અમિતાભ બચ્ચન, યશ સોની અને દિક્ષા જોશીની અપ કમિંગ ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’નું ટ્રેલર અને ટીઝર બંને ને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આનંદ પંડિત હિન્દી સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપ્યા પછી ગુજરાતી અને મરાઠી ફિલ્મો જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં રસ દાખવી રહ્યા છે. તેમની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં યશ સોની અને દિક્ષા જોશીના લીડ રોલ સાથે બચ્ચન સરનો કેમિયો જોવા મળશે. ૧૯ ઑગસ્ટે રિલીઝ થનાર આ ફિલ્મ એક ફૅમિલી સેન્ટ્રિક કૉમેડી ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરને જોતાં જ લાગી રહ્યું છે કે યશ સોની આ મહિલાઓ વચ્ચે બરાબર ફસાયો છે અને પછી એન્ટ્રી થાય છે દિક્ષાની અને વાર્તા કઈક નવો જ વળાંક લેશે.
ફિલ્મના ટ્રેલરને જોતાં જ લાગી રહ્યું છે કે યશ સોની આ મહિલાઓ વચ્ચે બરાબર ફસાયો છે અને પછી એન્ટ્રી થાય છે દિક્ષાની અને વાર્તા કઈક નવો જ વળાંક લેશે. ટ્રેલરની શરૂઆતમાં જ બિગ બીનો દમદાર વોઇસ સાંભળવા મળશે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો બચ્ચન સરનો કેમિયો છે જ્યારે યશ સોની અને દિક્ષા જોશી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત તર્જની ભાડલા, કલ્પના ગડેકર અને ભાવિની જાની પણ મહત્વના કિરદાર નિભાવી રહ્યા છે.
આ ફિલ્મ આનંદ પંડિતના આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને વિશાલ શાહની જનનોક ફિલ્મ્સ સાથે સહ-નિર્મિત છે. ફિલ્મ કેવી રીતે મહત્વના મુદ્દાઓને સ્પર્શે છે અને તેને મનોરંજનના રૂપમાં કેવી રીતે ટ્રાન્સફર થાય છે તે વિશે વાત કરતાં, આનંદ પંડિતે જણાવ્યુ હતું કે જ્યારે આ વાર્તા મારી પાસે આવી, મેં તરત જ વાર્તાની સ્ક્રીપ્ટ જોઈ અને નક્કી કર્યું કે હું આ ફિલ્મ બનાવીશ. વિશાલ શાહ અને જય બોડાસ પણ આ પ્રોજેકટમાં જોડાયા એટલે ફિલ્મ ધમાકેદાર બનશે.
પંડિતજી અને બિગ બીની મિત્રતા ખાસ છે, આનંદ પંડીતે જણાવ્યુ હતું કે જ્યારે તેઓએ અમિતાભ સરને ફિલ્મમાં કેમિયો કરવા માટે પૂછ્યું હતું ત્યારે તેમણે સ્ક્રીપ્ટ, નિર્માતા કે બીજી માહિતી વિશે વિગતો લીધા વગર તરત જ રોલ માટે હા ભણી દીધી હતી. ફિલ્મના સહ નિર્માતા વૈશાલ શાહ, કાસ્ટ અને ક્રૂ સહિત તમામને બચ્ચન સરની ગુજરાતી ભાષા સાથેની સરળતા જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું પરંતુ બહુ જૂજ લોકોને જ જાણ છે કે અમિતાભ સર એક ભાષાશાસ્ત્રી છે અને ઘણી બધી ભાષાઓ ખૂબ જ સરળતાથી બોલી જાણે છે.
Trending
- વિવિધ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર એટલે ગુજરાત
- સુરત ફાયર વિભાગ વધુ આધુનિક બનશે
- અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રોહીબીશન મુદ્દામાલ કર્યો નાશ
- ધ્રાંગધ્રા: મુસ્લિમ સમાજનું નામ રોશન કરતી દીકરીઓનું સન્માન….
- શારીરિક અડપલાના ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો
- ઉમરગામ: તાલુકા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ….
- આઈપીએલનો એક- એક બોલ 2.4 કરોડના બ્રોડકાસ્ટિંગ રાઇટથી “વેંચાયો”
- વેરાવળ: સ્વામી લીલાશાહ મહારાજની 145મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી