ત્રિલોકીનાથ વીર વધેમાન – મહાવીરનો આત્મા કમેના સંયોગે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર માતા દેવાનંદાની કુક્ષિમાં ૮૨ રાત્રિ રહ્યા બાદ દેવો દ્રારા ગભેનું સંહરણ થયું.માતા ત્રિશલાને અધે જાગૃત અવસ્થામાં હાથી,દેવ વિમાન આદિ ૧૪ મહા સ્વપ્ન આવ્યાં. ત્રિશલા માતાએ ધમે જાગરિકા કરતાં રાત વ્યતિત કરી અને સુપ્રભાત થતાં જ સિધ્ધાથે રાજા સપનાની વાત કરી.રાજાએ કુશળ સ્વપ્ન પાઠકોને બોલાવી સપનાનું ફળ બતાવવા આજ્ઞા કરી.સ્વપ્ન પાઠકોએ કહ્યું હે  મહારાજા ધિરાજ ! તમારે આંગણે જગતનો નાથ,કરૂણાસાગર,સિંહ જેવો શૂરવીર,ચંદ્ર જેવો નિમેળ,સૂયે જેવો ઓજસ્વી અને તેજસ્વી મહાપુરુષ અવતરશે.

માતા ત્રિશલાની કૂખે ગભે ધારણ થતાં જ સારાયે ક્ષત્રિયકૂંડ નગરમાં ધન – ધાન્ય આદિ અપરંપાર વૃદ્ધિ થવા લાગી. ગભેકાળ પૂણે થતાં જ ચૈત્ર સુદ ૧૩ ના દેવાધિદેવનો જન્મ થયો.૬૪ ઈન્દ્રો,૫૬ દિશા કુમારીકાઓ તથા મનુષ્ય લોકના માનવીઓએ જન્મ કલ્યાણક મહોત્સવ આનંદોલ્લાસ પૂવેક ઊજવ્યો.ત્રણે લોકમાં પ્રકાશ – અજવાળા પથરાઈ ગયાં. માતા – પિતાએશગુણ નિષ્પન એવું ” વધેમાન ” નામ રાખ્યું.

જૈનાગમ સૂયગડાંગ સૂત્ર અ.૬;અનુસાર ભગવાન મહાવીરના વીર, વધેમાન, સન્મતિ, વૈશાલિક, જ્ઞાત પુત્ર વગેરે નામોલ્લેખ છે.

આ તો વીર નહીં પરંતુ મહાવીર છે…

નાના એવા બાળક વધેમાનની વીરતા,શૌયેતા,નિડરતા અને નિભેયતાને કારણે દેવલોકની સુધમે સભામાં પ્રશંસા થવા લાગી એટલે એક દેવ ઈષોવશ થઈ બાળકનું વૈક્રિય રૂપ લઈ વધેમાનની ટીમ સાથે રમવા પહોંચી ગયો.તેણે બાળ વધેમાન સાથે હોડ લગાવી.વધેમાન તેના ખંભે બેઠા એટલે તરત જ મોટું વિકરાળ રૂપ બનાવવા લાગ્યો.અનંત શકિતના ધારક વીર વધેમાને એક જ મુક્કો માર્યો એટલે દેવે તરત જ હાર કબુલી લીધી.પ્રભુની ક્ષમા માંગી સ્વસ્થાને પરત ચાલ્યો ગયો.આ પ્રસંગથી દેવલોકના દેવો બોલી ઉઠ્યા આ તો ” વીર નહીં પરંતુ મહાવીર છે.”

યુવાવયે અનાસક્ત ભાવે ભોગાવલી કર્મોને ભોગવી લીધા.ધમે પત્ની યશોદા સાથે સંસાર સબંધે જોડાણા અને પ્રિય દશેના નામે સુપુત્રી પણ થઈ. માતા ત્રિશલાના ગભેમાં હતાં ત્યારથી જ ત્રિલોકીનાથે નક્કી કરેલ કે માવિત્રોના દેહ વિલય પછી જ વડીલ બંધુ નંદીવધેનની અનુજ્ઞા લઈ સંય ધમેનો સ્વીકાર કરીશ.દીક્ષા પૂર્વે લાખો સોના મહોરોનું દાન દઈ દાન ધમેની પ્રેરણા અને પ્રરૂપણા કરી.નવ લોકાંતિક દેવો પ્રભુને કહે ધમે પ્રવેતાઓ…ધમે પ્રવેતાઓ.

માગસર વદ ૧૦ ના શુભ દિવસે ૩૦ વષેની ભર યુવાન વયે ત્રીજા પ્રહરમાં છઠ્ઠ તપસ્યા સહિત ક્ષત્રિયકુંડ નગરના જ્ઞાત ખંડ ઉદ્યાનમાં સ્વયં પંચ મુષ્ટિ લોચ કરી સમસ્ત સ્વજનો – પરિજનો અને સારાયે સંસારનો ત્યાગ કરીને અનંતા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી.સંયમ અંગીકાર કરતાં જ પ્રભુને મન : પયેવજ્ઞાન પ્રગટ થયું.

કવિ પ્રવિણ દેસાઈની પંક્તિઓ માણીએ…

હૈયામાં ભાવ જાગ્યા દીક્ષાના જયારથી,

સાદાઈ તે ઘડીથી રાખનારા મહાન,

આભૂષણો સોનાને કપડાં કિંમતી,

સાધન શૃંગાર કેરા ત્યાગનારા મહાન,

આ કાળમાં સાધુ થનારા મહાન.

યૌવન વયમાં સુખ છોડનારા મહાન…આ કાળમાં..

પ્રભુ મહાવીર મોક્ષ માગેમાં મેરૂ પવેતની જેમ અડોલ અને અડગ રહી કર્મો ખપાવી પારગામી થયા…

પ્રભુ મહાવીરના શાસનમાં ૧૪૦૦૦ પૂ.શ્રમણો,૩૬૦૦૦ પૂ.આર્યાજીઓ,૧,૫૯,૦૦૦ શ્રમણોપાસકો,૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ હતાં. જેમાં મગધ અને અંગ દેશના અધિપતિ સમ્રાટ શ્રેણિક મહારાજા, ચંપા નરેશ કોણીક જેવા ભક્તો પણ હતાં કે જેઓ પ્રભુના મંગલ પદાપેણના સમાચાર આપનારનું દારિદ્ર દૂર કરી દેતાં.

પ્રભુએ કમે સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી વૈ.સુદ ૧૦ ના ગોદુ આસને ચોથા પ્રહરમાં છઠ્ઠ તપની આરાધના સાથે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કર્યુ. અસંખ્ય દેવોએ કેવળ મહોત્સવ ઊજવ્યો.કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી જ પ્રભુએ ઉપદેશ – દેશના આપવાનું શરૂ કર્યું. પ્રભુની દેશના અધે માગ્ધી ભાષામાં સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય તેવી,ક્રોંચ પક્ષીની જેવી મંજુલ સ્વરી,મીઠી મધુરી,માલકોષ રાગમાં,ગંભીર અને વૈરાગ્ય સભર ૩૫ ગુણયુક્ત જિનવાણી હોય છે.પ્રભુની અણમોલ વાણીનું શ્રવણ કરવા ૧૨ પ્રકારની પરિષદ આવે તેમાં સૂયોભદેવ પણ આવે અને સુબાહુકુમાર પણ આવે.જિનવાણીનું અમૃત પાન કરી અર્જુન માળી જેવા ખુનીમાંથી મુનિ બની ગયાં, કંઈક ભાગ્યશાળી આત્માઓ ભોગીમાંથી યોગી બની ગયાં, કંઈક હળુ કર્મી આત્માઓ  જીવમાંથી શીવ બની ગયાં. અરે ! પેલા નંદ મણિયારનો આત્મા દેવાધિદેવના દશેન માત્રની ભાવનાથી દેડકો દર્દુર દેવ બની ગયો…શીઘ્ર કવિ પ્રવિણભાઈ દેસાઈ કહે છે…સ્વામી ! તારા સ્નેહનો મને ધરવ નથી,

પ્યાસ છીપતી નથી…

થાય છે કે બસ ! ઘૂંટ પીધા કરું

હજી હજી હજી..સ્વામી તારા સ્નેહનો…….

પ્રભુ મહાવીર કહે છે માનવનો ભવ એટલે અનંતા ભવોનો અંત કરવાનો ભવ…

પ્રભુના સમવસરણની રચના દેવો કરે છે.પ્રભુના ઈન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધર ભગવંતો હતાં. કહેવાય છે પ્રભુ આ ગણધર ભગવંતોને ત્રિપદી આપે અને ગણધરો તેમાથી અંગસૂત્રોની રચના કરે,ગ્રંથસ્થ કરે.પરમાત્મા ૧૦૦૮ ઉત્તમ લક્ષણોના ધારક હોય,૮ પ્રતિહાયે હોય ૩૪ અતિશયો તેમજ ૭૨ કલાઓમાં પ્રવિણ હોય.

જેવી રીતે દાનમાં અભયદાન,તપમાં બ્રહ્મચયે, ઉપવનોમાં નંદનવન, ધ્વનિઓમાં મેઘ ધ્વનિ, હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ, નદીઓમાં ગંગા તેમ મુનિઓમાં, જ્ઞાનીઓમાં, તપસ્વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતાં. અઢાર દેશના રાજા – મહારાજાઓ અને વિશાળ જન મેદની સમક્ષ પરમ પૂણ્યશાળી પાવાપુરીના પ્રાંગણે પ્રભુએ પોતાની અંતિમ દેશના – ઉપદેશ સ્વરૂપે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી વિપાક સૂત્રની વાંચના આપી.જીવનરૂપી દીવામાંથી આયુષ્યરૂપી તેલ પૂણે થવામાં હતું ત્યારે પ્રભુને કોઈ પ્રાથેના કરે કે હે પ્રભુ ! માત્ર બે ઘડીનું આપનું આયુષ્ય વધારી અમારી ઉપર કૃપા કરો.આ સાંભળી ત્રિલોકીનાથ પ્રત્યુત્તર આપે કે ન ભૂતો,ન ભવિષ્યતિ,ન અઠ્ઠે,ન સમઠ્ઠે અથોત્ ભૂતકાળમાં આવું કદી થયું નથી,ભવિષ્યમાં કદી થશે નહીં. મૃત્યુને પાછુ ઠેલવવામાં કોઈ સમથે નથી.આસો વદ અમાસના પ્રભુનો આત્મા આઠેય કર્મોથી મુક્ત થઈ ૭૨ વષેનું આયુષ્ય પરીપૂણે કરી અનંતા સિદ્ધ ભગવંતોની સાથે જયોતમાં જયોત મિલાવી નિવોણ પામી સિદ્ધ, બુધ્ધ અને મુક્ત થયા.

ઉમંગ અને ધર્મોલ્લાસપૂવેક મનોમન જતનાથી બોલો….

અનંત ઉપકારી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનની જય.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.