ડુંગર દરબારે રાષ્ટ્રસંત નમ્રમુની મ.સા.ના સાનિધ્યે ‘લુક એન લર્ન’ બાલોત્સવ યોજાયો
રાજકોટ ડુંગર દરબાર ખાતે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત ચાલતા અનેક મિશનો પૈકીનું એકમીશન એટલે ‘લુક એન લર્ન’જૈન જ્ઞાનધામના વિવિધ સેન્ટરોમાં જ્ઞાનાભ્યાસ કરતાં બાળકોના “બાલોત્સવનું સુંદર અદભૂત અને અવિસ્મરણીય માટે આયોજન કરાયું હતું.
રોયલ પાકે સનકવાસી જૈન મોટા સંઘ, ઉપાશ્રયેી વ્હેલી સવારના સોનેરી સૂર્યોદયે નાના – નાના ભૂલકાઓ પૂ.ગુરુદેવને “અહો જિન શાસનમ અને જિન શાસનના જય જયકાર સો ડુંગર દરબાર ખાતે લઈ આવવામા આવેલ હતા. માત્ર છ વષેના વિધાન મલયભાઈ કોઠારીએ ડુંગર દરબારમાં પૂ.ગુરુદેવને અનોખી અંદાજમાં આવકાર્યા હતાં. “જય જયકારા,ગુરુદેવના સાથ હમારાના જયનાદથી હજારો બાળકોના પ્રચંડ જયઘોષથી ડુંગર દરબાર ગૂંજી ઉઠેલ હતો.
નાની – નાની બાલિકાઓએ પરીના રૂપમાં વેલકમ નૃત્ય દ્રારા ગુરુદેવને આવકારેલ. ગોંડલ ‘લુક એન લર્ન’ શાખા દ્રારા પ્લીઝ થેંકયુ, સોરીના ભાવો રજૂ કરેલ. રાજકોટ માસુમ અને મુરલીધર શાખા દ્રારા પોઝિટિવ ન્યુઝના જીવનમાં ઉપયોગિતા વિશે કાબિલે તારીફ પ્રસ્તુતિ કરેલ. જુનાગઢ સેન્ટર દ્રારા વિનય વિશ્વમાં કેટલો મહાન છે,નમ તે સૌને ગમેનો સંદેશ આપેલ .જામનગર એલએનએલ શાખાએ પરફોમન્સ દ્રારા “ગુરુદેવ જામનગર પધારો તેવા શુભ ભાવની અભિવ્યક્તિ કરેલ.
બાલ ઉત્સવ મધ્યે મોદી સ્કૂલના રશ્મીભાઈ મોદી, ધોળકીયા સ્કૂલના જીતુભાઈ ધોળકીયા, નરેન્દ્ર કુંવરબા સ્કૂલ શિક્ષણ સમિતિના ચેરમેન નરનેદ્રસિંહ ઠાકુર, મુકેશભાઈ મહેતા, માસૂમ સેન્ટરના કોઠારી પરિવાર, ઉન્નતિ સ્કૂલ વગેરે સેવાભાવીઓએ લુક એન લર્ન ચલાવવા પ્રિમાઈસીસ આપવા બદલ તેઓનું અભિવાદન કરવામાં આવેલ હતું. આગામી બકરી ઈદના દિવસે હજારો બકરીઓને અભયદાનમાં નિમિત્ત બનવા ગુરુદેવે આહવાન કરતાં જીવદયાપ્રેમી હિતેનભાઈ મહેતાએ છ લાખ રૂપિયા “બકરી બચાવો અભિયાનમાં અર્પણ કરેલ.
સમારોહ મધ્યે લુક એન લર્નના બાળકો કે જેઓએ આગમવાણી કંઠસ્ કરેલ તેવા ભુલકાઓનું જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, નિલેશભાઈ શાહ, વિરેશભાઈ ગોડા, શૈલેષભાઈ માંઉ, પરેશભાઈ સંઘાણી વગેરે અગ્રણીઓ દ્વારા વિશિષ્ટ બહુમાન કરી બીરદાવવામાં આવેલ હતા. પૂ.ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સાહેબેમ હાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના અગિયારમાં ચરણની જપ સાધના કરાવેલ. તૃતીય યુવા શિબિરના શિબીર્રાથીઓને સંબોધતા પૂ.ગુરુદેવે ફરમાવ્યુ કે જીવનમાં ર્સ્વાી નહીં પરર્માી બનજો. સ્વાર્થી કદી પરમાત્માની યાદીમાં આવતો નથી. જ્યારે આત્માનું શાશ્ર્વત સરનામું મોક્ષ છે. વધુમાં યુવાધનને સમજાવતા કહ્યું કે સંપત્તિનું દાન કદાચ ન આપી શકો તો શ્રમ દાન, સમય દાન અને સેવા દાનમાં આત્માને જોડજો.
બાલ ઉત્સવ અવસરે સંબોધતા પૂ.ગુરુદેવે કહ્યું કે લુક એન લર્ન એ માત્ર જૈન શાળા,પાઠશાળા જની પરંતુ જિનશાસનનું ભવિષ્ય છે.એલએનએલ માં ભાવિના ભગવાનનું બીજારોપણ થઈ રહ્યું છે. આ બાળકોમાંથી જ કોઈ સાધુ કે સાધ્વીજી થશે તો કોઈ આત્મા પૂ.ડુંગરસિંહજી મ.સા. જેવા આચાર્ય પણ બની શકે તો આજના આ બાળકો ભવિષ્યમાં શંખ, આનંદ અને કામદેવ જેવા શ્રાવકો પણ થશે. સાથે તેઓનો સર્વાંગી વિકાસઠ થાય, બાળકોના જ્ઞાન અભ્યાસની સાથે તેઓની અભિવ્યક્તિ પણ નીખરે, તેઓને દરેક પ્રકારનું પ્લેટફોર્મ મળી રહે તેવા લુક એન લર્ન હેતુ ઓ રહેલા છે.
કાર્યક્રમનું સુંદર સંચાલન લુક એન લર્નના સ્ટુડન્ટસ સોમ્ય અને આયુષીએ કરેલ. રીધ્ધી દીદી લાઠીયાએ સંચાલનમાં સાથે આપેલ તથા ભક્તિરસ નરેન્દ્રભાઈ વાણીગોતાજીએ ભક્તાના સુર રેલાવ્યા હતા.