કારમાં ઘસી આવેલા બુકાનીધારી છ શખ્સોએ પિસ્તોલ અને છરી બતાવી ટ્રક ચાલકને ધોરાજીના જમનાવડ પાસે ઝાડ સાથે બાંધી રૂ.૧૬ લાખના જીરૂ અને ટ્રક લૂંટી લીધા: પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા નાકાબંધી કરાવી
ગોંડલ-જૂનાગઢ રોડ પર જેતલસર પાસે મોડીરાતે રૂ.૧૪.૫૦ લાખની કિંમતના જી‚ ભરેલા ટ્રકના ચાલકને આંતરી છ શખ્સોએ પિસ્તોલ અને છરી બતાવી ટ્રક હંકારી ગયા બાદ ચાલકને કારમાં બેસાડી ધોરાજીના જમનાવડ નજીક ઝાડ સાથે બાંધી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસે હાઇ-વે પર નાકાબંધી કરાવી લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ રહેતા રાજેશભાઇ રવજીભાઇ ટાંક નામના ટ્રક ચાલકે કારમાં ઘસી આવેલા છ બુકાનીધારી શખ્સોએ ટ્રક અને જી‚ મળી રૂ.૧૬ લાખની મત્તાની લૂંટ ચલાવ્યા અંગેની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજેશભાઇ ટાંક પોતાના જીસીએ ૫૭૮૭ નંબરના ટ્રકમાં ગઇકાલે ગોંડલ માકેર્ટીંગ યાર્ડમાં જય યોગેશ્ર્વર નામની પેઢીમાંથી રૂ.૧૪.૫૦ લાખની કિંમતનું ૧૯૫ બોરી જીરૂ ભરી જૂનાગઢ જવા રવાના થયા હતા. રાતે બાર વાગે ટ્રક જેતલસર પાસે પહોચ્યો ત્યારે પાછળથી આવેલી કારમાં બેઠેલા છ શખ્સોએ ટ્રક ઉભો રખાવ્યો હતો. તે પૈકીના ત્રણ શખ્સોએ રાજેશભાઇ ટાંકને ટ્રકમાંથી નીચે ઉતારી પિસ્તોલ અને છરી બતાવી ટ્રક હંકારી ભાગી ગયા હતા. જ્યારે તેની સાથે અન્ય ત્રણ શખ્સોએ રાજેશભાઇ ટાંકને ધોરાજીના જમનાવડ નજીક લઇ જઇ ઝાડ સાથે બાંધી કારમાં ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ટ્રક ચાલક રાજેશભાઇ ટાંકની પૂછપરછ દરમિયાન બુકાનીધારી છ શખ્સો ગુજરાતી બોલતા હોવાનું બહાર આવતા લૂંટના ગુનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે જેતપુર તાલુકા પી.એસ.આઇ. જાડેજાએ તપાસ હાથધરી છે. લૂંટની ઘટનાના પગલે પોલીસે હાઇવે પર નાકાબંધી કરી લૂંટા‚ના સગળ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com