પર્વાધિરાજ પર્યુષણ પર્વે આજે મહાવીર જન્મ કલ્યાણક વધામણા
અબતક, રાજકોટ
પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગર દરબાર’ના આજે ત્રિશલા નંદન ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકના વધામણા તેમજ ભગવાન મહાવીરના ૨૭ ભવનનું વાંચન ઉપરાંત માતા ત્રિશલાદેવીને આવેલા, ૧૪ સ્વપ્નો અંગે પ્રવચન ધારામાં પુજય ગુરુદેવ ધીરજમુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ભગવાનનું જીવન પ્રેરણા આપે મહા પુરૂ ષના જીવનને સાંભળી આપણે પણ મહાપુરૂ ષ થઇ શકીએ, સમ્પક દર્શન, સાચી શ્રઘ્ધા જીવનમાં જરુરી છે અને અહંકાર, ક્રોધ, સતાનો પાવર વગેરેથી કર્મ બંધાય છે. કર્મ બાંધવા નહી. કારણ કે કર્મ કોઇને છોડતું નથી. ભગવાન મહાવીર પણ તેમાંથી બાકાત રહ્યા નથી તો આપણે તો પામર મનુષ્ય છીએ.
ભગવાન મહાવીરના ર૭ ભવો પૈકી નૈસાર સુથાર કઠીયારો કે જે જંગલમાં લાકડા કાપે તેની વાત કરતા પૂ. ગુરૂ દેવ ધીરજમુનિ મ.સા.એ કહ્યું હતું કે કોઇપણને જમાડીને જમવાના નિયમને અનુસરતા નૈસાર સુથાર કઠીયારાને જંગલમાં સંત મળ્યા અને મોક્ષનો માર્ગ બતાવ્યો. આમ ભગવાન મહાવીર સ્વામિના દસ ભવ દેવગતિ, ચૌદ ભવ મનુષ્ય ગતિ જયારે બે ભવ નર્કગતિ સહિત ૨૭ ભવનું વર્ણન કયુૃ હતું.
જેમાં ભગવાનનો ત્રીજો ભવ ઋષભ દેવના પૌત્ર તરીકે અવતરણ થયું હતું. પરંતુ મારા દાદા કોણ? હું ભાવી તીર્થકર વગેરે અભિમાનના કારણે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ મનુષ્ય ૧૬માં ભવમાં ક્રોધના કારણે પોતાના સંયમ, તપ બળથી કર્મ બાંઘ્યા, આ જગતમાં જગડા ચીજના નહીં પરંતુ ‘જીદ’ના છે. ત્યાં ‘જીદ’ છે ત્યાં જીનેશ્ર્વર નો જન્મ નથી.
ભગવાન મહાવીરના ૧૯માં ભવ અંગે જણાવતા પૂ. ગુરુદેવે કહ્યું હતું કે ભગાવનનો આત્મા કે જેના પીઠના ભાગમાં ત્રણ પાંસળી હોવાથી તે ત્રીપુષ્ટ વાસુદેવ કહેવાયા કે જેને નૃત્યુ સંગીતનો ખુબ જ શોખ હતો. એક વખત રાત્રે નૃત્ય સંગીત સાંભળતા હતા દરમિયાન શૈયા પાલકને બોલાવી કહ્યું કે મને ઉંઘ આવી જાય ત્યારે તું નૃત્યુ સંગીત બંધ કરાવી દેજે બાદ ત્રિપુષ્ઠ વાસુદેવને ઉંઘી આવી ગઇ પરંતુ શૈયા પાલકને નૃત્ય સંગીતમાં અતિ આનંદ આવતો હતો. સવાર પડી, ત્રિપુષ્ટજી જાગ્યા અને જોયું તો નૃત્ય સંગીત ચાલુ હતા. તેને ક્રોધ આવ્યો અને કહ્યું કે મારી આજ્ઞાનો ભંગ? હુકમ થયો કે ગરમ શીશુ (ધાતુ) નો રસ લાવો અને શૈયા પાલકના કાનમાં રેડતા શૈયાપાલકનું મૃત્યુ થયું અને કર્મ બંધાયું અને તે નર્કમાં ગયા.
જીવંત પ્રસારણ જોવા માટે…
‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. ૫૬૧
ડેન નંબર ૫૬૭
સેવન સ્ટાર (મુંબઇ) ૯૭
રીયલ જીટીપીએલ ૩૫૦
ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે
જેથી સતા આવે ત્યારે સાવધાન થવુ સતાનો લીઝમાં મળેલી હોય છે જે કાયમી નથી હોતી. ભગવાનના ત્રેવીસમાં ભવ વિશે જણાવતા પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.એ. કહ્યું કે ર૩માં ભવમાં પ્રિયવૃત કે ચક્રવર્તિ રાજા છ ખંડનું રાજ કે જેને ૬૪ રાણીઓ કે જેની મુખ્ય રાણી કે જે વૈયઘ્ય પર્વતની શ્રેણીમાં આવે છે જે ઠંડીમાં ઉષ્ણતા અને ગરમીમાં શિતળતા આપે વગેરે હોવા છતાં છ ખંડનું રાજય છોડી જેમ કપડામાંથી ધુળ ખંખેરાય તેમ બધું ખંખેરી અને નકિક કર્યુ કે જીવનમાંથી જે જાય છે તે મારુ નથી અને મારુ છે તે જાય નહીં અને તેઓએ નવાણી લાખ માસ ક્ષમણ કર્યા અને ૮માં દેવલોકમાં ગયા.
પૂ. ધીરગુરૂ દેવ એ કહ્યું કે, પચીસમાં ભવમાં તે નંદન રાજકુમાર બન્યા. ત્યારે અગિયાર લાખ એંસી હજાર છસો અને પીસતાલીસ માસ ક્ષમણ કર્યા.આવેલા કોઇ કાયમ ના રહી શકે, કોઇની સાથે કોઇ ના જઇ શકે, મારૂ મારૂ કરીને મરવાના આ સ્તવન ગીતને ટાંકી તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં મળ્યું છે તેનો આનંદ માણવો જોઇએ. જેથી છવીસમાં ભવમાં તેઓ ૧૦માં દેવલોકમાં ગયા. જયારે ૨૭માં ભવમાં પ્રભુનો જન્મ થયો. પૂ. ગુરૂ દેવ દિક્ષા અંગે ચર્ચા કરતા કહ્યું કે જશાપરના સરપંચનો તેરમાં વર્ષે માતાએ કહ્યું બેટા ચોવીયાર કરવો જોઇએ કહેવાય છે કે જીવનમાં મોકો મળે તેને અપનાવી લઇએ તો બેડો પાર થઇ જાય તેમ જસાપરના સરપંચની સેવા બજાવતા બજાવતા એંસી વર્ષે દિક્ષા લીધી જેનું નામ પૂ. પ્રેમમૂર્તિ મહારાજ સાહેબ આ વાસ્તવિકતા દર્શાવી હતી.
પૂ.ધીરગુરૂ દેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ
પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરૂ દેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા
તા. ૪-૯-૨૦૨૧ થી
તા. ૧૧-૯-૨૦૨૧ દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી નિહાળી શકાશે.
માતા ત્રિશલા દેવીને આવેલા સ્વપ્નો અંગે જણાવતાં પૂ. ધીરજમુનિ મ.સા.એ કહ્યું હતું કે માતા ત્રિશલા દેવીને ૧૪ સ્વપ્નો આવ્યા હતા. જેમાં સૂર્ય, ચંદ્ર, ઘ્વજા, પદમ સરોવર, વૃક્ષભ, સિંહ, દેવવિમાન, કળશ, લક્ષ્મી, હાથી, પુષ્પની બે માળા, ક્ષીર સમુદ્ર, રત્નરાશી તેમજ અગ્નિ આમ ૧૪ સ્વપ્નો પૂ. ગુરૂ દેવે એમ પણ જણાવ્યું હતું કે ભગવતી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે કુલ ૭૨ જાતના સ્વપ્નો છે તેમાં અમુક મોટા સ્વપ્નો અને બાકીના સામાન્ય સ્વપ્નો હોય છે. પરંતુ માતા ત્રિશલા દેવી આ ૧૪ સ્વપ્નો જોઇ તેને અપાર આનંદ થયો હતો. અને ભગવાન મહાવીરનો આત્મા નવમાસ અને સાડાસાત દિવસ માતાના ગર્ભમાં રહ્યો હતો.
પૂ. ગુરૂ દેવે એમ પણ કહ્યું હતું કે કયારેય આપણા કર્મ જ એવા હોય સાચી વાત હોવા છતાં સામાવાળા સ્વીકારે નહીં.
તેમાં સામાવાળાનો દોષ હોતો નથી તેનો દાખલો ટાંકતા તેઓએ કહ્યું હતું કે માતાના પેટમાં હલન ચલન થાય તો માતાને વેદના થાય જેથી ભગવાને હલન ચલન કરવાનું બંધ કયુૃ. તો માતાને ખુબ દુ:ખ થયું કે, પેટમા હલન ચલન થતું નથી તો કંઇક અણધાર્યુ તો નહીં થયું હોય ને? આમ ભગવાન ખુદ સારુ કરવા ગયા તો માતાની ચિંતા વધી જેથી ભગવાને માતાના ગર્ભમાં રહી મા-બાપને કયારેય દુ:ખી ન કરવા તેવો પ્રથમ સંદેશ દુનિયાને આપ્યો. ભાવ સારો રાખો તો બધું જ સારુ થશે મા-બાપને રાજી રાખવા માત્ર ખબર અંતર પુછાય તો પણ ઘણું છે તેમ કહી ગુરુદેવ બોલ્યા ‘તું કૈસી હે ઇતના પુછ, માં હો મીલ ગયા સબકુછ’