ડો.બાબાસાહેબ આંબેડકરે કહ્યુ હતુ મારો જન્મ હિન્દુધર્મમા થયો પરંતુ હું હિન્દુધર્મમા મરવા નથી માંગતો.આથી જ બહુ શરુઆતમા ઇસ્લામની તરફદારી કરનારા બાબાસાહેબને સત્ય જ્ઞાત થયા પછી સત્ય,પ્રેમ અને અહિંસાનો માર્ગ પ્રશસ્ત કરનારા હિન્દુધર્મના અવિભાજ્ય અંગ એવો બૌદ્ધધર્મની દિક્ષા પોતાના મૃત્યુના 52 દિવસ પહેલા અનુયાયીઓ સાથે ચૈત્યભૂમિ -નાગપુર ખાતે ગ્રહણ કરી.
સમાજને એક સંદેશ આપ્યો કે રાષ્ટ્રને પોષક અને અખંડ રાખનારા , વર્ષોથી પિડીત એવા સમાજમા પોતાના પર થયેલા દમન સામે વેર લેવા માટે નહી પરંતુ ચિતને શાંતિ અને જગતને પ્રેમનો સંદેશ આપનાર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.ગૌત્તમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મની મહત્તાનો સ્વામી વિવેકાનંદે પણ સ્વીકાર કર્યો છે.1 ફેબ્રુઆરી , 1890 મા ગાજીપુર , ઉત્તરપ્રદેશની એક સભા તેમણે કહેલુ બુદ્ધ મારા ઇશ્ર્વર છે.હું એમને પુર્ણપણે માનુ છુ.
અમેરિકાના સાનફ્રાન્સિસ્કો ખાતેની એક સભામાં તેમણે કહેલુ બૌદ્ધધર્મ પ્રત્યે મારી કેટલીક અસહમતિ છે.પરંતુ હુ એમને સર્વાધીક માનુ છુ.મારી એમા શ્રદ્ધા છે.એમા જબરદસ્ત સાહસ , નિડરતા ,પ્રેમ અને કરુણાની મુર્તિ છે.ગૌતમ બુદ્ધ અને બૌદ્ધધર્મ વિષયક ગાંધીજીએ પણ ’યંગ ઇન્ડિયા’ , ’હરિજન’ ,નવજીવન , ઇન્ડિયન ઓપિનિયનમાં વગેરેમા અનેક લેખો દ્રારા સમાજને એમનો સંદેશ આત્મસાત કરવા જણાવેલુ.પોતાના ભાષણમા ગાંધીજી જણાવે છે કે ખુબ ઉંડા વિચાર પછી મારી એ ધારણા બની છે કે બુદ્ધની શિક્ષાનું પ્રમુખ અંગ આજે હિન્દુધર્મનુ અભિન્ન અંગ બની રહ્યુ છે.ભગવાન બુદ્ધે હિન્દુસમાજમા જે સૌધારો કર્યા છે એમાંથી પીછેહટ કરી શકાય એમ નથી.પોતાના મહાન ત્યાગ , વૈરાગ્ય , નિર્મલતા અને પવિત્રતાના કારણે હિન્દુધર્મ પર અમીટ છાપ છોડી છે.હીન્દુધર્મના આ મહાન શિક્ષકનું રુણ સમાજ કયારેય અદા કરી શકશે નહી.
આજે વિશ્ર્વ એક સંક્રમણકાલ માથી પસાર થઇ રહ્યુ છે.જયાં ભૌતિકતા જ સર્વોપરિ મનાઇ રહી છે.માનવ મુલ્યોનો હાસ થઇ રહ્યો છે.એક બાજુ માનવે વિજ્ઞાન , તકનીકી , યાંત્રિકીમા વિકાસ દ્રારા વિકાસ તરફ દોટ મુકી અપાર સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. બકજી બાજુ સ્વાર્થ , લોભ , હીંસા વગેરેને વશીભુત થઇ પ્રકૃતિનુ અમાપ દોહન થુઇ રહ્યુ છે.પર્યાવરણનું સંતુલન બગડી રહ્યુ છે અમાનવિયતા અને વિનાશકારી માર્ગ અપનાવ્યો છે.આથી કરીને ભૌતિક સંપદાની સાથો સાથ માનવિય અસ્તિત્વને બચાવવા માટે તમામ મોર્ચે સંઘર્ષ ખેલાઇ રહ્યો છે.ત્યારે વિશ્ર્વશાંતિ અને કલ્યાણ માટે ભગવાન બુદ્ધે ’ વેર ન સમે વેરથી ’ વેર નષ્ટ થાય તો જ વિશ્ર્વમંગલ અને કલ્યાણની ભારતની વ્યાપક વિભાવના સાકાર થાય એમ છે.
ડો.આંબેડકરે પણ કહેલુ કે હિંસાથી પ્રાપ્ત થયેલી જીત ચિરકાલ સુધી સ્થાયી રહેતી નથી , કારણ એનાથી હંમેશા પ્રતિહિંસાનો માર્ગ ખુલે છે.અત:એવ હિંસાને જન્મ આપનાર કાર્ય-કારણને બુદ્ધે ઓળખ્યા અને એને દુર કરવાનો માર્ગ બુદ્ધે પ્રશસ્ત કર્યો.આ માટે સમાજમાં વ્યાપ્ત અજ્ઞાન , વ્યભિચાર , અસત્ય , અહંકાર ઇત્યાદી નો પ્રભાવ કમ કરવા માટે પંચશિલ અને અષ્ટાંગીક માર્ગનો નૈતિક અને કલ્યાણકારી જીવનદર્શનનું અનુસરણ કરવા ઉપર ભાર મુકવામા આવ્યો.
બુદ્ધના દર્શનમા સમાનતાનો અર્થ એ તથ્યોને ઉજાગર કરે છે કે વ્યકિત માત્ર ની એક ગરિમાપુર્ણ ઉપસ્થિતિ છે.આ પ્રત્યેક વ્યક્તિને અવસર , સંશાધનો , અધીકારો વગેરે કોઇપણ ભેદભાવ વગર ઉપલબ્ધ થવા જોઇએ.દુનિયામાં વિદ્યમાન તમામ વીષમતા મનુષ્ય નિર્મિત છે.ઉદાહરણ તરીકે જાતિ વ્યવસ્થા.ન્યાય , સ્વતંત્રતા અને માનવાધીકારના સિદ્ધાતો એ સમાનતાના સિદ્ધાંતોનુ વિસ્તારિત સ્વરુપ છે.આપણા સમાજમાં સમાનતાની ભાવના સુદૃઢ થશે તો ન્યાય , સ્વતંત્રતા , માનવાધીકાર , સામાજીક પરિવર્તન , વ્યક્તિગત વિકાસ , શાંતિ , સૌહાર્દ ,તરફ આપણે ઘણી ઝડપથી આગળ વધી શકીશુ.માનવ નિર્મિત વિષમતા જ અન્યાય ,શોષણ , અત્યાચાર ,હિંસા , સામાજક તનાવ અને સોહાર્દહિનતા નો મુળ સ્ત્રોત છે.
ગૌતમ બુદ્ધનો જન્મ 563 ઇસા પુર્વની વૈશાખી પુર્ણીમાના દિવસે , કપીલવસ્તુ નગરીમા મહારાની મહામાયા અને પિતા શુદ્ધોદનને ત્યાં રસ્તામા પ્રસવપિડા ઉપડતા થયો હતો.શુદધોદન શાક્યગણરાજ્યના રાજા હતા .પાંચમા દિવસે નામકરણ થયુ સિદ્ધાર્થ ,જન્મના સાતમા દિવસે માતાનુ મૃત્યુ થયુ.બાદમા માસી , જે રાજાની બીજી પત્ની મહાપ્રજાપતિ ગૌતમીના હાથે તેમનુ લાલન પાલન થયુ.સૌળ વર્ષની ઉંમરે દંડપાણી શાકયની ક્ધયા યશોધરા સાથે વિવાહ સંપન્ન થયા.20 વર્ષની ઉંમરે શાકય સંઘમા દિક્ષા લીધી પરંતુ વિવાદના પરિણામ સ્વરુપ સંસાર ત્યાગી કપીલવસ્તુ છોડી મગધની રાજધાની રાજગૃહ ગયા.તેમના ઘર છોડવાનિ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે.29 વર્ષે ઘર છોડી 6 વર્ષ તપસ્યા કરી.35 વર્ષની ઉંમરે પિપલાના વૃક્ષ નિચે જ્ઞાન પ્રપ્ત થયુ.ત્યારબાદ સિદ્ધાર્થ “ગૌતમબુદ્ધ’ તરિકે ઓળખાયા.પંચશીલના સિદ્ધાંતો એ બૌદ્ધધર્મની મૂલ આચારસંહિતા અને અષ્ટાંગીક માર્ગના કલ્યાણકારિ સિદ્ધાતોને કલ્યાણકારિ રાજય માટે પ્રથમ અને પ્રાધાન્ય માનવામા આવ્યા છે.પ્રેમ , અહીંસા , શાંતિનો માર્ગ પ્રશસ્ત કરનારા ભગવાન બુદ્ધે ચિંધેલા માર્ગે આજે પણ જાપાન , કોરિયા , ચિન જેવા દેશો ચાલી રહ્યા છે , જે ભારતની વિશ્ર્વને દેન છે.