જો તમને એ ખબર પડી જાય કે ક્યા કપડા, કઇ જ્વેલરી, કેવી હેર સ્ટાઇલ તમને સુટ કરશે, તો તમે દરેક ઉંમરમા સુંદર દેખાશો.
તે માટે બસ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જરૂરી બને છે.
તો ચાલો જાણીએ કઇ બાબતો ધ્યાનમાં રાખવી :-
૧- જ્યારે ગળુ નાનુ હોય ત્યારે :
– જો તમારી ડોક નાની હોય ત્યારે તમારા વાળને પાછળની બાજુએ ઉંચા બાંધો જેનાથી તમારી ગરદનનો આકાર લાંબો અને પાતળો લાગશે.
૨- પરફેક્ટ સનગ્લાસીસ માટે :
– ફેસ સ્લિમિંગ સનગ્લાસીસનો પણ ઉપયોગી કરી શકો છો તેમજ તમારો ચહેરો હેવી હોય તો પહોંળા રેકટેંગલ શેપના સનગ્લાસએ તમને સ્લિમ લુક આપશે.
૩- સિંગલ ડાર્ક કલરનો ડ્રેસ :
– જો તમે સ્લિમ દેખાવા માંગો છો તો સિંગલ ડાર્ક કલર પહેરો તેમા નેવી બ્લુ કે સૌથી સારો ઓપ્શન છે.
૪- સ્કીલ જ્વેલરી :
– જો તમારી ચહેરાને તથા બોડીને સ્લિમ લુક આપવો હોય તો લાંબા આકારની સ્લીક જ્વેલરી પસંદ કરવી જોઇએ.
૫- હેર સ્ટાઇલ :
– વાળમાં સાઇડ પાર્ટીશન રાખો. જો તમે સેન્ટર પાર્ટીશનથી રાખશો તો તમારો ચહેરો ગોળ લાગશે.
૬- ક્રેપીઝ ટ્રાપ કરો :
– શોર્ટ્સની જગ્યાએ ક્રેપીઝ પહેરો. કેમ કે તે વધુ ઉંચી હોતી નથી અને વધુ લાંબી હોતી નથી જે તમને સ્લિમ લુક માટે મદદ‚પ બનશે તેમજ તેમા ડેનિમ ડાર્ક કે બ્લેક કલર બેસ્ટ ગણાશે.