ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરાઈ લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી તથા તેમાં નિમણૂકને લઈ કેટલીક રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઢીલા-અપરિપક્વ અધિકારી કે કર્મચારીને જીલ્લા ક્રાઈમ બ્રાંચમાં નહીં મકી શકાય. તમને જણાવી દઈએ કે, જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહીં. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!