એક જ દિવસમાં આશરે 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થતા સોમયજ્ઞ વાળું તેમાં બાજુના ખેતરો ભાડે રાખવા પડ્યા
અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઈ છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળની થયેલી રેકોર્ડબ્રેક આવકથી ટૂંકુ પડ્યું છે. એક જ દિવસમાં આશરે 2 લાખ કટ્ટા ટુંગળીની આવક થતા બાજુના ખેતરો ભાડે રાખવા પડ્યા છે. તેમજ યાર્ડની બંને બાજુ 6-6 કિલોમીટર લાંબી ડુંગળી ભરેલા વાહનોની લાઈન લાગી છે. ખેડૂતો અને વેપારીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ઓએ વ્યવસ્થા હાથ ધરી માર્કેટ યાર્ડની બહાર અંદાજે 1800થી વધુ ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે.
ડુંગળીની આવક વધુ થતા યાર્ડના સત્તાધિશોને બાજુના ખેતરો ભાડે રાખવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રભરમાંથી 1800થી વધુ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે.એક મણ ડુંગળીનો ભાવ 80થી 490 રૂપિયા સુધી બોલાયો છે. ગોંડલ, જેતપુર, કોટડાસાંગાણી સહિતના આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતા ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા છે.
સૌરાષ્ટ્રમાં ડુંગળીના સારા ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં મળે છે. આથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીં ડુંગળી વેચવા માટે પ્રાથમિકતા દાખવે છે. આ વર્ષે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે.