જય જય શ્રી રામ

રાજમાર્ગો પર 200થી વધુ કાર, બાઇક, સાધુ-સંતો, સામાજીક આગેવાનો સહિત પાંચ હજારથી વધુ ભાવિકો શોભાયાત્રામાં જોડાયા

સનાતન સંસ્કૃતિનો તથા હિન્દુત્વનો મહત્વનો અને મોટો તહેવાર એટલે રામનવમી.સમગ્ર દેશ અને દુનિયામાં આ તહેવારને હિન્દુઓ ખૂબ ધામધૂમથી ઉજવે છે.ત્યારે આજરોજ રાજકોટમાં પણ ખૂબ વિશાળ અને ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન રાધેશ્યામ ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું હતું.આ તો કે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તથા રાજકોટ શહેરના રાજમાર્ગો પર વિવિધ પ્લોટ્સ, કાર, બાઈક અને ડીજેના તાલે આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

વિષ્ણુ ભગવાનના અવતાર શ્રીરામનો જન્મદિવસ એટલે રામનવમી.રામનવમીનો તહેવાર હિન્દુઓ ખૂબ ધામેઘૂમેથી ઉજવે છે તથા આ તકે ભવ્ય શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી રાધેશ્યામ ગૌશાળા દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.રૈયાધાર પર આવેલી રાધેશ્યામ ગૌશાળાની વાત કરીએ તો આશરે 400 થી પણ વધુ લુલી-લંગડી ગાયોની સાળ સંભાળ ત્યાં લેવામાં આવે છે,તથા ગરીબ વર્ગના બાળકો માટે દરરોજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે.

Screenshot 3 53

આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી રાધેશ્યામ ગૌશાળા દ્વારા નાણાવટી ચોકથી સોરઠીયાવાડી સર્કલ સુધીની આ શોભાયાત્રા નીકળી હતી. નાણાવટી સર્કલને એક પ્રકારે ભગવાન રંગે રંગી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.સાધુ સંતોના હસ્તે મુખ્ય ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું તથા રામદરબારની મૂર્તિ,ભગવાન શ્રીકૃષ્ણ તથા સનાતન હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના મૂર્તિ સહિતના વિવિધ પ્લોટ્સ તથા ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ જે રામ મંદિર હાથમાં લઈ ને હોય તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.વિવિધ પ્લોટ સહિત 200 થી પણ વધુ કાર,બુલેટ-બાઈક અને 5,000 થી પણ વધુ ભાવિકો આ શોભા યાત્રામાં જોડાયા હતા. યુવાધન પણ આ અવસરને આવકારી રહ્યું હતું તથા ડીજેના તાલે મન મૂકીને નાચ્યું હતું.

શહેર ભાજપ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

વર્તમાન સમયમાં અયોઘ્યા ખાતે દિવ્ય અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. ત્યારે આજે રામનવમીના પાવન પર્વે કિશાનપરા ચોક ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની આયોજીત રામ જન્મોત્સવ રામનવમી પાલખી યાત્રાનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાજપના અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કાર્યકર્તાઓએ બહોળી  સંખ્યામાં ઉ5સ્થિત  રહ્યા હતા. આ તકે શહેર ભાજપના તમામ  કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રામનવમી શોભાયાત્રાનું  સ્વાગત કર્યુ હતું.

વડાપ્રધાનના સંલ્પથી રામમંદિરનું સ્વપ્ન થયું સાકાર : મેયર ડો.પ્રદીપ ડવ

અબતક સાથેની વાતચીતમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ જણાવે છે કે,રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે શોભાયાત્રાનું સ્વાગત કરવા ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને સમગ્ર રાજકોટ શહેર ભાજપના સભ્યો એની ઉપસ્થિત રહ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી પ્રભુ શ્રીરામનું મંદિર બની રહ્યું છે અને આજે રામ જન્મોત્સવ છે તે બદલ રાજકોટ વાસીઓને અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

સર્વેને રામનવમીની ખુબ ખુબ શુભેચ્છાઓ : ભાનુબેન બાબરીયા

રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ને જણાવે છે કે, સમગ્ર રાજકોટ શહેર ભાજપ દ્વારા આજરોજ આ રામનવમી નો તહેવાર ધામે ધીમેથી ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ ભવ્ય શોભા યાત્રાનું સ્વાગત કરવા સમગ્ર રાજકોટ શહેર ભાજપ પરિવાર અત્રે ઉપસ્થિત રહ્યો છે અને  સર્વેને રામનવમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

હાથમાં રામમંદિર લઈ ઉભેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર : રાધેશ્યામ બાપુ

અબતક સાથેની વાતચીતમાં રાધેશ્યામ ગૌશાળા ના રાધેશ્યામ બાપુ જણાવે છે કે,દર વર્ષે અમે આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ.છેલ્લા15 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમારી રાધેશ્યામ ગૌશાળામાં 400થી વધુ અપંગ ગાયોની સેવા કરવામાં આવે છે અને ગરીબ વર્ગના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો માટે દરરોજ નિ:શુલ્ક બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. આજની શોભાયાત્રામાં મુખ્યત્વે આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિનું રહેશે કે જે હાથમાં રામમંદિર લઈ ઉભા હોય તેવી છે.

આશરે 5,000 થી પણ વધુ લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે : પ્રફુલ્લભાઈ નડીયાપરા

અબતક સાથેની વાતચીતમાં પ્રફુલભાઈ નડીયાપરા જણાવે છે કે,સનાતન સંસ્કૃતિ અને હિંદુત્વનો સૌથી મોટો તહેવાર છે રામનવમી જેને દરેક હિન્દુઓ ધૂમધામથી ઉજવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધેશ્યામ ગૌશાળા દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આશરે 5,000 થી પણ વધુ લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે,કાર-બાઈક અને ડીજેના તાલે આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.