ગુરૂવારથી ક્રમિક દિવસ ટૂંકો-રાત્રિ લાંબી રહેશે
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.21 મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. બુધવાર તા.21મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા.21 મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ 13 કલાક 28 મિનિટ, રાત્રિ 10 કલાક 32 મિનિટ અમદાવાદમાં દિવસ 13 કલાક 30 મિનિટ, રાત્રિ 10 કલાક 30 મિનિટ – સુરતમાં દિવસ 13 કલાક 22 મિનિટ, રાત્રિ 10 કલાક 38 મિનિટ – થરાદમાં દિવસ 13 કલાક 31 મિનિટ, રાત્રિ 11 કલાક 29 મિનિટ મુંબઈમાં દિવસ 13 કલાક 13 મિનિટ – રાત્રિ 10 કલાક 47 મિનિટ સમયગાળામાં રહેશે. તા.22મી જુનથી ક્રમિક રીતે દિવસ સેક્ધડના તફાવતે પ્રમાણે ક્રમશ: ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેક્ધડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.