કાલથી અચોકકસ મુદતની હડતાલ પૂર્વે સીએનજી ટેન્ક ફૂલ કરાવવા વાહન ચાલકો અધિરા બન્યા
કંપનીઓ દ્વારા છેલ્લા 1પ માસથી કમિશનમાં વધારો કરવામાં આવ્યો ન હોવાના કારણે આવતીકાલથી રાજયભરમાં સીએનજી પંપના સંચાલકો અચોકકસ મુદત માટે હડતાલ પર ઉતરી રહ્યા છે. દરમિયાન આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સીએનજી પમ્પો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટેન્ક ફૂલ કરાવી લેવા વાહન ચાલકો ભારે અધિરા બન્યા છે.
સરકાર દ્વારા બહાલી આપવામાં આવી હોવા છતાં કંપનીઓ દ્વારા સીએનજી ડિલર્સના માર્જીનમાં છેલ્લા પપ માસથી કોઇ વધારો કરવામાં આવ્યો નથી ફેડરેશન
ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન દ્વારા શુક્રવારે સવારે સાત વાગ્યાથી અચોકકસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આજે સવારથી તમામ સીએનજી પંપો પર વાહન ચાલકોની લાંબી લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. ટેન્ક ફુલ કરાવવા માટે 30 થી 45 મીનીટનો સમય લાગતો હતો. હાઇવે પર સીએનજી પંપ પર લાઇનો લાગેલી જોવા મળી હતી.