ગુજરાતમા અષાઢી બીજનો તહેવાર એટલે શ્રી જગ્ગનાથજીની રથયાત્રાના દશઁનનો લાહ્વો. સૌ પ્રથમ અમદાવાદ ખાતેથી શરુ થનારી ભગવાન શ્રી જગ્ગનાથજીની રથયાત્રા હવે રાજ્યના અનેક શહેરોમાં નિકળે છે ત્યારે ધ્રાગધ્રા શહેરમા પણ છેલ્લા કેટલાક વષોઁથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરાય છે. ભગવાન જગ્ગનાથ પોતાના મોસાળમાથી પાછા ફરતા હોવાની કથાને લઇને આ યાત્રા નિકળતી હોવાનુ ઇતીહાસ જણાવે છે. ત્યારે ધ્રાગધ્રા શહેરના સંસ્કારધામ ગુરુકુળ અને હિન્દુ સંગઠનનોના સંકલનથી નિકળતી જગ્ગનાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી છે તેવામા ધ્રાગધ્રા ખાતે આ રથયાત્રાની તૈયારી તેજ કરી દેવામા આવી છે. આ વખતે ધ્રાગધ્રા ખાતે નિકળતી ભગવાનની રથયાત્રા સમગ્ર જીલ્લામા સૌથી મોટી રથયાત્રા જેમા અનેક હિન્દુ સંગઠન, સામાજીક સંસ્થાઓ, દરેક સ્કુલના સંચાલકો તથા વિધાથીઁઓ સહિત રાજકીય આગેવાનોને આમંત્રીત કરાયા છે. ધ્રાગધ્રા કૃષ્ણ-બળદેવજીની હવેલી પાસેથી નિકળી સમગ્ર શહેરના રાજમાગોઁ પર ફરશે જેમા મોટી સંખ્યામા પોલીસ કાફલો ઉપસ્થિત હશે. શહેરમા શાંતિ જળવાય રહે તે માટે જીલ્લાભરના પોલીસની બાજ નજર સતત રયાત્રાના રુટ પર હશે. સુરેન્દ્રનગર જીલ્લા તથા જીલ્લા બહારયી અનેક આમંત્રીત મહેમાનો તથા ધમઁપ્રેમી જનતા રથયાત્રામા જોડાય સાથે તમામ લોકો શાંતિથી અને એકતા સાથે ભગવાન શ્રી જગ્ગનાથજીની રથયાત્રા માણવા રથયાત્રા સેવા સમિતી તથા સંસ્કારધામ ગુરુકુળના સંચાલકોએ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.