પાંચ હજાર વર્ષ જુના પૌરાણીક મંદિરનું નિર્માણ ગાયનો પરચો જોઈ રાજા કનકસિંહે કરાવ્યો તો
સૌરાષ્ટ્રભરમાં પવિત્ર શ્રાવણની શિવ પુજાનો ધર્મમય માહોલ છે ત્યારે માંગરોળથી સાત કિલોમીટર દૂર આવેલ 5000 વર્ષના પૌરાણીક કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણની શિવપુજાનું અનેરૂ મહત્વ છે. અહી ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં શિવપુજા કરી હતી.
કામનાથ મહાદેવ જે માંગરોળથી સાત કિ.મી નાં અંતરે આવેલ છે. કામનાથ મહાદેવ અંદાજે 5000 વર્ષ જુનુ પૌરાણીક મંદીર છે. જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમા પણ હોવાનું મનાય રહ્યુ છે…..ભગવાન કૃષ્ણ દ્વારીકાથી ભાલકા તીર્થ જતી વખતે જયા ભગવાન કૃષ્ણએ રાતવાસો કર્યાનો અને મહાદેવ કામનાથ ની પુજા કરેલી અને પોતાના વિચારોથી આગમ ચેતીના ભાગરૂપે અંતિમ દિવસોમાં આયુધ શંખ,ચક્ર, ગદા,પદ્મ મંદિરની બાજુમા આવેલ નોળી નદિ ના પદ્મ કુંડમા પધરાવેલ જે આજે પણ લોકોને કામનાથ નદી વિસ્તારમા થી નાના પથ્થરો સ્વરૂપે મળે છે….
આ રિતે અનેક વિધ શિવ મંદિર નો મહિમા છે જે પ્રાચિન ઈતિહાસ ના મહીમા સાથે જોડાયેલ હોવાનું મનાઈછે . આવો જ એક મહીમા છે માંગરોળની નોળી નદી કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલ કામનાથ મહાદેવનો છે.
કોટડા નામક કંકાવટી નગરીમાં કનકસિંહ નામ ના રાજા રાજ કરતા હતા, તેની પાસે સુંદર મજાની ગૌરી ગાય હતી રાજા ગાયને ચરવા માટે કોટડા ના વગડા મા મોકલી દેતા ગાય ચરી ને સાંજ વેળાએ કનકસિંહ રાજાના દરબારમા પરત પોહચતી બનવા જોગ એક દિવસની વાત છે કે ગાય ચરતી ચરતી એક રાફડા પાસે ઉભી રહી ગઇ અને ગાયના આંચળમાંથી દુઘ આપો આપ જરવા લાગ્યુ ગાયનું દુધ સંપુર્ણ રાફડા ઉપર જરી ગયુ આ ધટના રોજબરોજની બની એક દિવસ બે દિવસ ચાલી આમ સાત દિવસ વિત્યા ગાય ને ગોવાળ જ્યા દોહવા જાય અને દૂધ ન આવતા ત્યારે આ દ્રષ્ય જોય શંકા લાગી તેને તરત જ કંકાવટી નગરી મા રાજા કનકસિંહ ને વાત કરી કે આપણી ગાયનું દુધ કાતો કોઈ દોહી લેય છે કાતો કોક વાછરડો દૂધ પી જતો હોય આ વાત સાંભળી રાજા કનકસિંહ તરત જ ગાય નું રખોપુ કરવા રાજ સૈનિકોને લગાડેલ ગાય રોજ ની જેમ ચરવા જતી તેમ નિકળી આ ગાય ચારો પાણી કરી રાફડા પાસે જતી રહેતી રાજ સૈનિકો તેની પાછળ પાછળ છુપાંતા રખોપુ કરેલ જયા સાંજની વેળા થયને ગાય રાફડા ની માથે ઉભી રાજ સૈનિકો આ જોય અંજપા મા પડી ગયા તરત જ ગાયના આંચળમાંથી દુધ જરવા લાગ્યુ આજોઈ સૈનિકો ચોકી ઉઠ્યા દોડીને કંકાવટી નગરીના રાજાને સંપૂર્ણ વાત કરતા રાજા સવાર ના સમયે પોતાના સેવકો નગરવાસીઓ ની સાથે તે રાફડા પાસે આવેલ અને રાફડો ખોદવા માટે જેવો ત્રિકમ નો ધા મારીયો ત્યા રાફડો ખસેડતા રાફડા માંથી કાળતરો નાગ પોતાની ફેણ ઉભી કરી ને બહાર નિકળેલ સાથો સાથ રાફડા માં શીવલીંગ નિકળેલ તે જોઈ ત્યારથી કનકસિંહ રાજા આ સ્વયંભૂ શિવલીંગ શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી પુજા કરીને સ્થાપીત કરેલ અને નામ આપ્યુ કામનાથ મહાદેવ ભક્ત જનો કોઈ કામનાથ મહાદેવ તરીકે પુજે છે તો કોઈ કામેશ્ર્વર મહાદેવ તરીકે ઓળખે છે . અને આ રીતે રાજા રજવાડા ના વખતો થી પુજાય છે અને શ્રાવણ માસના છેલ્લા ત્રણ દિવસ અહીયા મોટો મેળો ભરાય છે
સાથે સાથે લોકો પોતાના સ્વજનો ની મોક્ષગતી માટે કામનાથ મહાદેવના મંદિર ના સાનિધ્ય પાસે નોળી નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક પીપળાનું ઝાડ આવેલ છે પીપળે પાણી રેડવા પણ મોટી માત્રામા આજુ બાજુ ગાંમડા તેમજ શહેર ના લોકો ઉમટી પડે છે…..
કામનાથ મહાદેવના સાનીધ્યમા શ્રાવણ માસ નિમિતે વિવિધ પુજા ઓ શણગાર તેમજ મહાદેવને થાળ ઘરવામા આવે છે. ખાસ કરીને વાત કરીએ તો સોમનાથ મહાદેવની જેમ અહીયા પણ પુજા કરવામા આવે છે જેમા સોમવાર ના દિવસે વિશેષ પુજા હોય છે રાત્રીની બાર વાગ્યે થી મહાપુજા આરતી થાય છે જેમા મહાદેવ ને સુંદર પુષ્પોથી સણગાર વામા આવે છે અને આરતી કરવામા આવે છે . આ મહાપુજામાં માંગરોળ તાલુકાના હજારો શીવ ભક્તો ઉમટી પડે છે…..હાલમા શ્રી કામનાથ મંદિર ના મહંત શ્રી ઇશ્વર ભારથી વંશ પરંપરાગત રીતે મંદિરની સેવાપૂજા અને દેખભાળ કરે છે…….
આ વર્ષે શ્રાવણ માસ સોમવાર ના દિવસે થી શરૂ થઈ સોમવારે પૂર્ણ થતો હોય જે રીતે આ વર્ષે શ્રદ્ધાળુ અને સતત પાંચ સોમવારનો લાભ મળસે અને કહેવાય છે કે આ શ્રાવણ માસ વરસોથી સોમવાર થી સોમવાર અને પાંચ સોમવાર આવતા હોવા નો યોગ આવ્યો હોવાનુ મનાય છે આ વર્ષ કામનાથ મહાદેવના સાનિધ્યમાં મેળો 31/ 8/ 24 ના રોજ તેરસ તેમજ 1/ 9/ 24 ના રોજ ચૌદસ અને 2/ 9/ 24 અમાસ ના રોજ આ મેળાની સમાપ્તિ થાય છે….. આ પછી પણ આખું વર્ષ અલગ અલગ દિવસોમાં લોકો ફરવા તેમજ મહાદેવના દર્શન માટે લોકો આવતા જ રહે છે અને આ પરંપરા ઓ વરસોથી ચાલી આવે છે……