લાઈનમાં ઉભેલા લોકોના બહાના: કોઈને પત્નીએ આપ્યા તો કોઈએ કહ્યું નોટબંધી બાદ નવી નોટ સાચવી હતી જે જમા કરાવી
લોકોમાં મુંઝવતો એક જ પ્રશ્ર્ન શા માટે 2000ની નોટ બંધ કરવાનો નિર્ણય કરાયો?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2 હજારના દરની નોટ ચલણમાંથી પાછી ખેંચવાના નિર્ણય બાદ આજથી દરેક બેંકોમાં એક વ્યક્તિ દીઠ રૂપિયા 20 હજાર સુધી નોટો બદલવાની.પ્રક્રિયા શરૂ થઈ છે.લોકો શાંતિપૂર્ણ માહોલમાં નોટો બદલી શકે તે માટે બેંક દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, આરબીઆઇ દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી.અને 30મી સપ્ટેમ્બર-2023 એટલે કે ચાર મહિના સુધી 2 હજારની નોટો બદલી શકાશે અને ખાતામાં જમા કરાવી શકાશે તેવું કહેવામાં આવ્યું હતું. આજથી 2 હજારની નોટો બદલવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે બેન્કોમાં અંધાધૂંધી ન સર્જાય તે માટે આરબીઆઇએ કહ્યું છે કે, લોકો ખોટી દોડાદોડ ન કરે.હજુ પણ 2 હજારની નોટ રોજિંદા વ્યવહારમાં માન્ય છે અને તે સ્વીકારવાની કોઈ ના પાડી શકશે નહીં.2 હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ લોકોને નોટબંધીની યાદ તાજી થઈ હતી. લોકોમાં નોટ બંદી જેવો ભય જોવા મળ્યો ન હતો પરંતુ લોકો આરબીઆઈના નિર્ણયથી ઘણી મુશ્કેલી વેઠી રહ્યા છે.બેંક ખાતે નોટ બદલાવા લાઈનમાં ઊભા રહેલા લોકોએ જણાવ્યું કે સમાચાર મળતાની સાથેજ અમે 2000ની નોટ બદલવા આવ્યા છીએ.હાલમાં આઈડી પ્રુફ નથી માંગતા પરંતુ બાદમાં કોઈ નિયમ આવે તો મુશ્કેલી ન થાય તે માટે અમે અત્યારથી જ નોટ બદલવા આવ્યા છીએ.
આઈડી પ્રુફ વિના નોટ બદલાઈ રહી છે, બેંકોની કામગીરી અમે સંતુષ્ટ : ગ્રાહકો
એક વ્યક્તિ રોજની 10 નોટ બદલી શકે છે અથવા તો પોતાના ખાતામાં જમા કરાવી શકે છે.2 હજારની નોટ બદલવા માટે કોઈ પણ આઇડી પ્રૂફ આપવાનું નથી તેવી સ્પષ્ટતા પણ આરબીઆઈ તરફથી કરવામાં આવી છે. બીજી તરફ પેટ્રોલ પંપો ઉપર 2 હજારની નોટ વટાવવા માટે લોકોનો ધસારો જાવા મળી રહ્યો છે જેના કારણે પેટ્રોલ પંપો ઉપર 2 હજારની નોટોના ઢગલા જોવા મળી રહ્યા છે. આરબીઆઈએ કહ્યું કે, લોકો ખોટી દોડાદોડ ન કરે અને કોઇ ગેરમાર્ગે પણ દોરાય નહીં. 2 હજારની નોટ બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને 2 હજારની નોટ માન્ય છે. કોઈ બેન્ક કે વેપારી કે અન્ય કોઇ જાહેર સ્થળ ઉપર 2 હજારની નોટ ન સ્વીકારય તો તુરંત નજીકની બેન્કનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.હાલમાં તમામ બેંકોમાં જે નોટો બદલાઈ રહી છે તે સંપૂર્ણ પ્રક્રિયાથી લોકો ખૂબ ખુશ છે.અબતક મીડિયા સાથેની વાતચીતમાં લોકોએ રમુજી જવાબો આપ્યા હતા લોકો જણાવી રહ્યા હતા કે પત્નીએ સાચવી રાખ્યા હતા અને જમા કરાવવા આવ્યો સાથે જ કોઈએ કપાસ વેચ્યું તો કોઈ કહે છે અમે નોટબંધી બાદ નવી નોટો નીકળી ત્યારની સાચવી રાખી હતી આજે જમા કરાવવા આવ્યા છીએ.હાલમાં સંપૂર્ણ પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે શરૂ છે ત્યારે બેંકો તરફથી પણ લોકો ને અપીલ કરાઈ છે કે તમે કોઈ પણ પેનિક વિના નોટો બદલી શકો છો.