પાક.-ચીન બોર્ડર ઉપરના સૈનિકોની ૧૫ વર્ષની તપસ્યાનો અંત

અમેરિકા અને રશિયાની મદદી ભારતની ત્રણેય પાંખમાં અત્યાધુનિક શોનો સમાવેશ

પાકિસ્તાન અને ચીનની સરહદે તૈનાત ભારતીય સૈનિકો ૧૫ વર્ષ જેટલા લાંબા સમયી લાંબા રેન્જની રાયફલની રાહ જોઈ રહ્યાં હતા. દરમિયાન તેમના આ ઈન્તજારનો અંત આવ્યો છે. અત્યાર સુધી સરહદે ૩૦૦ મીટર સુધી મારણ કરી શકે તે પ્રકારની રાયફલો જવાનો પાસે હતી. જો કે હવે ક્ષમતા ૫૦૦ મીટરની થઈ જશે. જેનાથી ભારતીય જવાનોની મારક ક્ષમતા વધશે. અમેરિકા અને રશીયા પાસેથી વિવિધ પ્રકારની રાયફલો ખરીદવામાં આવશે.

પ્રારંભીક તબક્કે ભારતીય જવાનોને અમેરિકન બનાવટની લાંબા અંતરે પ્રહાર કરી શકે તે પ્રકારની રાયફલ મળશે. ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં રશિયાના સહયોગી સ્વદેશી પ્રકારની રાયફલો બનાવાશે જે પણ સૈનિકોને મળશે. ભારતીય આર્મીના જવાનોને અમેરિકન બનાવટની એસઆઈજી-૭૧૬ રાયફલ મળશે. કુલ ૬૬૪૦૦ રાયફલ અપાશે. જ્યારે ભારતીય વાયુદળને પળ ૪૦૦૦ જ્યારે નેવીને ૨૦૦૦ રાયફલ આપવામાં આવશે. જેમાં મોડન ટેકનોલોજીનો સમાવેશ ાય છે.

આ ઉપરાંત રશિયા સાથે મળીને ઉત્તરપ્રદેશમાં સ્વદેશી બનાવટના હયિારો બનાવવાનું કામ શરૂ કર્યું છે. જેમાંથી  એકે-૨૦૩ પ્રકારની ૭,૪૫,૦૦૦ રાયફલોનું નિર્માણ થશે. આ પ્રોજેકટ ૧૨૦૦૦ કરોડી વધુનો છે. આ એકે-૨૦૩ રાયફલ ભારતીય પોલીસ ફોર્સને આપવામાં આવશે જે એકે-૪૭ જેવી જ રેન્જ ધરાવે છે. આર્મીના જવાનોને આ પ્રકારની ૭ લાખ રાયફલ મળશે જ્યારે એરફોર્સને ૨૯૦૦૦ તા નેવીને ૧૩૬૦૦ એકે-૨૦૩ રાયફલ અપાશે. આ મામલે રશિયા સાથે ગત વર્ષે કરાર થઈ ચૂકયા છે. અહીં નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૫માં ભારતીય સેના દ્વારા નવી રાયફલોની માંગણી કરવામાં આવી હતી. ત્યારે મોટાભાગના સૈનિકો ૫.૬ એમએમની ઈન્સાન રાયફલ સાથે તૈનાત હતા. ધીમે ધીમે અત્યાધુનિક હળવી રાયફલનો સમાવેશ સેનામાં કરવામાં આવ્યો છે. રાયફલની સાથે ભારતીય સેનાને ઈઝરાયલની એન્ટીટેક ગાયડેડ મિસાઈલ પણ મળશે. આ મિસાઈલની સંખ્યા ૨૧૦ રહેશે. ઉપરાંત ૧૨ લોન્ચર પણ અપાશે. મિસાઈલ ૪ કિ.મી. સુધી પ્રહાર કરી શકશે.  આ ઉપરાંત ૧૫૦૦ થી  ૧૮૦૦ સુધી લાંબી રેન્જ ધરાવતી સ્નાયપર રાયફલ ખરીદવામાં આવશે. ૫૦ કેલીબરની એમ-૯૫ ગન ખુબજ મહત્વની સાબીત થશે.

7537d2f3 10

કાશ્મીર ખીણમાં અને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર લડતા ભારતીય સૈનિકોને જબરદસ્ત મદદ મળે તેવું લેટેસ્ટ અને પાવરફૂલ હયિાર હવે તેમની પાસે પહોંચી ગયું છે. ભારતીય સૈન્ય માટે ખરીદવામાં આવેલી એસઆઈજી-૭૧૬ એસોલ્ટ રાયફલનો ૧૦ હજાર યુનિયનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો છે. બીજી ૧૦ હજાર રાયફલ્સ પણ ટૂંક સમયમાં અમેરિકાની ભારત આવી પહોંચશે. આ રાયફલ્સ અમેરિકાની હયિારો બનાવતી કંપની સીગ સાવરએ પોતાને ત્યાંની ફેકટરીમાં બનાવી છે. ભારતના રક્ષા મંત્રાલયે અગાઉ અમેરિકાની આ સિગસાવર કંપનીને ૭૨,૪૦૦ એસઆઈજી-૭૧૬ એસોલ્ટ રાયફલ્સ માટે ૭૦૦ કરોડ રૂ પિયાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. આ નવી એસોલ્ટ રાઈફલ્સ અત્યારે ભારતીય સૈનિકો વાપરે છે તે સ્વદેશી બનાવટની ઈન્સાસ રાઈફલ્સની જગ્યા લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.