બિસ્માર બનેલા રોડના કારણે અકસ્માત સર્જાયાની ચર્ચાએ જોર પકડ્યું
ચોટીલા નેશનલ હાઇવે ઉપર એક ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી, અચાનક ટ્રક પલટી ખાઈ જતા પાછળ આવતી અન્ય બે ટ્રકના ચાલકોએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતનો બનાવ ચોટીલા થી અમદાવાદ તરફ જતાં એક કિલોમીટરના અંતરમાં ચોમાસા દરમિયાન હાઇવેનું ધોવાણ થતાં અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિક લોકો મુખ્ય ચર્ચાઈ રહ્યું છે. ત્રિપલ અકસ્માતમાં બનાવને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી જતા વાહનચાલકો અને મુસાફરો પરેશાન થયા હતા. ત્યારે ટ્રાફિક પોલીસે દોડી આવી ટ્રાફિક વિખેરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જ્યારે આ ત્રિપલ અકસ્માતના બનાવમાં સદ્નનસીબે મોટી જાનહાની થતાં અટકી હતી.