જન્મથી આજીવન સંઘર્ષ કરનાર
ભગવાન રામ આદર્શ જીવન અને કૃષ્ણનું જીવન દરેક પ્રકારની નીતિ શીખવે છે
‘ગીતા’-જ્ઞાનની સરિતા, જીવનની કવિતા
જેલમાં જેનો જન્મ થાય, શિશુ વયે માતા દેવકીને છોડવા પડે, યશોદાજીને ત્યાં ઉછેર થાય, બાળપણમાં મામા કંસનો વધ કરવો પડે, સો-સો ગાળો સહન કરીને શિશુપાલનો વધ કરે, રાધા અને ગોપીઓનો અંતરનો પ્રેમ છતાં બધાંને મૂકીને દ્વારિકા આવે, દ્વારકામાં સુદામા જેવા મિત્રનું સ્વાગત પણ કરે અને 56 ભોગ મૂકી તાંધુલ આરોગે… આવા તો અનેક કર્મો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવન દ્વારા લોકોને કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે.
આવા ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે કુરૂક્ષેત્ર રણભૂમિમાં અર્જુનના સારથી બની યુધ્ધભૂમિ ઉપર જ શસ્ત્રો હેઠાં મૂકી વિષાદ કરે ત્યારે કર્મ, ભક્તિ, જ્ઞાન યોગના માધ્યમથી માત્ર અર્જુનને નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વને જાણે સંદેશો આપે છે.
ત્રીજી ડિસેમ્બર એટલે ‘ગીતા જયંતિ’ હજ્જારો વર્ષ પછી પણ ભગવદ્ ગીતાના એક-એક શ્ર્લોક, એક-એક ચરણ, જો કે એક અક્ષર લોકોને દરેક ક્ષેત્રમાં દિશારૂપ બને છે.
ગીતા મહાત્મ્યમાં જ ભગવાન કહે છે ‘ગીતા મે પરમાવિદ્યા’ ગીતાએ જ મારી પરમ વિદ્યા છે.
‘યોગ: કર્મશુ કૌશલમ્’ જેવા સૂત્રો આજે પણ એવું સમજાવે છે કે યોગએ કર્મનું કૌશલ્ય છે.
‘મામેકમ્ શરણમ્ વ્રજ:’ જે મારી શરણે આવે છે તેનો દરેક મુશ્કેલીઓ, સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે.
ભગવાન શ્રીકૃષ્ણના આવા સૂત્રો સંદેશ અને ઉપદેશ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ અનુસરતા હોય તેમ તેમની યોજના, રાષ્ટ્ર ધર્મ અને તેમના કાર્યો પરથી જણાય આવે છે.
ભગવાન શ્રીરામએ મર્યાદા પુરૂષોત્તમ છે તો ભગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણ પુરૂષોત્તમ છે.
ભગવાન રામના જીવનમાંથી લોકોને આદર્શ જીવનની પ્રેરણા મળે છે તો શ્રીકૃષ્ણ પાસેથી તમામ પ્રકારની નીતિ શીખવા મળે છે.
કૌરવો અને પાંડવો વચ્ચે સર્જાયેલી કટોકટીની વેળાએ પણ પૂર્ણ પુરૂષોત્તમ અને યોગેશ્વર એવા શ્રીકૃષ્ણ અર્જુનને સ્વધર્મભિખુમ કરવા ગીતારૂપી જ્ઞાનગંગા વહાવી અર્જુનને માત્ર શરીર નહીં આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપે છે.
એક સમયે જ્યારે અર્જુનના પ્રશ્ર્નોના જવાબ આપવા ભગવાન શ્રીકૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે.
દુનિયાના દરેક મહાન ગ્રંથો કોઇ એક દેશ કે જાતિના નથી હોતાએ શાશ્ર્વત, સાર્વભૌમિક હોય છે. ભગવદ્ ગીતાને પણ આપણે આવો વૈશ્વિક ગ્રંથમાં સમાવી શકવાનું ચોક્કસ ગૌરવ લઇ શકીએ.
‘ગીતા’-જ્ઞાનની સરિતા, જીવનની કવિતા
આંધળા ધૃતરાષ્ટ્ર અને દૂરાચારી દુર્યોધનના અનહદ અત્યાચાર અને અન્યાય સામે આક્રોશનો જન્મ થયો . અને છંછેડાયું મહાભારત, ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્ર , કારવો સામે પાંડવો (શુભ વૃતિઓ) ની સેના સુસજ્જિત થઈ , સામ સામે ઉભી રહી ગઈ . અર્જુન આ બન્ને સેનાઓના વિશાળ સમુદાયને નિરખી રહ્યો છે અને એકાએક તેના વદન ઉપર વિષાદનાં વાદળો ઉમટી આવ્યા ! કૃષ્ણ પરિસ્થિતિ સમજી ગયાં . અર્જુનને કહ્યું ” કેમ અર્જુન , આ લોકોને તે કયારેય જોયા નથી ? ’ ’ ત્યારે અર્જુન કહે છે કે , “ગુડાકેશ ( નિદ્રાના સ્વામી ) , મારા છે અને એને મારવા , મારા પોતાનાને જ મોતને ઘાટ ઉતારવા ! નથી જોઈતી આ સત્તા અને સંપત્તિ જૈ સંહારના બળ મળે . પોતાનાને મારીને મેળવવું એના કરતા છોડી દેવું બહેતર છે . ત્યારે શ્રીકૃષ્ણ જવાબ આપે છે કે , “હૈ ! ધનંજય , વ્યકિતગતરૂપમાં કોઈને મારવાથી તને જરૂર પાપ લાગશે પરંતુ સમસ્ત રાષ્ટ્રનું જેમાં હિત સમાયેલું હોય , સમાજના કલ્યાણને હેતુ માટે જે કાર્ય કરવાનું હોય ત્યારે વ્યકિતગત લાભ ન જોતાં સમાજના કલ્યા માટે જોવું જોઇએ . ” ત્યારે અર્જુન કહે છે , ’ ’ હું શું કરું ? ” ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે , ” આ તરી એક વ્યકિતગત સમસ્યા નથી , સામાજિક સમસ્યા છે . જે તને આજે અન્યાય અને અત્યાચાર કરી શકે તે કાલે સમાજના અન્ય વ્યકિતને પણ કરશે . તો પછી કોઈ દ્રોપદીની ઈજ્જત સુરિક્ષત નહીં રહે . તું બદલો લેવાની ભાવનાથી નહીં પણ સમાજના સુરક્ષા માટે યુદ્ધ કર . તું સુખ – દુ : ખ , જન્મ – મૃત્યુ , હાર – જીત વગેરે એક સમાન સમજી માનવ કલ્યાણાર્થે યુદ્ધ કર તો તને ગ્લાનિ નહીં પરંતુ પ્રસન્નતાનો અનુભવ થશે ! ’
‘ અર્જુન કહે છે કે, “એ તો બરાબર પરંતુ મારા વડીલો, ગુરૂઓ સામે હું હથિયાર કેમ ઉપાડું ?’
કૃષ્ણ કહે છે કે, ’આ તારો મોહ છે. જન્મ અને મૃત્યુ તો થવાનું જ છે . મૃત્યુ એ તો જૂના વસ્ત્રો કાઢી નવાં વસ્ત્રો પહેરવા સમાન છે. તું સ્વાર્થભાવ વગર કર્મ કર. કર્મ કરવું એ માનવધર્મ છે. તું સ્થિતપ્રજ્ઞ થઈને યુદ્ધ કરે આ માટે કદાચ નરકમાં જવું પડે તો નરક પણ નંદનવન જેવું લાગે છે માટે નિર્બળતા છોડી સમાના હિત માટે યુદ્ધ કર !
કૌરવો અને પાંડવો વચ્ચે સર્જાયેલી અકલ્પ્ય કટોકટીની પળોમાં પૂર્ણ પુરુષોતમ અને પરમ યોગેશ્વર શ્રીકૃષ્ણે અર્જુનતે સ્વધર્મભિમુખ કરવા , કુરુક્ષેત્રના મેદાનમાં વહાવેલી ગુહ્યતમ જ્ઞાનગંગા એટલે આ ગીતા, જેનો પ્રવાહ આજે પણ એવો જ દરેકને નવ – પલ્લવિત કરી રહ્યો છે .
પ્રત્યેક શુદ્ધ હૃદયી (નર) દિવ્ય ચેતના , શકિત વિશ્વ – કલ્યાણની જ ભાવના રાખનાર અને તે માટે જ્ઞાન-બોધ અર્પવાર (નારાયણ) નો સુંદરતમ દિવ્ય સંવાદ , સંયમ , જ્ઞાન – ગુટીકા એટલે ભગવદ્ – ગીતા.
દુનિયાના દરેક મહાન ગ્રંથો કોઈ એક દેશ કે જાતિના નથી. તે શાશ્વત અને સાર્વભૌમિક છે . ભગવત – ગીતા આ શ્રેણીના ધર્મગ્રંમાં આવેલ છે . તે ફકત હિંદુઓની જ નથી . સમગ્ર માનવ જાતની છે . ગીતા સંદેશ આજે પણ એટલો જ ઉપયોગી છે, જેટલો સદીઓ પહેલા હતો .
જયારથી મનુષ્ય પૃથ્વી પર આવે છે . માતાની ગોદમાંથી પાર્થિવ શરીરના અંત સુધી પ્રકૃતિ અને માયાનો શિકાર મનુષ્ય એક એવા સહારાની શોધમાં રહે છે, જેનાથી એને પ્રકૃતિના પ્રપંચોથી છૂટકારો મળે. પ્રપંચોનો નાશ થઈને તેને શાશ્ર્વત શાંતિ મળે. સંસારના ચક્રથી છૂટકારો મળે. મૂકિત મળે.
આ સંસારરૂપી મહાસાગરના જુદા જુદા તરંગરૂપી મનુષ્યના ભેદ બુદ્ધિ રાખવી , ધર્મની હત્યા છે. માનવીનું હૃદય નથી યુરોપીય કે નથી ભારતીય , તે કેળવ માનવી છે. માટે ભય , નિર્બળતા , નિ:સહાયતા , કામ , ક્રોધ , લોભ , મોહ , મદ – મત્સરનો ખેલ જે જગતભરમાં ફેલાયેલો છે , તે મનુષ્યમાત્રનો પ્રશ્ર્ન છે . આ પ્રપંચમાંથી શાંતિ મનુષ્યમાત્રનું એક જ ધ્યેય છે. આ ધ્યેય સુધી પહોંચવા માટે ભગવત ગીતામાં જે ધર્મ બતાવેલ છે તે બધા મનુષ્ય માટે છે.
વસ્તુત: આજના કહેવાતા આધુનિક માનવને ગીતાના સંદેશની તાતી જરૂર છે . જો તે વૈજ્ઞાનિક અને યાંત્રિક તનાવ તથા ચિંતાઓથી છુટકારો મેળવવા માગતો હોય તો તેણે ગીતામાંથી પ્રેરણા લેવી જોઈએ.
ભગવતગીતા જીવનના યથાર્થ દર્શનનાં શાશ્વત મૂલ્યોનો સંદેશ – ગ્રંથ છે. ગીતા જીવનનો મર્મ સમજાવે છે, જેથી આધુનિક માનવીની સમયાનો ઉકેલ શોધવામાં મદદ મળે . ગીતા માનવને સાચા ખમીર અને ખુમારીથી જીવતા શીખવે છે. ગીતા માનવજીવનને જીવવાની સાચી કલા શીખવે છે . ગીતા ભારતીય સંસ્કૃતિ તથા વિશ્વના તમામ ધર્મ અને ધર્મ ગ્રંથોનું સાર તત્ત્વ છે.
ભગવત ગીતા કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે, તે બતાવે છે કે , યથાર્થનો બોધ થયા પછી જ યથાર્થ કર્મ થઈ શકે છે . ગીતાના મત મુજબ યથાર્થ બોધ માનવમનની એક એવી સ્થિતિ છે , જેમાં નિર્વિકાર ધ્યાન કરી શકે છે . આ અવસ્થામાં પ્રતિકળતાઓનું નામનિશાન પણ રહેતું નથી . મન ઈચ્છા , વાસનાનાં કાદવ , કિચડમાં ગંદુ થઈ ગયું છે . તે વિવેક બુધ્ધિના જળથી શુદ્ધ થઈ ઝળહળી ઉઠે છે . બીજા શબ્દોમાં કહીએ તો , બુદ્ધિ અને માનવમાંથી અતિમાનસ તરફ લઈ જાય છે .
અહીં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે , શું ગીતા મનુષ્યને આધ્યાત્મકના માર્ગ પર ચાલવા માટે દુનિયાદારી છોડવાનું કહે છે ? શું ગીતા મનુષ્યને કર્મનો ત્યાગ કરવાની સલાહ આપે છે ? અહીં ગીતાના સંદેશની શ્રેષ્ઠતાની
પરાકાષ્ઠા તો જુઓ ! તે કહે છે કે , આધ્યાત્મિક લક્ષ્યની શોધ જીવનના રોજ બરોજના વ્યવહારમાં કરવી જોઇએ . કર્મથી દૂર ભાગ્યા વગર દરેક કામ સારી રીતે કરીને દરેક મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
મનુષ્ય થથાર્થ કર્મ કેવી રીતે જાણે ? ગીતા આપણને બતાવે છે કે , મનુષ્ય જયારે પોતાને પ્રતિક્રિયાથી મુકત કરે છે ત્યારે તે ઉંડી ગૂઢ નિષ્ક્રિયતાની અનુભૂતિ કરે છે . નિષ્ક્રિયતા અથવા અકર્મ જ અથવા ક્રિયા કરવા માટેની ઉત્તમ પૃષ્ઠભૂમિ છે કર્મ યથાર્થ હોવું જોઈએ અને ક્રિયા પોતાના વ્યકિતગત વિચારોથી મુકત હોવી જોઈએ . આ છે યથાર્થ કર્મના સંબંધમાં ગીતાનો જવાબ.
વ્યકિતનું આધ્યાત્મિક પુનરુત્થાન થશે તો જ સુખી સમાજની રચના થશે . માનવમાં પ્રાણ ફૂંકનારો અને શકિત આપનારો આ એક એવો સાશ્વત સંદેશ છે , જે યુગોયુગો સુધી ધ્રુવ તારાની જેમ માનવજાતિને માર્ગદર્શન આપતો રહેશે .
ગીતાનો સંદેશ સમસ્ત માનવજત માટે છે. ગીતાનો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સંભળાવ્યો હતો, પરંતુ તે દ્રષ્ટિકોણથી ઊંચા ઉડીને જઈએ તો આ સંદેશ બધા માનવો (આત્મા) માટે છે , જે બધાના અંતરમાં જ્ઞાનરૂપથી રહેલ છે . ગીતાનો પવિત્ર સિદ્ધાંત વર્તમાન માટે જ નહિ , પરંતુ ભવિષ્ય માટે પણ છે , કેમ કે તે સર્વથા અને સાર્વભૌમ છે .
– ઘનશ્યામ ઠકકર
ગાયત્રી ઉપાસક