અબતક, નવી દિલ્હી
તેલ જુઓ, તેલની ધાર…. પામ સહિત ખાદ્યતેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે હવે રસોઈની “રાણી” રડે તે પહેલાં ખાદ્યતેલનો અઠવાડિક સ્ટોક ચેક કરવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તાકીદ કરી છે. ઘરેલુ માંગ વધી છે તો સામે પુરવઠો અપૂરતો રહેતા સંગ્રહખોરી તેમજ ખાદ્ય તેલની કિંમતો વધી છે. જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્રએ રાજ્ય સરકારોને વેપારીઓ, મિલ માલિકો, રિફાઇનરી એકમોના સ્ટોક વિકલી બેઇઝ એટલે કે અઠવાડિયે અઠવાડિયે ચેક કરવા તેમજ દર અઠવાડિયે ભાવ જોવા ઉપરાંત તેલીબિયાંના સ્ટોક વિશે વિગતો એકત્ર કરવા નિર્દેશ આપ્યા છે.
કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના મંત્રાલયે રાજ્ય સરકારોને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ- ૧૯૫૫ હેઠળ વિગતો એકત્ર કરવા જણાવ્યું છે. મંત્રાલયે એક પત્ર જારી કરી જણાવ્યું છે કે, ખાદ્ય તેલોના વધતા જતા ભાવને અંકુશમાં લેવા સરકારે આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પરંતુ તેમ છતાં ખાદ્ય તેલ/તેલીબિયાંના ભાવમાં વધારો ઈ રહ્યો છે જેની પાછળનું કારણ સ્ટોક ધારકો દ્વારા સંગ્રહખોરી હોઈ શકે છે. આ પ્રકારની સંગ્રહખોરી રોકવા રાજ્યોને માત્ર મિલરો, રિફાઈનર્સ, જથ્હો બંધ વેપારીઓને વિગતો જાહેર કરવા માટે જ નહીં, પણ સાપ્તાહિક ધોરણે ખાદ્ય તેલ અને તેલીબિયાંના ભાવોનું નિરીક્ષણ કરવા પણ રાજ્યોને સુચવાયું છે.
આ ઉપરાંત, મંત્રાલયે પત્રમાં રાજ્યોને સ્ટોકિસ્ટ્સને સ્ટોક જાહેર કરવા માટે ઓનલાઈન પોર્ટલ પર પહોંચ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રકારનું પગલું એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની સંગ્રહખોરીના કારણે કોઈ ગેરવાજબીના કારણે ખાદ્ય તેલમાં વધારો તો ની ને..! ખાદ્ય સચિવ સુધાંશુ પાંડે આજરોજ તમામ રાજ્યના અધિકારીઓ સો બેઠક કરવાના છે જેમાં આ મુદ્દે ચર્ચા શે અને મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ શે.
સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા એક વર્ષમાં પામ તેલ, સૂર્યમુખી, સોયા તેલ, મગફળી, સરસવ અને વનસ્પતિ જેવા છ ખાદ્ય તેલના સરેરાશ છૂટક ભાવમાં ૨૦-૫૦ ટકાનો વધારો યો છે. ૪ સપ્ટેમ્બરના રોજ ખાધતેલ સચિવ પાંડેએ કહ્યું કે નવા પાકના આગમન સો ખાદ્યતેલના ભાવ ડિસેમ્બરી નરમ પડવા લાગશે, પરંતુ વૈશ્વિક ચિંતા વચ્ચે ઘટવાને બદલે વધારાની શકયતા છે. ભારત તેની ખાદ્યતેલની ૬૦ ટકા માંગ આયાત કી પૂરી કરે છે.
‘વિના-પામ’ નહી ઉધાર…!!
ઓગષ્ટ મહિનામાં આયાતી પામતેલમાં ૩૨%નો ઉછાળો
વિના પામ, નહીં ઉદ્ધાર…. પામ ઓઈલની ઘરેલું માંગ વધતા આયાતમાં નોંધપાત્ર ઉછાળો યાવત જ છે. ઓગસ્ટ માસમાં આયાતી પામ તેલમાં ૩૨ ટકાનો વધારો નોંધાયો છે. ઘરેલુ માંગ સંતોષવા આયાત વધારવા સિવાય હાલ બીજો કોઈ વિકલ્પ ની. પામોલી તેલની આયાત, ઓગસ્ટ માસમાં આયાત ૭.૪૩ લીટર મિલિયન ટન ઈ હતી જે જુલાઈમાં ૫.૬૫ કખઝ રહી હતી. જે પાછલા મહિનાની સરખામણીએ ૩૧.૫૦% વધી છે. વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ માટે પામતેલની કુલ આયાત (ક્રૂડ અને રિફાઈન્ડ) અનુક્રમે ૮.૮૧ કખઝ, ૭.૪૮ કખઝ અને ૭.૪૩ કખઝ હતી જે હજુ પણ સામાન્ય
માંગ કરતાં ઓછી છે. માંગ અને પુરવઠા વચ્ચેના તફાવતને કારણે, દેશમાં લગભગ ૬૦% ખાદ્યતેલની માંગ આયાત દ્વારા સંતોષાય છે. જેમાં, પામતેલ મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાી આયાત કરેલા કુલ ખાદ્ય તેલના ૫૪% જેટલું છે. જ્યારે સોયાબીન તેલ આશરે ૨૫% છે જે આર્જેન્ટિના અને બ્રાઝિલી આયાત હો ય છે. સૂર્યમુખી તેલ ૧૯% છે અને મુખ્યત્વે યુક્રેની આયાત હો ય છે.