લંડનની ખ્યાતનામ હેમ્ટન કોલેજના વિદ્યાર્થીઓ ’મિસ્ટિક ગુજરાત ટુર ’દ્વારા ભારતના પ્રવાસ દરમ્યાન અમદાવાદ ગુરુકુલની મુલાકાતે આવતા ગુરુકુલના શાસ્ત્રી ભકતવત્સલદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી સ્વામીએ લંડનના વિદ્યાર્થીઓને કપાળે કુમકુમનો ચાંદલો અને ખેસ પહેરાવી ભાવભાર્યું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ સંસ્થાના દરેક વિભાગની મુલાકાત લીધી હતી. લંડનના ક્રિકેટ ગ્રાઉન્ડને પણ ટક્કર મારે તેવું SGVP લીલોતરી ક્રિકેટ ગ્રાઉન્ટ જોઇને અત્યંત પ્રભાવિત થયા હતા.
ત્યાર બાદ જૠટઙ માં સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ચાલી રહેલ ક્રેકિેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા.તેમાં જૠટઙ ના વિદ્યાર્થીઓ અને લંડન હેમ્ટન સ્કુલ-કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ ક્રિકેટ મેચમાં લંડન હેમ્ટન સ્કુલના વિદ્યાર્થીઓએ ૨૦ ઓવરમાં ૭ વિકેટના ભોગે ૧૫૯ રન બનાવેલ. જેના જવાબમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલે ૧૧૯ રન બનાવતા લંડન હેમ્ટન સ્કુલ વિજેતા થતા, શાસ્ત્રી ભકતવત્સલદાસજીના હસ્તે મોમેન્ટો, શીલ્ડ, વ્યકિતગત પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. જ્યારે SGVP રનર્સ ટીમના તમામ ખેલાડીઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. લંડન ટીમના મેનેજર જિમ્મી અને કોચ તરીકે બેનરજી તેમજ સ્મીથે સેવા આપી હતી.