાં આવ્યા જેને અન્નકુટ હાટડી દર્શન એવું સુંદર નામ આપવામાં આવ્યું. એક દિવસ વિવિધ શાકભાજી, એક દિવસ વિવિધ ફ્રાઇમ્સ, એક દિવસ વિવિધ અનાજ તથા એક દિવસ વિવિધ તમામ પ્રકારના ફળોની હાટડી ધરવામાં આવેલ. આ પ્રસાદીના ફળોને સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રસાદી રુપે વહેંચવામાં આવ્યા હતા.DSC 9503

આ પંચદિન કાર્યક્રમમાં રામનવમીના દિવસે ભકતો પોતાના ઘેરથી બનાવીને વિવિધ પકવાન, મીઠાઇ વગેરેના થાળ કરીને અન્નકુટ ધરાવવા લાવેલ જેનો લાભ વિશાળ સંખ્યામાં લોકોએ લીધેલ.મનોહરમૂર્તિ ઘનશ્યામ મહારાજનું વિવિધ રાજોપચારથી મહાપૂજન મહાનીરાજન આરતી કરવામાં આવી હતી.

મહોત્સવ ઉપલક્ષે ‘અબતક’ની મુલાકાતે આવેલા સંતોએ વાતચીત દરમિયાનજણાવ્યું હતું કે, પંચામૃત કાર્યક્રમમાં છ દિવસ દરમિયાન અનેક હરિભક્તોએ અનુષ્ઠાન પાઠ, તપ, જપ અને વ્રત કર્યા હતા. આ ઉપરાંત યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. રામ નવમીએ રાત્રે ૧૦ કલાકે ભગવાન સ્વામીનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ હજ્જારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ધામધુમથી ઉજવાયો હતો.

વિશેષમાં આગામી ૨૮ એપ્રીલના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં બાળકોની સંભાળ વિશે વાલીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મુળ હેતુ વાલીઓને જાગૃત કરવાનો છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ગુરુકુળના કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, ચિંતનપ્રિય સ્વામી, નિલકંઠ ભગત અને ‚ગનાથભાઈ દલસાણીયા પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.