સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું નીરીક્ષણ કર્યુ હતું જેમાં તાત્કાલીક ધોરણે સર્વે કરાવી અને યોગ્ય સહાય લોકોને મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી પત્ર લખે તેમ ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા દશ બાર દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં અતિ ભારે વરસાદને કારણે લોકોની ઘરવખરી કાચા પાક મકાનો તેમજ ખેડુતોએ કરેલું વાવેતર તેમજ જમીનોના ધોવાણ થયેલ હોય ખેડુતોએ કરેલા વાવેતર પણ નિષ્ફળ થયેલ હોય એમની સાથો સાથ ખેડુતોના ખેતરોના ધોવાણ થયેલ હોય તેમજ સરકારી મિલકતોને પણ નુકશાન થયેલ હોય તેમજ રોડ રસ્તાઓ અને અન્ય સરકારી મિલ્કતોનો મોટા પાયે નુકશાન થયેલ હોય જાનમાલ તથા પશુઓને નુકશાન થયેલ હોય તાત્કાલીક સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ચુકવવાની રજુઆત કરી  હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.