મેઘરાજા ધીમે ધીમે પોતાની તોફાની બેટિંગ પર જોર પકડ્યુંછે ત્યારે..જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમો વરસાદ પડી રહ્યો છે. પ્રથમ દિવસે ભેંસાણ અને જૂનાગઢ પંથકમાં સારો એવો વરસાદ પડયો હતો. ત્યાર બાદ રવિવારે જૂનાગઢ જિલ્લાનાં 6 અને ગીર-સોમનાથ જિલ્લાનાં 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સોરઠમાં દોઢ ઇંચથી લઇ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નદી નાળા અને વોકળાઓમાં કેળસમા પુર નિકળી ગયા હતા. સોરઠ પંપકમાં વાવાણી લાયક વરસાદ થતાં જગત તાત ખુશ થયા છે અને આવતીકાલથી સોરઠના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરશે. જો કે, હજુ સોરઠના અનેક તાલુકામાં નોંધનીય વરસાદ પડ્યો નથી. જેની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાનાં છ તાલુકામાં વરસાદ પડયો હતો જયારે સૌથી વધારે માળિયાહાટીનામાં નોંધાયો હતો. માળિયાહાટીનામાં દોઢ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. તેમજ નિંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. આ ઉપરાંત માણાવદરમાં 6 મીમી, માંગરોળમાં 10મીમી, મેંદરડામાં 2 મીમી, કેશોદમાં 1 મીની વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાનાં ખેડુતો સારા વરસાદની આશા સેવી રહયાં છે. જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. રોજનાં સવારે અને સાંજે વરસાદી ઝાપટા પડી રહ્યા છે.