- જય જય શ્રીરામના ગગનભેદી નારાથી સામુહિક દિવ્ય ઉર્જાનો થયો સાક્ષાત્કાર
- પૂ.મોરારિબાપુએ પ્રથમવાર પોથીપુજનમાં આપી હાજરી: સદ્ભાવના પરિવારના આ સત્કાર્યમાં જન જન સેવાયજ્ઞમાં જોડાયા
રાજકોટ :શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા પૂ. મોરારીબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં વૃદ્ઘો અને વડીલોનાં શુભાર્થે પૂજય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકામાં પરમાત્માનંદ સરસ્વતીજીનો આશ્રમ આર્ષ વિદ્યામંદિર, સવારથી જ દિવ્ય માહોલ, પક્ષીઓના કલરવ, હરીયાળી વચ્ચે પોથી પુજન કાર્યક્રમનો સોમેશ્ર્વર મહાદેવ મંદિરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં પૂ. ગુ્રરૂ શરણાનંદી (રમણ રેતી), પૂ. પરમાત્માનંદજી અને પૂ. મોરારીબાપુએ ઉપસ્થિત રહી શ્ર્લોક ગાન સાથે અને વિદ્વાન ભુદેવો ધ્વારા શાસ્ત્રોક્ત-વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું. આ પોથીપૂજનમાં પ0થી વધુ યજમાનોએ લહાવો લીધો હતો.
આર્ષ વિદ્યામંદિર ખાતે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં પૂ. પરમાત્માનંદજીએ પોથી પૂજન પૂર્વે ઉપસ્થિત યજમાનોને સંબોધતા જણાવેલ કે ભગવાન રામનું આ રામાયણ વાંગમય રૂપ છે., ભગવાન જયારે અંતર ધ્યાન થઈ જાય એ પછી પ્રગટ સ્વરૂપે એ ભાગવત અથવા રામાયણમાં સાક્ષાતત વાનગી રૂપે પધારે છે. અહીં પણ રામાયણ પોથી પૂજન સાથે ભગવાન શ્રીરામ વાંગમય સ્વરૂપે પધાર્યા છે. આપણે સૌ તેમનું પૂજન કરી અને કથાના નવે નવ દિવસ પૂજય રામ બિરાજમાન થાય એવી પ્રાર્થના કરીએ.
આ તકે યજમાન તરીકે ઉપસ્થિત બાલાજી વેફરવાળા ચંદુભાઈ વિરાણીએ જણાવેલ કે માનસ રામકથા માત્ર એક વ્યક્તિની નહી પરંતુ સમગ્ર સમાજની કથા છે, વૃક્ષો વાવે છે ઘણા પરંતુ ઉછરી શક્તા નથી ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ એ એક એવી સંસ્થા છે જે વૃક્ષો વાવવાની સાથે ઉછેર,જતન પણ કરે છે, અત્યારે સદભાવના વૃધ્ધાશ્રમના લાખો વૃક્ષો લહેરાઈ રહયા છે અને હજુ કરોડો વૃક્ષો વાવવાનો સંકલ્પ પૂર્ણ કરશે ત્યારે આ સત્કાર્યમાં જોડાવવાનો અવસર મળવા બદલ આનંદની લાગણી અનુભવું છું.
તેમજ વૈશ્ર્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો આકાશમાં ચમકી રહેલા નક્ષત્રોની જેમ પોથીયાત્રામાં દ્રશ્યમાન થયા હતાં અને અલગ-અલગ આકર્ષક બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપ્યો હતો.
આ પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રધ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. જયારે કોઈ કથા,યજ્ઞ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે પોથીયાત્રા ધ્વારા શાસ્ત્રોને સન્માનપૂર્વક સભાન કરવામાં આવે છે. પોથીયાત્રા ધર્મ અને સમાજના સાંસ્કૃતિક એક્તાનું પ્રતિક છે. યાત્રા થકી લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય છે.આ યાત્રા થકી સમૂહ પ્રાર્થના, ભજન-ર્ક્તિન અને સંસ્કૃતિના પ્રચાર માટે પણ માર્ગદર્શન મળે છે અને સામુહિક રીતે એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે.
રાજકોટના આંગણે બાર વર્ષ પછી રામકથારૂપી રૂડો અવસર આવી રહયો છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતામાં આ ધાર્મિકોત્સવ થકી ભક્તિરસ માણવા થનગનાટ વ્યાપી ગયો છે ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ પિરવાર ધ્વારા નવનિર્મિત ભવનના લાભાર્થે પૂ. મોરારીબાપુના શ્રીમુખે રામકથાના પ્રારંભે ભવ્યાતિભવ્ય પોથીયાત્રાનો લ્હાવો લઈ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તવૃંદે હર્ષોલ્લાસથી આ ધર્મોત્સવને માણ્યો હતો.આ પોથીયાત્રામાં શહેરના રાજકીય અગ્રણીઓ, સામાજિક, સેવાકીય,ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, પોલીસ કમિશન, વિવિધ અધિકારીગણ તથા ધર્મપ્રેમી શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પોથીયાત્રાને સફળ બનાવવા સમગ્ર ટીમ છેલ્લા એક મહિનાની જહેમત ઉઠાવાઈ હતી. ત્યારે આ પોથીયાત્રાનાને સફળ બનાવવા પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા,અજયભાઈ રાજાણી,મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજજર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાળીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષ્ાાબેન વાઘેલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી હાજરી આપશે
વિશ્વ શાંતિ દૂત ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ ના સ્થાપક ખાસ દિલ્લીથી પધારેલા પૂજ્ય જૈન આચાર્ય લોકશાજી વૈશ્વિક રામકથામાં હાજરી આપશે. વિશ્વ શાંતિ કેન્દ્રમાં ધ્યાન અને યોગ દ્વારા શાંતિ શિક્ષણ અને તાલીમ, વ્યક્તિત્વ નિર્માણ, ભારતીય સંસ્કૃતિ અને જૈન જીવનશૈલી પર આધારિત કાર્યક્રમો જેમ કે મહિલા સશક્તિકરણ, બાળકો અને યુવાનોનું સંસ્કૃતિ નિર્માણ, પર્યાવરણ સંરક્ષણ વગેરેનાં કાર્યક્રમો થવાના છે. જૈન ધર્મમાં ભગવાન શ્રી રામને આદિનાથ ભગવાન ઋષભ અથવા ઋષભ જેવું જ સ્થાન છે. ભગવાન મહાવીર કહ્યું કે જૈન રામાયણ અનુસાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે મોક્ષ નિર્વાણ પ્રાપ્ત કર્યું છે, તેથી તેમને ભગવાન રામ તરીકે પૂજવામાં આવે છે. મહાપુરુષો કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાયના નથી હોતા, તેઓ તમામ મનુષ્યોના હોય છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એ ભારતીય અસ્મિતાનું પ્રતિક છે. જૈનાચાર્ય લોકેશજીએ દેશ, વિદેશમાં ફરીને વિશ્વભરનાં હજારો સંમેલનોમાં ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ વિષેનું જ્ઞાન લોકોને આપે છે.
રામકથા દરમિયાન ભાવિકો માટે ભોજન-પ્રસાદની સુંદર વ્યવસ્થા
મોરારી બાપુની વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવના નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે.ત્યારે રેસકોર્ષ કથા સ્થળે રામકથા દરમ્યાન પ0 હજારથી વધુ ભાવિકો માટે વિવિધ મિષ્ટાન, રોટલી,શાક,દાળ-ભાત સહિતના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ભોજન વ્યવસ્થામાં દરરોજ અન્નપુર્ણા ભંડાર તૈયાર કરશે. જેમાં 9 દિવસની આ કથા દરમિયાન દરરોજ એક મીઠાઈ, ફરસાણ, બે શાક, દાળ-ભાત પીરસવામાં આવશે. જે માટે 1પ ટકા ઘઉંનો લોટ, 300 ડબ્બા ઘી, ર000 ડબ્બા તેલ, પ000 કિલો ખાંડ, 6 હજાર કિલો ચોખા સહિતનો જથ્થો લાવવામાં આવ્યો છે. દરરોજ ચૂૂલા પર રપ00 કિલો રોટલી બનાવવામાં આવશે. દૈનિક 1000 લીટર દાળ અને 6000 કિલો શાક બનાવવામાં આવશે.
આ સમગ્ર ભોજન વ્યવસ્થા માટે 1પ0 થી વધુ રસોઈયાઓ પ0 હજારથી વધુ ભાવિકો માટે ભોજન-પ્રસાદ બનાવશે. ઈડરવાળા જીતુભાઈને કેટરીંગ આપેલું છે. લાઈવ ચૂલા પર સ્વામિનારાયણની રોટલી બનાવવા સાથે જ લટ બાંધવા માટેનું મશીન રાખેલું છે. આ સમગ્ર ભોજન વ્યવસ્થામાં બધી જ રસોઈ શીંગતેલમાં અને શુધ્ધ ઘી માં જ બનાવવામાં આવશે અને બધા માટે એક્સરખો જ પ્રસાદ રહેશે.કેટિરંગનું સંભાળતા પ્રતીક સોની અને તેની ટીમ ધ્વારા ખોડલધામ તેમજ પરબ સહિતના ધાર્મિક સ્થળો ઉપર ભોજન પ્રસાદ બનાવવાનું કાર્ય પણ સંભાળે છે.અને ઈડરમાં છેલ્લા ચાર દાયકાથી સદગુરૂ કેટરર્સના નામથી ખ્યાતનામ છે.
રામકથાના આયોજનની સેવામાં અમને સત્કાર્યનો સંતોષ: ડો.દર્શન સુરેજા
અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર દર્શન સુરેજાએ જણાવ્યું હતું કે આજથી રેસકોર્સ મેદાન ખાતે ની રામકથા ને કારણે રાજકોટ રામમય બન્યું છે. જાણે રાજકોટમાં ભગવાન શ્રીરામની સ્થાપના અને ભગવાન રામનું મંદિર બને તેવું માહોલ છે. સદભાવના વૃદ્ધાશ્રમલાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ છે. આજના દિવસે ઘણી મોટી સંખ્યામાં લોકો પોથીયાત્રા માં જોડાયા છે. અને અમને પણ આ આયોજનમાં સત્કાર્ય માટે જોડાવાનો મોકો મળ્યો તેનો અમને ખૂબ સંતોષ છે હું સદભાવના પરિવારનો આભાર માનું છું.
વૈશ્ર્વિક રામ કથાએ રાજકોટને બનાવ્યું “રામમય” પ્રિતેશભાઈ પીપળીયા
અબતક સાથેની વાતચીતમાં શહેરના જાણીતા બિલ્ડર પ્રીતેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે ર રામકથાને લઈને રાજકોટ અયોધ્યામાં પરિવર્તિત થઈ ગયું છે. રાજા રામ સાક્ષાત રાજકોટમાં પધારી રહ્યા હોય તેવું વાતાવરણ બન્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી શરૂ થનાર રામકથા પહેલા પોથીયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતાં. લોકોમાં પણ રામકથાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામકથાના પ્રખર વક્તા મોરારીબાપુ વિશ્વભરમાં રામકથા કરી ચૂક્યા છે. ત્યારે આજ સાંજે થી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મોરારીબાપુ ની કથા સાંભળવા હજારોની સંખ્યામાં શ્રોતા ગણો રામકથામાં જોડાશે.
સદ્ભાવના રામકથા ભક્તિ,સેવા અને પ્રસાદનો ત્રિવેણી સંગમ: મિત્તલ ખેતાણી
અબતક સાથેની વાતચીતમાં મિતલભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે આજ સાંજથી રામકથા શરૂ થવાની છે. પોથીયાત્રાના શુભારંભ સ્વરૂપે દિવ્યા થી દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂજ્ય મોરારીબાપુના હસ્તે તેમજ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી ના હસ્તે પોથીયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવી હતી. પોથીયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ભાવ સાથે જોડાણા છે. વૈશ્વિક રામકથાને લઈને સમગ્ર રાજકોટ રામમય બન્યું છે. રાજકોટ જાણે મીની અયોધ્યા નગરી બની ગઈ છે. આજે સાંજે થી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ભક્તિ સેવા અને પ્રસાદના ત્રિવેણી સંગમ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા થઈ રહ્યો છે. ત્યારે વધુમાં મિતલભાઈ ખેતાણીએ રાજકોટવાસીઓ રામકથામાં વધુને વધુ જોડાઈ તેવી અપીલ સદભાવના વૃદ્ધાશ્રમ વતી કરું છું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલે રામકથા શ્રવણનો લેશે લાભ
પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવનામાં રવિવારે હાજરી આપશે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિ:સંતાન, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્ર્વિક ‘રામકથા’ માનસ સદભાવના શરૂ થઇ ચુકી છે. આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્ર્વિક રામકથા યોજાઈ છે.
અત્રે ઉલેખનીય છે કે, આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના ર0મા રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના 1રમાં કુલપતિ છે. તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે.
આણંદાબાવા આશ્રમના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજ ‘માનસ સદભાવના’ કથામાં પધારશે
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવનિર્મિત વૃધ્ધાશ્રમ તથા દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવાની નેમ સાથે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તા.ર3 થી તા.1 ડિસેમ્બર, ર0ર4 સુધી રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે વિશ્વસંત પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું તા.ર7 નવેમ્બરે વિશ્વ પ્રસિધ્ધ આણદાબાવા આશ્રમ, જામનગરના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ કથાશ્રવણ માટે આવશે.
દેશભરમાંથી સાધુ-સંતો પધારશે. જેમાં વિશ્વ પ્રસિધ્ધ સેવા સંસ્થા આણદાબાવા આશ્રમ, જામનગરના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ કથાશ્રવણનો લાભ લેવા માટે પધારશે.
આણદાબાવા આશ્રમ, જામનગર 330 વર્ષથી સેવા પ્રવૃતિ કરે છે. પૂ. દેવપ્રસાદજી મહારાજ આઠમા ગાદીપતિ છે. તેમના દ્વારા અત્યારસુધીમાં ગુજરાતમાં લગભગ ર500 સમુહલગ્નોત્સવ થયા છે. કોઈપણ જ્ઞાતિ-ધર્મના ભેદભાવ વગર તેઓ દર વર્ષે 108 સમુહલગ્નો યોજીને ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતાની દિકરીઓના ધામધુમથી લગ્ન કરાવે છે.
સદ્ભાવના વૃધ્ધાશ્રમ પરિવારના મૂક સેવક કેતન પટેલ – ‘નામ નહીં કામ બોલે છે’
સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ખાતે નવનિર્મિત ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે, જ્યાં નિરાધાર, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભકિતભાવ સાથે પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુ દ્વારા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્ર્વિક રામકથાનું આયોજન તા.ર3 નવેમ્બર ર0ર4થી તા.1 ડિસેમ્બર ર0ર4 સુધી કરવામાં આવી રહયું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રેસકોર્ષ ખાતે રામકથા કાર્યાલય ધમધમતું કરાયુ છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જે છેલ્લા બે માસથીકાર્યરત છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારી આ વૈશ્ર્વિક રામકથામાં કેતનભાઈ પટેલની દેખરેખ હેઠળ બે લાખ ચોરસ મીટરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ કથા સ્થળ પર એકસાથે એક લાખ લોકો બેસી શકે તેવા 135*561 ફૂટના વિશાળ ત્રણ જર્મન ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભારતીય બેઠક, વીઆઈપી અને વીવીઆઈપીઓ સહિતની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથા શ્રવણ માટે માટે આવનાર હજારો શ્રાવકો માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા દરમ્યાન ગ્રાઉન્ડની સંપૂર્ણ સ્વચ્છતા, સિક્યુરીટી સહિતની કામગીરી પણ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.
સદભાવના વૃધ્ધાશ્રમના મુક સેવક કેતન પટેલ કે જે વોર્ડ-14ના ભાજપના કોર્પોરેટર છે તેઓને તેમના પ્રજાલક્ષી કાર્યોથી વોર્ડમાંથી “108” ઉપમા આપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ સંગઠનના વિવિધ જવાબદારી સંભાળી ચૂકેલા કેતન પટેલ હાલ રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ-14ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળે છે. તેમના કાર્યકાળમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાના ર3 આરોગ્ય કેન્દ્રો નગરજનો માટે આશિર્વાદરૂપ બન્યા છે અને ખાનગી સ્થળે થતાં મોંઘા નિદાન કોર્પોરેશનના દવાખાનાઓમાં તદન નિ:શૂલ્ક થાય છે.