રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિ ખોરાક લેતો હોય છે. ત્યારે તે ખોરાકને લીધે તેના શરીરમાં વધારો આવતો હોય છે. પછી તેનાથી તેનું વજન વધતું રહેતું હોય છે. ત્યારે વજન ના તો એક દિવસમાં વધે છે અને ન તો એક દિવસમાં ઓછું થતું  હોય  છે. ત્યારે આજકાલનાં લોકો વધતા વજનને લઇને ઘણા ઉપાયો કરે છે. પરંતુ છેવટે તેમને વજન વધતુ રહે છે. કમર અને પેટની આસપાસની ચરબી પીગળાવવા માટે ઓછામાં ઓછો એક મહીનો મહેનત કરવી પડે છે. પરંતુ શું તમે પ્રાકૃતિક રૂપથી વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો? તો રાતે સૂતાં પહેલા પીવો આ ડ્રિંક્સ કે જેનાથી ચરબી એની જાતે જ ઓગળી જાય.

અમે તમને એવા ડ્રિંક્સ માટે કહેવા જઇ રહ્યા છે જેને પીવાથી તમને અચૂક રિઝલ્ટ મળશે. રાતે સૂતી વખતે આપણાં શરીરના મેટાબોલિજ્મ ધીમા પડી જાય છે, જેના કારણે ચરબી બર્ન થવાની પ્રક્રિયા ધીરી પડી જાય છે. એવામાં નીચે જણાવેલા ડ્રિંક્સનું સેવન કરશો તો એ તમારા માટે સારું રહેશે. આ ઉપરાંત આ ડ્રિંક્સ તમને સૂવામાં મદદ કરશે અને બ્લડ સુગરને લેવલમાં પણ લાવશે.

ગ્રીન ટી :

green tea

ગ્રીન ટીમાં ખૂબ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમને મેટાબોલિક રેટને ઝડપથી વધારે છે અને ચરબીને હાળવામાં મદદ કરે છે. પ્રયત્ન કરો કે સૂવાના ૩ કલાક પહેલા તમે આ ચા પીવો. આ શરીરના ઝેરી તત્વોને બહાર ફેંકે છે, જેવાથી પ્રાકૃતિક રૂપે વજન ઓછું થવાનું શરૂ થાય છે.

દૂધ :

milk

રાતે દૂધ પીવાથી જલ્દીથી ઊંઘ આવી જાય છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું કે આ તમારા મેટાબોલિક રેટને વધારે છે જેનાથી વજન ઓછું થાય છે. સૂતા પહેલા ચરબી વગરનું નવશેકું દૂધ પીવો.

કેમોમાઈલ ટી :

Chamomile Tea

આ ચા માં ઊંઘ પેદા કરનાર ગુણ હોય છે. રિસર્ચ અનુસાર એક કપ કેમોમાઈલ ટીતમારા શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે. જેના કારણે ચરબી ઓગળે છે. એટલા માટે એને સૂતા પહેલા જરૂરથી પીવો.

સોયા મિલ્ક :

Soy milk

આ એક સૂપર ફૂડ છે જેમાં ખૂબ જ પ્રોટીન હોય છે. એને પીવાથી ઊંઘ પણ સારી આવે છે અને ચરબી પણ ઓછી થશે.

આદું લીંબુનું પાણી:

Ginger lemonade

આ ચા તે રાતે પીવાથી ડિટોક્સિફાઇ કરી શકે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે. આદું તે એક એંટિ-ઓક્સિડેંટ સમાન છે, તે શરીરમાં થતાં અપચા તેમજ ગેસને દૂર કરે છે. આદું લીંબુ બંને પેટ ઘટાડવામાં ઉપયોગી બને છે.

મિંટ ચા:

mit tea

 

ઉપયોગ ખોરાકની સ્થિરતાને દૂર કરવા અને પાચનમાં સહાય માટે થાય છે. તે આવી જ એક મહત્વપૂર્ણ વનસ્પતિ છે જે શરીરના અન્ય અવયવોના કામકાજને સરળ બનાવવામાં મદદ કરે છે.જડીબુટ્ટી પાચક અને ડિટોક્સિફિકેશન ગુણધર્મો ધરાવે છે, તેથી તે યકૃતને ડિટોક્સ કાર્યો કરવામાં મદદ કરે છે અને પાચનમાં પણ સપોર્ટ કરે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.