ઈતિહાસ પુનરાવર્તન લે છે !:
ચોટીલાના ઢેઢુકી પાસે જોવા મળેલા સિંહો વાંકાનેરની રામપરા વીડી તરફ આગળ વધી રહ્યાનું અને વધતી વસતીથી સિંહો ગિરના જંગલમાંથી બહાર નીકળી રહ્યાનું વન અધિકારીઓનું અનુમાન
એશિયાટીક સિંહોના આખરી આશ્રય સ્થાન ગણાતું ગિરનું જંગલ સિંહોની વધતી વસ્તીના કારણે ટુંકુ પડે છે. સામાન્ય રીતે એક સિંહને પોતાના શાસન માટે ૨૫ સ્ક્વર કીમીનો વિસ્તાર જોઈએ પરંતુ સિંહની વધતી વસ્તીના કારણે ગિરનું જંગલ ટુંકુ પડતા સિંહો ગિરની બહાર નીકળીને છેક ચોટીલા સુધી પહોચી ગયા છે. એક સમયે સિહોનું બરડા, ચોટીલાના ડુંગરો, ભાવનગરનાં દરિયાકાંઠા વગેરે વિસ્તારો સુધી રહેઠાણ હતુ પરંતુ કાળક્રમે સિંહો ના થતા આડેધડ શિકારથી તેઓ ગિરના જંગલ સુધી સિમીત થઈ જવા પામ્યા હતા પરંતુ ઈતિહાસ પૂનરાવર્તન લેતુ હોય તેમ સિંહો ગિરના જંગલની બહાર નીકલીને પોતાનો નવો વિસ્તાર બનાવવા લાગ્યા છે. કહેવત છે કે સાવજોના ટોળા ન હોય પરંતુ પ્રદુષિત વાતાવરણની અસરના કારણે હવે સાવજો ટોળામાં રહેતા થઈ ગયા છે. ચોટીલાના ઢેઢુકી પાસે જોવા મળેલુ સિંહોનું ટોળુ પણ તેનું ઉદાહરણ છે.
એક સમયે સૌરાષ્ટ્રભરમાં જોવા મળતા એશિયાટીક સિંહો આડેધડ થતા શિકાર અને મારણના અભાવે કાળક્રમે ગીરના જંગલમાં સિમીત થઈ જવા પામ્યા હતા. ગિરના જંગલમાં સરકારે નેશનલ પાર્ક બનાવીને સિંહોની વસ્તી વધારવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પ્રયાસો સફળ થતા હોય તેમ સમયાંતરે સિંહોની વસ્તીમાં નોંધનીય વધારો થવા પામ્યો છે. વસ્તી વધતા સિંહો વચ્ચે પોતાના વિસ્તારના મૂદે ઈનફાઈટ થવા લાગી હતી ઉપરાંત ગિરમાં મારણ ન મળતા સિંહો ગીરના જંગલમાંથી બહાર નીકળીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ કરવા લાગ્યા હતા તાજેતરમાં આવું જ એક સિંહોનું ટોળુ ગિરમાંથી નીકળીને ૨૦૦ કીમી જેટલુ જસદણ પાસેના જંગલ વિસ્તારોમાંથી પસાર થઈને અંતર કાપીને ચોટીલા પાસેના ઢેઢુકી ગામ પાસે જોવા મળ્યું હતુ.
ઢેઢુકી ગામ પાસે જોવા મળેલું આ સિંહોનું ટોળુ ગુમ થવા પામ્યું છે. જે બાદ સિંહોનાં પગલા ૨૦ કીમી દૂર આવેલી કાનવન વીરડીમાં જોવા મળ્યા હતા. વનવિભાગના અધિકારીઓના માનવા મુજબ સિંહોનું આ ટોળુ મોરબી જિલ્લા તરફ આગળ વધી શકે છે. આ ટોળું વાંકાનેર પાસે આવેલી રામપરા વીડી તરફ જઈ શકે છે. રામપરા વીડીમાં સરકાર દ્વારા સિંહ સંવર્ધન કેન્દ્ર બનાવીને તેમાં સિંહ સિંહણ પ્રજનન કરીને સિંહોની વસ્તી વધારે તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે. આવી રામપરા વીડી તરફ સિંહોનું આ ટોળુ જઈ શકે છે. આ અંગે જૂનાગઢના સીસીએફ એસ.કે. શ્રી વાસ્તવે જણાવ્યું હતુ કે સિંહોનું આ ટોળુ વાંકાનેર તાલુકા તરફ હોવાની અમોને સંભાવના જોવા મળી રહી છે. તેનું સાચા આશ્રય સ્થાન માટે એક બે દિવસમાં રેડીયો કોલર કરીને પતો મેળવવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ એવી આશંકા હતી કે આ સિંહોનું ટોળુ રાજકોટ જિલ્લાના વિછિંયા તાલુકા તરફ જશે, કારણ કે ત્યાં નવા પગમાર્ક્સ મળ્યાં હતા. આનાથી અટકળો થઈ હતી કે આ સિંહો દક્ષિણ દિશા તરફ પરત ફરી રરહ્યાં છે. આ ગામોમાં કેમ્પિંગ કરનારી વન વિભાગની ટીમને અગાઉ વિંછીયા, જસદણ અને ચોટીલા તાલુકાના ગામો પાસે તેમના સગડના નિશાન મળ્યા હતા. સોમવારે, અધિકારીઓને ઢેઢુકીી આશરે ૨૦ કિ.મી. દૂર, કાનવન વીડિીમાં વિરડીમાં નીલગાયની મારણના સમાચાર મળ્યા હતા. વિભાગે તુરંત જ તેમના ટ્રેકર્સને આ વિસ્તારમાં મોકલ્યા હતા અને મારણની નજીક બંને પ્રાણીઓ મળી આવ્યા હતા.
મોરબીના નાયબ વન સંરક્ષક, સંદીપ કુમારે કહ્યું, આ બંને પ્રાણીઓ રામપરા વિરડી તરફ પ્રયાણ કરી રહ્યા છે અને જો તેઓ ત્યાં પહોંચે તો તે તેમના માટે નવું નિવાસસ્થાન બની શકે છે. રામપરા વિડી બાયોમાસની સારી ઉપલબ્ધતા છે અને તે સિંહો માટે યોગ્ય નિવાસસ્થાન છે. આ વિસ્તારમાં ચિતલ, નીલગાઈ, સંભાર અને જંગલી ડુક્કરની સારી વસ્તી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રામપરા વિરડીમાં પહેલેથી જ એક શિકારી પ્રજાતિ, વરુનો વસવાટ છે.
અધિકારીઓએ જણાવ્યું કે ગોંડલ નજીક નજરે પડેલા સિંહો પાછા અમરેલી તરફ પ્રયાણ કરી ચુક્યા છે. વનવિભાગને રાજકોટ જિલ્લાના ગોંડલથી આશરે સ કિલોમીટરના અંતરે આવેલા બાદલપુર ગામમાં સિંહોના સગડ મળી આવ્યા. આ મારણના વિશ્લેષણમાં બહાર આવ્યું કે ૩ સિંહો તેમની આશ્રય સનમાં પરત પહોંચી ગયા છે.