જગન્નાથ ભગવાનને પૃથ્વીના વેકુઠ માનવમાં આવે છે . બ્રહ્મ અને સ્કંદ પુરાણના અનુશાર પૂરીમાં ભગવાન વિષ્ણુને પુરષોતમ નીલમધાવના રૂપમાં અવતાર લીધો હતો. આહયા તે સબર જતીના પરમ પૂજ્ય દેવતા બની ગયા છે. સબર જનજાતિના દેવતા હોવાના કારણો આહયા ભગવાનનું રૂપ કલિબાઇ દેવતા જેવુ છે. જગન્નાથ મંદિરની મહિમા દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રશિદ્ધ છે. ભગવાન જગન્નાથને વર્ષમાં એક વાર તેમના ગર્ભગૃહથી નીકળીને યાત્રા કરાઇ છે. આજ આ યાત્રાનો શુભારંભ થયો છે. યાત્રાની પાછળનું કારણ આ માન્યતા છે કે ભગવાન પોતાના ગર્ભગુહથી નીકળીને પ્રજાના સુખ-દુખને જોવે છે.
આ છે ભગવાન જગન્નાથ અને તેમની રથયાત્રાનું રહસ્ય……..
પૂરી રથયાત્રામાં બલરામ, શ્રી ક્રુષ્ણ અને દેવી શુભદ્રા ના ત્રણ અલગ અલગ રથ નિર્માણ તૈયાર થાય છે. રથયાત્રામાં સૌથી આગળ બલરામજીનો રથ હોય છે તે પછી દેવી શુભદ્રા નો રથ હોય છે. અને સૌથી પાછળ ભગવાન જગન્નાથ શ્રી ક્રુષ્ણનો રથ હોય છે. તેના રંગ અને તેની ઊચાઇથી ઓળખી જવાય છે. પૂરીમાં આવેલું જગન્નાથનું મંદિર ચાર ધામોમાં એક છે . આ ધામ લગભગ 800 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ 45.6 ફૂટ ઊચો, બલરામના તાલધ્વજ રથ 45 ફૂટ ઊચો અને દેવી શુભદ્રાના દર્પદલરથ 44.6 ફૂટ ઊચો હોય છે.