જ્યાં કુદરત પણ પુરે છે આકાશ અને ધરતીમાં રંગ
ઘણા લોકો એવા હોય છે જેને સનસેટ અને સનરાઇઝ જોવાનું વધારે પસંદ હોય છે તેમજ દુનિયામાં ઘણા એવા સ્થળો છે જ્યાં આ બંને નજારાઓ એકીસાથે જોઇ શકાય છે. અને જ્યાં તમે શાંતિથી બેસીને કુદરતના આ નજારાને મનભરીને માણી શકો છો. જો તમે પણ એવા વ્યક્તિમાંથી છો જેઓને સનસેટ પોઇન્ટ ખાસ પસંદ છે તો અહીં તમેન ભારતના સૌથી સુંદર સનસેટ પોઇન્ટ્સ જણાવીશ જે સનસેટ પોઇન્ટ તરીકે ખાસ છે.
ગુજરાત, રણ :-
– અર્હીની જમીન સામાન્ય રીતે દૂર દૂર સુધી સફેદ રંગની હોય છે. પણ જ્યારે સુર્ય ડુબવાનો સમય થાય ત્યારે આ જ સફેદ જમીન જાણે સોનુ પાથર્યુ હોય તેવું બની જાય છે. તેમજ ગુજરાતમાં કચ્છના રણમાં સનસેટ જોવાનો નજારો કંઇ અલગ હોય છે.
રાજસ્થાન, માઉન્ટ આબુ :-
– રાજસ્થાનના માઉન્ટ આબુની મુલાકાતની અસલી મજા ત્યારે જ આવે છે જ્યારે અહીંની સાથે થોડી વધુ લાંબી હોય અને પહાડની ટોચની સુર્યને મોડે સુધી જોઇ શકાય.
મેઘાલય, ઉમિયમ લેક :-
– તમે આકાશને લાલ અને આસમાની રંગનું જરૂર જોયુ હશે જ્યારે મેઘાલયનો આ લેક પર જશો ત્યારે એવુ લાગશે કે જાણે કુદરત બંને રંગોને મેળવીને નવા રંગો તૈયાર કરી રહી છે.
ગોવા, પાલોલેમ :-
– વિશ્ર્વનું પ્રસિધ્ધ પાલોલેમ બીચ ગોવાના કૈનાકોનામાં સ્થિત છે. આ બીચની ચારેતરફ ખજુરના વૃક્ષો અને ગામની પાસે લાકડાના મકાન આ બીચને વિશ્ર્વનો સૌથી બેસ્ટર સનસેટ બીચ બનાવે છે.
તમિલનાડુ,કન્યાકુમારી :-
– કન્યાકુમારીને ભારતનો અંતિમ છેડો કહેવામાં આવે છે. અને આ સ્થળ શાંતિવાળા વાતાવરણ અને હરિયાળી માટે ખૂબ પ્રચલીત છે. સમુદ્રમાં ડુબતા સુર્યને જોવા લાખો લોકો ઉમટી પડે છે જેથી કન્યાકુમારી આખા વિશ્વમાં સનસેટ માટે ખૂબ જ ફેમસ સ્થળ તરીકે એક અલગ ઓળખ આપે છે.