પાળની પવિત્ર ભૂમિ પર ઠાકર મંદિર રામદેવપીરની સમાધીનું કરોડોના ખર્ચા થશે જીણોધ્ધાર, તુલસી વિવાહમાં ભગવાનની ભવ્યજાન, લગ્ન ઉત્સવમાં ભવ્ય લોકડાયરા સહિતના આયોજનો
અલૌકિક ધર્મભૂમિ તરીકે પ્રખ્યાત શ્રી નકલંક મંદિર સંત રામદેવપીરના ઠાકર ધણીની મોટી જગ્યા પાળ મુકામે તુલસી વિવાહ સહિતના ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પાળની પવિત્ર ભૂમિ પર સંત શ્રી ભગત આંબેવ મેપાને ભગવાનના સાક્ષાત્કાર થયા હતા. તે પવિત્ર ભૂમિ પર તુલસી વિવાહ ધર્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની ડેલિગેશન વિઝિટે આવેલા મહંતટિટા ભગત, રણજીતભાઈ, જગદીશભાઈ રામાણી, અશોકભાઈ ચાવડીયા, નિલેશભાઈ ચાવડીયા, રમેશભાઈ ચાવડીયા, બાબાભાઈ ચાવડીયા, કેતનભાઈ ચાવડીયા, મહેશભાઈ ચાવડીયા, રાજુભાઈ બચુભાઈ ચાવડીયા, શ્યામભાઈ ચાવડીયા, વિક્રમભાઈ, નંદાભાઈ અને લાભુભાઈ જલુભાઈ લપસરી વાળાઓએ માંગલિક પ્રસંગો અંગે વિગતો આપી જણાવ્યું હતું કે ન ભૂતો ન ભવિષ્યતિ જેવા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.માંગલિક પ્રસંગોનો પ્રારંભ 14/11 રવિવારે સવારે 10 વાગે મંડપ મૂહુંર્ત થી થશે અને સાંજે સાત વાગે મહાપ્રસાદ રાત્રે આઠ વાગે ભગવાનનું ફુલેકું ફરશે અને 15મી સોમવારે બપોરે બે વાગે લાભુભાઈ રામભાઈ જલુ આહીર લાપાસરીના આંગણે થી ભગવાનની ભવ્ય જાન વિદાય થશે, આ જાનમાં ઠાકોરજી બાલકૃષ્ણ શાલિગ્રામ ભગવાનની જાન હેલિકોપ્ટર, ઘોડા બગી પાલખી બળદગાડા અને હજારો જાનૈયા સાથે લાપાસરી ગામે લાભુભાઈ મેરામભાઈ જલું ને ત્યાં તુલસી માતા ને પરણશે,
આ ભવ્ય લગ્ન મહોત્સવમાં 14 નવેમ્બરે રાત્રે 9 વાગે પાળ ખાતે ઠાકોરજીના વિવાહ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં પ્રખ્યાત કલાકારો ભોજાભાઇ ભરવાડ આકાશ નવડીયા, ભૂમિબેન આહીરનો કાર્યક્રમ યોજાશે. નકલક ભગવાનની ફૂલવાડી ભગત પરિવાર સમાધિસ્થાન ખાતે યોજાનારા આ મહોત્સવમાં ભાવિકોને વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.