સવારે ઉઠતાની સાથે જ ઓફિસ જવા માટે રોજ શું પહેરવું તે વાતને લઈને હંમેશા કંન્ફ્યુઝન રહે છે. આપણા વોર્ડરોબમાં કેટલા કપડા છે તે કરતા એ જરૂરી છે કે તમે કેવી રીતે તમારી સ્ટાઈલને કેરી કરો છો. ઓફિસમાં ગમે તે પહેરીને તમે ન જઈ શકો. સ્ટાઈલીશ લુક સાથે સાથે કમ્ફર્ટેબલ રહેવુ પણ એટલુ જ જરૂરી છે. આજે અમે તમને એવી ટીપ્સ આપીશુ જેને તમે ફોલો કરશો તો તમે રોજ સ્ટાઈલીશ લાગશો.
કેટલીક ઓફિસોમાં ડ્રેસ કોડ હોય છે તમે માત્ર એજ કપડા પહેરી શકો છો. તો આવા સમયે તમે બીજી કોઈ સ્ટાઇલ ન કરી શકો. જે કપડા હોય તે જ પહેરી શકો. સમયની સાથે સાથે હવે ઓફિસની સ્ટાઈલમાં પણ ફેરફાર આવી રહ્યો છે. પહેલા તમને ફક્ત ઓફિસમાં ફોર્મલ કપડા જ પહેરતા જોવા મળતા હવે તમે અવનવા કપડાને ટ્રાય કરી શકો છો.
તમારા વોર્ડરોબમાં હંમેશા 3 જીન્સ રાખો જેને તમે અલગ અલગ ટોપ સાથે પહેરી શકો છો. બ્લુ, ડાર્ક બ્લુ અને વ્હાઈટ તેમજ બ્લેક કલરના જીન્સ તમને આકર્ષક લુક્સ આપશે. તમે ચેક્સવાળા તેમજ પ્લેન શર્ટની રેન્જ ખરીદી લો. સાથે સાથે 2-3 સ્ટોલ અને હેવી સ્કાર્ફ પણ વોર્ડરોબમાં રાખો. એકાદ બે લોન્ગ સ્કર્ટ પણ રાખો. ટી-શર્ટને તમે વીકએન્ડમાં પહેરી શકો છો. આ સાથે સાથે તમે અલગ અલગ શ્રગ પણ ખરીદી લો જેને તમે સ્ટાઈલમાં પહેરી શકો છો.
આ સાથે તમે ઈન્ડીયન લુકમાં 2-3 હેવી દુપટ્ટાઓ ખરીદીલો આ બધુ તમારે એક વખત જ કરવાનું છે ત્યારબાદ તો તમારો વોર્ડરોબ ભરાઈ જશે. પ્લેન કુર્તા-પ્લાજોની હાલ સદાબહાર ફેશન છે. તમને તે હંમેશા સ્ટાઈલિશ બનાવશે. સાથે સાથે મિક્સ મેચ જ્વેલરી પણ ખુબજ ટ્રેન્ડમાં છે તમે હેવી બુટ્ટીઓ સાથે ખુબજ સુંદર દેખાશો. સાથે સાથે વોચ પણ એવી ખરીદો જે તમારા દરેક કપડા સાથે મેચ થાય આ પહેરવાથી તમે ખુબજ આકર્ષક લાગશો.
હવે શૂઝ, મોઝડી, ચપ્પલ, સેન્ડલ તમને જે પણ ફાવે તે ઓફીસમાં પહેરો. વેસ્ટર્ન સાથે હંમેશા મોઝડી, શૂઝ કે હીલવાળા સેન્ડલ પહેરો. ટ્રેડિશનલ સાથે હંમેશા ચપ્પલ, સેન્ડલ પહેરો ક્યારેય પણ વેસ્ટર્ન સાથે ચપ્પલ ન પહેરો તેમજ ટ્રેડીશનલ સાથે શૂઝ ન પહેરો આ બહુ ખરાબ લાગે છે.
આમ થોડી સાવધાની સાથે કપડાનું સિલેક્શન કરશો તો તમે ખુબજ સ્ટાઈલિશ લાગશો. ઓફિસમાં બહુ ફીટ કે બહુ ઢીલાઢાલા કપડા ન પહેરો. એવા કપડા પહેરો જે તમને કમ્ફર્ટ લાગે. ઓફિસમાં ખુબજ તડક-ભડકવાળા કપડા ન પહેરો.