કોરોના વાયરસની મહામારીમાં દેશમાં અનેક લોકો સપડાઈ ચૂકયા છે. દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. મહામારીથી બચવા માટે માસ્ક પહેરવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું સહિતના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જો કે, કોરોના સાથે એક એવી બીમારી પણ એકાએક સામે આવી છે જેને રોકવી લગભગ અશકય છે. કોરોનાના કારણે એકલતાપણું, વ્યસન અને કામ થંભી જવાની બીક લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારી રહી છે. એક વખત ડિપ્રેશનમાં સરકી ગયા બાદ તેમાંથી બહાર આવવું ખુબજ મુશ્કેલ છે.
માણસની જીવનશૈલીમાં આવેલા બદલાવ અત્યારે માનસીક વિકાર નોતરી રહ્યાં છે. તાજેતરમાં જ વોલીવુડના સ્ટાર સુશાંતસિંહ રાજપુતના આપઘાત પ્રશ્ર્ને પણ આ બાબત સામે આવી હતી. માનસીક ડિપ્રેશન વ્યક્તિને વ્યસન તરફ ધકેલે છે. કામ ન મળવાના કારણે સંબંધોમાં ઝેર ભેળવાય છે. અંતે વ્યક્તિ એકલો, અટુલો થઈ જાય છે અને ના કરવાનું કરી બેસે છે.
અત્યારે સૌથી મોટી મુશ્કેલી નોકરી-રોજગાર કે વ્યવસાય ગોતવા બાબતે છે. ઘણા લોકોની રોજગારી છીનવાઈ ચૂકી છે અથવા અટકી ગઈ છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી કામ નથી. આવું જ બોલીવુડ સ્ટારના કિસ્સામાં બન્યું છે. અનેક સ્ટાર બેકાર છે. બીજી તરફ જાવક એટલે કે નાણાકીય ખર્ચ વધી રહ્યો છે. કામ છીનવાઈ જશે અને આવક બંધ થઈ જશે તેવા ડરના કારણે માનસીક તણાવમાં ઘણા કલાકારો મુકાઈ જતા હોય છે. ‘સૌ સારાવાના’ થઈ જશે તેવી આશા મુકી દેનાર વ્યક્તિઓ અત્યારે એકલતાપણામાં ધકેલાઈ ગયા છે.
આપણી જીવનશૈલી આપણા ઉપર જે પડકારો કે ભય ઊભા કરે છે એને પહોંચી વળવા માટે આપણું શરીર અને મગજ જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે એને તણાવ કહે છે. બીજી રીતે જોઇએ તો આપણા બાહ્ય કે મનો-સામાજિક વાતાવરણમાં કોઇ એવું પરિવર્તન પેદા થાય કે જે આપણને હાનિકારક કે ભયજનક, કાબૂ બહારનું અથવા આપણી શક્તિની ઉપરવટનું જણાય ત્યારે આવી પરિસ્થિતિ પ્રત્યે અનુકૂલન પેદા કરવાની માંગ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા આપણું શરીર અને મન જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે એને તણાવ કહે છે. શરીર અને મનની આ પ્રતિક્રિયાઓ આપમેળે અને તરત પેદા થાય છે. તણાવ-પ્રતિક્રિયાનો સંચાર આપણા અજાગ્રત માનસમાંથી થાય છે. આથી એના ઉપર આપણો કોઇ કાબૂ હોતો નથી. તણાવની પ્રતિક્રિયા દરમિયાન આપણા શરીરમાં અમુક પ્રકારનાં રસાયણો પેદા થાય છે, જે તણાવ-રસાયણો તરીકે ઓળખાય છે. આ રસાયણો શરીરમાં એવા ફેરફારો પેદા કરે છે જે આપણને બાહ્ય પડકાર કે ભય સામે લડવા અથવા તો એનાથી ભાગી છૂટવામાં મદદરૂપ થાય છે.
સ્વભાવ ગુસ્સાવાળો કે ચીડિયો થઇ જાય, કામકાજમાં ઘણી ભૂલો થવા માંડે, મનમાં જડતા પેદા થાય, જીવન-વ્યવહાર અને કામકાજમાં મેળવવા કરતાં ગુમાવતા કે હારતા વધારે થઇ જઇએ, તમાકુ, શરાબ કે દવાઓનો નશો કરવાની આદત પડી જાય, ખોરાકની સાવ અરુચિ થાય અથવા અતિશય ખાવાની ટેવ પડે, બેધ્યાન રહેવાથી કામકાજ અને વાહનચાલન વખતે અકસ્માતપ્રેરક વર્તન બની જાય.
યુવા હૈયાની ધડકનો પણ જોખમમાં: હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક વઘ્યું…
ભારતમાં ૨૦૧૪થી હ્રદય રોગથી મૃત્યુ પામવાના બનાવોમાં ખુબ જ વધારો થવા પામ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એન.સી.આર.બી. માં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ૨૦૧૪માં હ્રદયરોગના હુમલાથી કુલ ૧૮૩૦૯ લોકોના મોત નિપજયા હતા. આ આંકડો ઉત્તરોતર વર્ષો વરસ વધી રહ્યો છે. અને ૨૦૧૯ સુધીમાં ૫૩ ટકા ની પાંચ વરસની વૃઘ્ધિ સાથે ૨૮૦૦૫ જીવન હ્રદય રોગના હુમલામાં હોમાઇ ગયા છે. આ આંકડામાં સ્પષ્ટ પણે બતાવાયું છે કે આ પરિસ્થિતિ ભારતમાં પણ વય જુથમાં ના લોકોમાં પણ વધતી દેખાય છે. ૧૪ વરસથી નીચેથી લઇને ૧૪ થી ૧૮ વર્ષની વય જુથમાં પણ આ પ્રમાણ જોવા મળ્યું છે. એન.સી.આર.બી. એ ૨૦૧૬ થી વિવિધ વયજુથના મૃત્યુની નોંધ રાખવાનું શરુ કર્યુ છે. એન.સી.આર.બી. દ્વારા છેલ્લા પાંચવરસમાં કરવામાં આવેલી તુલનાત્મક સમિક્ષામાં જણાવાયું છે કે હ્રદયરોગના હુમલાથી થયેલી જાનની ખુમારીમાં ૧૮ થી ૩૦ વર્ષની વય જુથમાં ૨૦૧૬ દરમિયાન ૧૯૪૦ માંથી આ આંક ૨૩૮૧ એ પહોચ્યો છે. આ જ વલણ ૩૦ થી ૪૫ વર્ષની વય જુથમાં રહેવા પામ્યું છે. ૨૦૧૬માં હ્રદયરોગથી ૬૬૪૬ લોકોના મોત થયા હતા. આ આંકડા ૨૦૧૯માં ૭૭૫૨ સુધી પહોચ્યો હતો. ૪૫ થી ૬૦ વર્ષની વય જુથમાં મૃત્યુનો આંક ૮૮૬૨ ૨૦૧૬ થી લઇને છેલ્લા વર્ષ સુધીમાં ૧૧૦૪૨ એ પહોચ્યો હતો. ૬૦ વર્ષથી વધુ વય જુથમાં ગયા વષે ૨૦૧૬ના ૪૨૭૫ ની સરખામણીમાં ૬૬૧૨ મોત થયા હતા.