રાજુલાના ખેરા ગામે પ્રાથમીક શાળાનું બિલ્ડીંગ ન હોય વિઘાર્થીઓને હાડમારી: નથી શૌચાલય… નથી બેન્ચિસ.. નથી કોમ્પ્યુટર
રાજુલા તાલુકાના ખેરા ગામની સરકારી પ્રાથમીક શાળાના બાળકો ૮ મહિનાથી ભગવાન ભરોસે ભણી રહ્યા છે.
રાજુલાના ખેરા ગામે વિકસિત ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાતની નરબી વાસ્તવિકતા છે ખેરા ગામે પ્રાથમીક શાળાનું બીલ્ડીંગ નહોવા થી રપ૦ બાળકો મંદીરના ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. બાળકો માટે નથી બિલ્ડીંગ નથી શૌચાલય નથી કોમ્પ્યુટર નથી બેંચીસ..!
રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા અમરેલી જીલ્લા આયોજનની મીટીંગમાં આ પ્રશ્ર્ન મુકાયેલ માસ્તર લાકડાના પાટીયા ઉપર બેસીને અભ્યાસ કરાવી રહ્યા છે. તે તસ્વીરમાં દેખા છે જંગલ વિસ્તારમાં આવેલ મંદીર દરિયા કિનારે સીકોનેર માતાનું મદીર આશરે બે કીમી દુર હોય ત્યાં બાળકોને આવવુ પડે છે. હાલમાં ચાલી રહેલ વાઇબ્રન્ટ ગુજરાતને અર્પિત બાળકો હવે ભગવાન ભરોસે અભ્યાસ કરે છે.