જુનાગઢ તા. 10 જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડીવાયએસપી. સહિતના પોલીસ સ્ટાફે ચેકીંગ હાથ ધરી, કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે વોર્ડમાં વધારાના સગાઓ જરૂરિયાત ના હોય છતાં  બિન જરૂરી આંટા મારતા હોય, તેવા લોકોને શોધી કાઢી હોસ્પિટલ બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ સામે પ્રજામાં જાગૃતિ આવે એ માટે તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા સગાઓ એકત્રિત થતા હોય, તેઓને કોરોના વાયર્સનું સંક્રમણ ના થાય એ માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ આર.બી.ચુડાસમા, વી.જે.ચાવડા, એસ.પી. આગ્રાવત, કે.જે.પટેલ, સહિતના 30 જેટલા માણસો તેમજ સીવીલ હોપીટલના ચિરાગભાઈ પરમાર, સિક્યુરિટી ઇન્ચાર્જ ફિરોઝખાન પઠાણ, રિટાયર્ડ આર્મી જવાનો, સિક્યુરિટી ગાર્ડની જુદી જુદી ત્રણ ટીમ બનાવી, સિવિલ હોસ્પિટલના સ્ટાફને સાથે રાખી, ચેકીંગ હાથ ધરી, દર્દીઓ સાથે વધારાના સગા હોઈ, જરૂરિયાત ના હોય અને સગાઓ બિન જરૂરી આંટા મારતા હોય, તેવા લોકોને શોધી શોધીને બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.

જો કે, ક્રિટિકલ દર્દીઓ કે જેઓ સાથે સગાઓ રાખવાની જરૂરિયાત છે, તેઓએ સિવિલ હોસ્પિટલમાંથી મંજૂરી મેળવીને જ દર્દીઓ સાથે રહેવું, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે, ઉપરાંત કોરોના વાયરસનું સંક્રમણ ના વધે એટલે દર્દીના સગાંઓ કે લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી સિવિલ હોસ્પીટલમાં આંટા ફેરા નહીં કરવા જાણ કરી, જો બિનજરૂરી સિવિલ હોસ્પિટલમાં મંજૂરી વગર ચેકીંગ દરમિયાન પકડાશે તો, આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ માહિતગાર કરવામાં આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.