અમદાવાદ : પોલીસે ચેકિંગ શરૂ કરતા જ RTOમાં મેમો ભરવા માટે કતાર લાગી છે. તેમજ મેમો ભરવા માટે વહેલી સવારથી RTOની લાઈનમાં ઉભા રહ્યા છે. અમદાવાદ RTOની બીજા માળથી લઈ નીચે રોડ સુધી લાંબી લાઈનો લાગી છે.
અનુસાર માહિતી મુજબ, અમદાવાદ રોડ પર લોકો બેફામ ગાડી ચલાવી રહ્યા છે. તેમજ નબીરાઓના વાંકે સામાન્ય માણસ હેરાન થાય છે. જોકે પોલીસ દ્વારા રાત્રે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નબીરાઓ તો નહીં, પરંતુ સામાન્ય લોકો ટ્રાફિક પોલીસના અડફેટે ચડી ગયા છે. આ દરમિયાન પોલીસે વાહન ચાલકોને મેમો આપી દીધા અને તે મેમો અમદાવાદ RTOમાં ભરીને વાહન છોડાવી શકે છે.
પોલીસે ચેકિંગ શરૂ કરતા જ RTOમાં મેમો ભરવા માટે લાંબી લાઈનો લાગી છે. તેમજ મેમો ભરવા માટે વહેલી સવારથી RTOની લાઈનમાં ઉભા રહ્યા છે. અમદાવાદ RTOની બીજા માળથી લઈ નીચે રોડ સુધી લાઈનો લાગી છે. આ ઉપરાંત અરજદારો સામે RTO પાસે મેનપાવર નથી. તેમ છતાં પણ DA શાખામાં સ્ટાફ વધાર્યો છે. આ સાથે સવારે એક કલાક પહેલા અને સાંજે એક કલાક મોડુ સુધી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
અમદાવાદ RTOએ જણાવ્યું છે કે, “અમદાવાદ RTO કચેરીમાં મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે. ત્યારે RTO આવતા વાહન ચાલકોના મેમો સમયસર ભરાઈ જાય તેના માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. તેમજ DA શાખામાં 3 ક્લાર્ક અને 1 ઓફિસર હોય છે. આ ઉપરાંત સંખ્યા વધી જેના કારણે 9 ક્લાર્ક અને 2 ઓફિસર મુકવામાં આવ્યા છે. કયા નિયમોનો ભંગ કર્યો છે, જેના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે. ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ મેમો લેવામાં આવે છે. સવારે એક કલાક વહેલું અને સાંજે 7 વાગ્યા સુધી સમય કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં 22 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે.