બે દિવસથી ધુમાડા નીકળે છે છતા ચોકકસ કારણ જાણી શકાયું નથી

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામની કે જ્યાં એક લીમડાના ઝાડ માંથી બે દિવસથી ધુમાડા ના ગોટેગોટા નીકળી રહ્યા છે અને જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.પાલીતાણા ના તાલુકાના નાનીમાળ ગામ માં દુધાળા રોડ પર લવીન્ગ્યા બાપુની જગ્યા આવેલી છે અને ત્યાં એક લીમડાના ઝાડ માંથી છેલ્લા બે દિવસથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, પ્રથમ તો આહીના સ્થાનિકોને એમ લાગ્યું કે લીમડાના ઝાડમાં ક્યાંક આગ લાગી હશે એટલે તે આગ બુજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ આગ બુજાઈ નહિ, ત્યારે ગામલોકોએ ફાયરને બોલાવીને પણ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે, પરંતુ ફાયર સ્ટાફ દ્વારા પણ આગ બુજાઈ નહી ઉલટાનું જેમ પાણી નો છંટકાવ કરે તેમ આગ વધી રહી હોવાનો દાવો ગામલોકોએ કર્યો છે.

IMG 20181227 161339

જો કે ગઈકાલ થી ચાલુ થયેલ આ ઘટનાની વાત વાયુવેગે આજુબાજુના વિસ્તારો વહેતી થઈ અને સોશ્યલ મીડિયામાં આ લીમડાના વિડીઓ વહેતા થતા જ આજે આ લીમડાને નિહાળવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે.સાથે સાથે અહી લવીન્ગ્યા મહારાજ ની સમાધિ આવેલ છે, લોકોનું એક આસ્થાની કેન્દ્ર તો આ જગ્યા હતી પરંતુ તેમાય બે દિવસથી ઘટી રહેલ આ ઘટનાના કારણે લોકોની આસ્થા માં વધારો થયો અને આસ્થા સાથે લોકો આ લીમડાના દર્શન કરવા માટે આવી રહ્યા છે.જો કે સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે આ લીમડાનું ઝાડ ખુબ જ વર્ષો જુનું છે અને અહી આ સ્નાધી પણ ખુબ પૌરાણિક છે, લોકો અઆહી આસ્થા સાથે દર્શને તો આવતા જ હતા પરંતુ આ ઘટના બનતા જ લોકોની આસ્થા માં વધારો થયો છે, હાલ પણ આ લીમડાના ઝાડ માંથી ધુમાડા નીકળી રહ્યા છે, ધુમાડા નીકળવાનું કોઈ ચોક્કસ કારણ હજુ કોઈ જણાવી શક્યું નથી પરંતુ એ વાત ચોક્કસ છે કે આ ઘટના ને લીને નાનકડું એવું નાનીમાળ ગામ હાલ ભાવનગર જીલ્લામાં ચર્ચા નો વિષય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.