શનિવારે રાત્રે બાલભવન ખાતે આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંગીતનો કાર્યક્રમ તથા નિરંજન શાહનું સન્માન: રવિવારે જૈનમ દ્વારા શોભાયાત્રા – ધર્મસભા
સમસ્ત સ્થા. જૈન સમાજ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણ મહોત્સવ આગામી તા. ૮/૪ શનિવારના મહાવીર પ્રભાતફેરી નું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલ છે. મહાવીર પ્રભાતફેરી સવારના ૭.૩૦ કલાકે ત્રિકોણબાગથી નીકળી લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, જશવંતભાઇ દોમડીયા ચોક, ભુપેન્દ્ર રોડ, વખારીયા પ્રિન્ટીંગ ખાતે ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આચાર્ય ડુંગરસિંહજી મહારાજ ચોક થઇ વિરાણી પૌષધ શાળા મોટા સંઘમાં મહાવીર સભામાં પરિવર્તન થશે જયાં ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિજી મહારાજ સાહેબ મંગલા ચરણ કરાવી ધર્મ સંદેશ પાઠવશે. રાજકોટમાં બીરાજીત સતીવૃંદ, અનંત ઉપકારી શાસનપતિ મહાવીરનો સંદેશો ફરમાવશે. મહાવીર સભામાં લકકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોનાનો ચેઇન-ગીની, તથા ચાંદીની ગીની તથા ચાંદીની ગીની ભાગ્યશાળી વિજેતાઓને આપવામાં આવશે. મહાવીર સભા પૂર્ણ થયા બાદ પૂ. ગુરુદેવના શ્રીમુખે માંગલીક ફરમાવશે. સવારે ૭.૩૦ કલાકે મુખ્યમંત્રી શાસન થી પ્રસ્થાન કરાવશે.
શનિવારે સાંજે ૭.૩૦ કલાકે, બાલભવન, મહાવીરનગરી, રાજકોટ ખાતે આવો રે… આવો મહાવીર નામ લઇએ નામક ભકિત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ ભકિત સંગીતમાં સુપ્રસિઘ્ધ સત્વનકાર અંકુર શાહ (સુરત) ભાસ્કર શુકલ (રાજકોટ) અને નીધી ધોળકીયા (રાજકોટ) તથા કાર્યક્રમમાં મૃદંગ રાસ અને ટીમ ભકિત સંગીતમાં શ્રોતાઓને રસ તરબોળ કરાવશે. આ સર્વે જૈન-જૈનેતરને પધારવા અને મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંતભાઇ શેઠ અને મધુરમ કલબના મિલનભાઇ કોઠારી હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
જૈનમ દ્વારા ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા આકર્ષક ધર્મસભા, અદભુત સ્વામી વાત્સલ્ય ૪૮ પાલની રચના મુખ્યમંત્રીથી શાસનઘ્વજ સાથે શોભાયાત્રામાં પ્રથમ અભિવાદન કરશે.
જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિને આયોજીત તા.૯ના રવિવારના રોજ ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીરપ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ સાથે યોજાશે. આગામી તા. ૯/૪ ને રવિવારે ૮ કલાકે કિશાનપરા ચોકથી ધર્મયાત્રાનો પ્રારંભ થઇ જીલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક,થઇ ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં મહાવીરનગરી ખાતે ધર્મસભામાં પરિવર્તીત થશે. આ ધર્મયાત્રાના ‚ટમાં સરબતનું વિતરણ જીલ્લા પંચાયત ચોકમાં જૈન સોશ્યલ ગ્રુપ સીટી, મોટી ટાંકી ચોકમાં વર્ધમાન યુવક મંડળ, પંચનાથ મહાદેવ મંદીર ખાતે પંચનાથ મંદીર સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા તેમજ ચૌધરી હાઇસ્કુલ મહાવીરનગરી ખાતે જૈન યુવા જુનીયર ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવનાર છે.
આ ધર્મ મહોત્સવમાં રાજકોટના પનોતા પુત્ર અને જૈન સમાજના ગૌરવ‚પ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી પણ વિશેષ હાજરી આપશે. આ મનમોહન સમીયાણામાં વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી મૂર્તિપૂજક સંધોના સાધુ-સાઘ્વીજીઓની પાવન નિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીશ્રીઓ આશિવર્ચન ફરમાવશે. મહાવીર સ્વામી જન્મકલ્યાણ મહોત્સવના સ્વામી વાત્સલ્યના પાસ તમામ ઉપાશ્રય તથા દેરાસર, દિગંબર મંદીર, શ્રીમદ રાજચંદ્ર મંદીર સહીતની સંસ્થામાંથી વ્યકિત દીઠ ‚ ૨૦ આપી પાસ મેળવી લેવા. પાસ વિતરણ તા.પના બુધવાર સુધી જ કરવામાં આવશે. તો પાસ સમયસર મેળવી લેવા એક યાદીમાં જણાવાયું છે. માંડવી ચોક દેરાસર સંચાલીત મહાવીર સ્વામી જીનાલય (જાગનાથ દેરાસર) ખાતે વિરપ્રભુના જન્મકલ્યાણ મહોત્સવ નિમિતે ‚ા ૫૦,૦૦,૦૦૦ ના સાચા હિરાની ભવ્ય આંગી તૈયાર કરવામાં આવશે. જેના દર્શન લાભ સાંજે ૬ થી ૧૨ દરમ્યાન લેશો. તદઉપરાંત સુપ્રસિઘ્ધ જૈન ભકિતકારો નીધી ધોળકીયા, દિનેશભાઇ પારેખ, શૈલેષભાઇ વ્યાસ તથા ધર્મેશભાઇ દોશીના સુમધુર કંઠે જૈન સ્તવનોની રમઝટ બોલાવાશે. ભકિતરસ માણવા જીતુભાઇ ચાવાળા તેમજ ત‚ણભાઇ કોઠારી વગેરેએ અનુરોધ કર્યો છે.