- આવો ગુરુકુલ જેવો સંસ્કાર સભર શરદોત્સવ ભારતમાં ક્યાય ઉજવાતો જોયો નથી.: શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી
- સંતો તથા સમૂહરાસની રમઝટ વચ્ચે ઉજવાયેલ એસજીવીપી ગુરુકુલમાં દિવ્ય શરદોત્સવ ઉમટેલ માનવ મહેરામણ
શરદઋતુની રાત્રિઓને “શરદોત્ફુલ” કહેવાય છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાને બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. શરદપૂર્ણિમાનો રાસ એટલે મદનમાન ભંગ લીલા.
આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા. અને જેટલા સંતો હતા તેટલા સ્વરુપો ભગવાને ધારણ કરી રાસ લીધો હતો.આજનો દિવસ સમસ્ત ભારત માટે અતિ આનંદ અને ઉમંગનો છે.
શરદપૂર્ણિમાના પર્વે ભગવાન શ્રી કૃષ્ણે વ્રજસુંદરીઓને અમર બનાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રસરાજ છે. તેનો રસ ક્યારેય નિરસ થતો નથી. ઉપરોકત શબ્દો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ઉજવાઇ રહેલ શરદોત્સવ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ઉચાર્યા હતા.
માધવપ્રિયદાસજી સ્વામીએ તથાપુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન કરી પ્રથમ આરતિ ઉતારી કાર્યક્રમની શરુઆત કરાવી હતી.ત્યારબાદ ધર્મજીવન હોસ્ટેલના વિદ્યાર્થીઓ,રીબડા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ વિવિધ રાસ ઉપરાંત ખાસ કરીને મણિયારા રાસનીરમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે અહી બાળકોને શિક્ષણ સાથે જે સંસ્કારનુ સિંચન થાય છે તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. આવો ગુરુકુલ જેવો સંસ્કાર સભર શરદોત્સવ ભારતભરમાં ક્યાય ઉજવાતો જોયો નથી. યુપી શિક્ષણ મંત્રી શ્રી યોગેન્દ્ર ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે આવુ સંસ્કારમય ગુરુકુલ આગ્રામાં બને તો તમામ મદદ અમે કરીશું.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃ્થ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુક્તો સાથે પધારે છે. સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા
ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ આર.ઢોલરિયા, નવિનભાઇ દવે, ત્રિકમભાઇ ઝાલાવાડિયા, માનવ અધિકારપંચના અધ્યક્ષ ભટ્ટ સાહેબ,વી.એસ ગઢવી , યુપીથી ગણેશજી જાદવ, પદ્મશ્રી ભીખુભાઇ ગઢવી, સીંગ કુલપતિ કર્ણાવતી યુનિ., ગાંધીનગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.