આમતો ગ્રીન ટીના કેટલાક ફાયદાઓ રહેલા છે , જેમ કે હાર્ટ પ્રોબ્લેમ , બ્લડ સરક્યુલેશન વગેરે , હેલ્થ બેનિફિટ ઉપરાંત ગ્રીન ટીના બ્યુટિ બેનિફિટ પણ એટલાજ છે પરંતુ હેલ્થ માટે આઇડિયલ કેવાતી ગ્રીન ટીને પીવાની રિતમાં જો ભૂલ થાય તો તેની આડ અસરો પણ થઈ શકે છે .

કેટલીક વખત આપણે અન્ય લોકોની તાસીર ઉપર સફળ થતી ટ્રિક્સને કારણે લોકો ગ્રીન ટી પીવાનું શરૂ કરી દેતા હોય છે પરંતુ આડે ધડ કોઈ પણ વસ્તુનું સેવન જોખમી સાબિત થઈ શકે છે ચામાં રહેલ કેફિન અને ટેનિનથી પેટનો દુખાવો થઈ શકે છે

કેફિન અને ટેનિંનથી શરીરમાં અસિડનો પ્રવેશ થાય છે , જેને લીધે તેની સીધી અસર પાચન ક્રિયા ઉપર થાય છે પછી પેટનો દુખાવો , કબજિયાત , અને ગેસ જેવી સમસ્યા સર્જાય શકે છે જો તમને પેટની કોઈ તકલીફ હોય તો ગ્રીન ટીથી દૂર રહવું જોઈએ

તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે ખાલી પેટે ચા પીવાથી ચા બીમારીઓને  નોતરે છે ફક્ત કોરી ચ પીવાથી કે પછી કાચું દૂધ પીવાથી પેટની સમસ્યા વધી શકે છે દૂધવાળી ચામાં પણ ગ્રીન ટીના પાંદ મેળવવાથી લાભ જરૂર થાઈ છે કેટલાક લોકો ચા માત્ર ચ તરીકે પિતા નથી અને તેને કારણે દિવસમાં 3 થી પણ વધુ વખત ચા પીવામાં ગુજરાતીઓ મોખરે છે , પણ દિવસમાં 2 થી વધુ વખત ગ્રીન ટી પીવાથી મહિલાઓને ગર્ભ ધારણમાં  તકલીફ અને પુરૂષોને પણ અન્ય બીમારીઓ થઈ શકે છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.