ચહેરાના હાવભાવ હંમેશા લાગણીનું સાચુ પ્રતિબિંબ વ્યકત કરતા નથી: અમેરિકાની ઓહિયો યુનિવર્સિટીમાં અનોખું સંશોધન
સામાન્ય રીતે તમામ જીવોનાં મનમાં ચાલતી ભાવનાઓનું પ્રતિબિંબ તેના ચહેરા પર જોવા મળે છે પરંતુ સમજદાર ગણાતા માનવીઓ પોતાના મન-મગજમાં ચાલતી ભાવનાઓને ચહેરા પર લાવતા નથી. અને ચહેરા પર સ્થિતિ પ્રમાણે આડંબર ઉભુ કરતા હોવાનું તાજેતરમાં એક સંશોધનમાં બહાર આવવા પામ્યું છે. જેથી સદાબહાર અભિનેતા રાજેશ ખન્નાનું સુપરહિટ ફિલ્મ સચ્ચાજુઠ્ઠાનું ગીત ‘દીલ કો દેખો, ચહેરાના દેખો, ચહેરેને લાખો કો લૂંટા’ આ સંશોધન બાદ સાચુ પડતુ હોય તેવું સ્પષ્ટ થવા પામી રહ્યું છે.
અમેરિકાની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકાર એલેકસ માર્ટિનેઝે કરેલા એક સંશોધનમાં પૂરવાર થયું છે કે માનવ ચહેરાનાહાવભાવ હંમેશાતેમની ભાવનાનું પ્રતિબિંબ કરતા નથી જેથી. માનવ ચહેરાના હાવભાવના આધારે નિર્ણયો ન કરવા જોઈએ થોડા વ્યવસાયકારો એવી ટેકનોલોજીપર કામ કરી રહ્યા છે કે ચહેરાના હાવભાવ દ્વારા ગ્રાહકોને સંતોષ નકકી કરી શકાય પરંતુ આ સંશોધનમાં એવું પૂરવાર થયું છે કે ચહેરાના હાવભાવ દ્વારા માનવોની લાગણીને અભિભૂત કરી શકાય નહી સંશોધનકાર માર્ટિનેઝે માનવ ચહેરાના હાવભાવનું વિશ્ર્લેષણ કરવા કોમ્પ્યુટર અલ્ગોરિયમ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ.
સંશોધનકારોએ માનવ ચહેરાની માસપેસીઓની હિલચાલની ગતિવિધિઓનું વિશ્ર્લેષણ કરવાની સાથે સ્નાયુઓની ગતિવિધિઓની તુલના વ્યકિતની ભાવનાઓ સાથે કરી હતી. આ સરખામણીમાં જોવા મળ્યું હતુ કે વ્યકિતના ચહેરાના હાવભાવના આધારે તેની લાગણીઓ શોધી કાઢવાનો પ્રયાસ મોટા પ્રમાણમાં ખોટો પૂરવાર થયો હતો. આ અંગે માર્ટિનેઝે જણાવ્યું હતુ કે દરેક વ્યકત સંદર્ભે અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના આધારે ચહેરા પર જુદી જુદી ભાવનાઓ વ્યકત કરે છે. વ્યકિત હસે છે તેનો મતલબ એ નથી કે દરેક વ્યકિત ખુશ છે. જાહેરમાં હસતુ મુખ રાખતા અનેક લોકો અંદરખાને દુ:ખી હોય છે.
કેટલીકવાર લોકો સામાજીક રિતરસમોને ધ્યાનમાં રાખીને જવાબદારી પૂર્વક હસતુ મુખ રાખતા હોય છે. જેનાથી સ્વાભાવિક રીતે કોઈ સમસ્યા ઉભી થતી નથી તેમ જણાવીને માર્ટિનેઝે ઉમેર્યું હતુ કે લોકો ચોકકસપણે બાકીનાં વિશ્ર્વ માટે સ્મિત મૂકવા હકકદાર છે. પરંતુ કેટલીક કંપનીઓ માનવીનાં ચહેરાના સ્નાયુઓની હલનચલનના આધારે તેની ભાવનાની અટકળો લગાવવાની ટેકનીક વિકસાવવાનો દાવો કરે છે. પરંતુ હકિકતમાં આવી ટેકનીક વિકસાવવી શકય નથી. સંશોધનકાર માર્ટીનેઝે માનવ ચહેરાના હાવભાવ અને તેમની ભાવનાના ડેટાના વિશ્ર્લેષણ કયાં પછી નિષ્કર્ષ કાઢ્યો છે. કે લાગણીઓને યોગ્ય રીતે શોધવા માટે અભિવ્યકિતઓ કરતા વધારે સમય જરૂરી છે.