સતત ૨૪ કલાક ચાલી રહેલા કાર્યમાં ભુખ-તરસ, તડકો-ગરમી વગેરેની બેપરવાહ

ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવહિતાવહ સંદેશને સમગ્ર વિશ્વમાં ફેલાવનાર બ્રહ્મસ્વરૂપ પ્રમખસ્વામી મહારાજ તા. ૧૩/૮/૨૦૧૬ના રોજ સારંગપુર ખાતે અક્ષરનિવાસી થયા હતા. ત્યારબાદ તા. ૧૭/૮/૨૦૧૬ના રોજ તેઓનું જે સ્થાન પર અગ્નિસંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો તે સમાધિસ્થાનને યથાવત્ રાખી તેના પર સુંદર કલાત્મક મંદિર નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર આ મંદિર પણ તેના મહિમા પ્રમાણે એટલું જ ભવ્ય અને દિવ્ય બનશે.

હાલ તેના નિર્માણકાર્યમાં વિશાળ ગર્ત ખોદવામાં આવ્યો છે. જેમાં  પીસીસી, આરસીસી વગેરે કોંન્ક્રિટની પૂર્ણી કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યમાં સંતો-ભક્તો અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે. પોતાના પ્રાણપ્યારા ગુરુહરિના સ્મૃતિ મંદિરનું કાર્ય અમારે જાતે જ કરવું એવી સેવાની ભાવનાથી દેશ-પરદેશના ઉચ્ચ શિક્ષિત સંતો અને હરિભક્તો કડિયા-મજૂર સમાન કાર્ય કરતા જોવા મળે છે. સતત ૨૪ કલાક ચાલી રહેલા આ કાર્યમાં ભૂખ-તરસ, તડકો-ગરમી, ઊંઘ-આરામ વગેરેની પરવાહ કર્યા વગર સતત સેવામય આ સંતો હરિભક્તોની સેવા વંદનીય છે. સ્મૃતિ મંદિરના નિર્માણ કાર્ય માટે બોટાદ અને આજુ-બાજુના વિસ્તારના હરિભક્તોમાં પણ સેવા માટે ઉત્સાહ અને ઉમંગનું મોજું પ્રસરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.