આંગડીયા પેઢીમાં ચુકવણું કરવા જતા વેપારીને રસ્તો પુછવાના બહાને અટકાવીને ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ: તપાસનો ધમધમાટ
જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં સીંગદાણા તેમજ કઠોળના વેપારી ગઈકાલે ખેડુત તેમજ મશીનરી માટે ચૂકવવાના પૈસા ૧૨ લાખ ૩૦ હજારથી વધુ રકમ એમ.જી.રોડ પર આવેલ શુભ મંગલ કોમ્પ્લેક્ષમાં વિ. પટેલ આંગડીયામાંથી લઈ જતા હતા ત્યારે ગીરીરાજ સોસાયટી પાસેના શ્રીનાથનગરમાં અજાણ્યા ત્રણ શખ્સોએ રસ્તો પુછવાના બહાને ઉભા રાખી રૂપીયા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી ઘટનાના પગલે શહેરભરમાં ચકચાર વ્યાપી જવા પામ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસની તમામ શાખાઓ તપાસના મેદાનમાં ઉતરી આવી હતી. આંગડીયા પેઢીથી લઈ ઘટના સ્થળ સુધીના રૂટ પર આવતા સીસીટીવી કેમેરાઓ પોલીસ પ્રાથમિક તબકકે ફંફોસવાનું શરૂ કર્યું હતુ આ ઘટનાને અંજામ આપવામાં કોઈ જાણભેદુ પણ સામેલ હોવાનું લોકોની ચર્ચામાં હતુ.
આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ જીઆઈડીસી ૨માં અનાજ અને કઠોળ વેપારી વિજયભાઈ કોટડીયા એમ જીરોડ પર આવેલ શુભ મંગલ કોમ્પ્લેક્ષમાં આવેલી વિ. પટેલ આંગડીયા પેઢીમાંથી પોતાની ઉઘરાણીના રૂ.૧૨ લાખ ૩૦ હજારથી વધુ લઈને ગીરીરાજ મેઈન રોડ પર આવેલ શ્રીનાથનગર સોસાયટીમાં શેરી નં.૩માં પોતાને ઘેર જતા હતા તેઓ ઘેર પહોવાજ આવ્યા હતા એવામાં એક બાઈક અને એક એકટીવા પર ૩ ગઠીયા એમની પાસે આવ્યા અને રેલવે સ્ટેશન કયાં આવ્યું એમ પુછયું હતુ.
વિજયભાઈએ બાઈક પર બેઠા બેઠાજ રસ્તો ચીંધતા એમણે કહ્યું એમ નહી બરાબર બતાવોને કેમ જવાનું એટલે વિજયભાઈ બાઈક પરથી નીચે ઉતર્યા અને બાઈકપરથી ઉતરી નદસેક ઢગલા આગળ આવી તેમને દિશા બતાવવા લાગ્યા એવામાં પાછળ ઉભેલા બે શખ્સે તેમની બાઈકમાંથી રૂપીયા ભરેલો થેલો કાઢી લઈ નાસી ગયા હતા.
વિજયભાઈ તેની પાછળ દોડવા ગયા એવામાં જેને રસ્તો બતાવતા હતા તે શખ્સ પણ નાસી ગયો હતો. આથી વિજયભાઈ તેમની પાછળ દોડવા ગયા પણ તેઓ નાસી ગયા આથી તેમણે તાબડતોબ પોલીસને ફોન કર્યો બનાવની જાણ થતા એસ.પી. સૌરભ સીંઘ અને ખૂદ આઈજી સુભાષ ત્રિવેદી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાદમાં આંગડીયા પેઢીએ જઈ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.