ભારતમાં કરોડોનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી જતા આલ્યા, માલ્યા, જમાલ્યાઓની હવે ખેર નહીં રહે. બિઝનેસ ટાઇકુન વિજય માલ્યા કાયદાના સંકજાથી બચવા માટે  વિદેશ ઉડી ગયા બાદ તેને ભારતમાં લાવવાના પ્રયત્ન શરૂ થયાં છે. પરંતુ હજુ તેને ક્યારેય સ્વદેશ પાછો લવાય તે નક્કી નથી. દરમિયાન લંડનની અદાલતે સોમવારે વિજય માલ્યાને નાદાર જાહેર કરી તાત્કાલીક તેની મિલકતો જપ્ત કરવાનો રસ્તો ખૂલ્લો કરી દીધો છે. જો કે માલ્યાએ હાઇકોર્ટમાંથી આ ચુકાદા સામે અપિલ કરી છે.

જો કે માલ્યા હજુ ભારત ક્યારે આવે તેનું નક્કી નથી. તેની સામે કોર્ટમાં કેસ ચાલે છે અને તેને વારંવાર છટકબારી મળી રહે છે. જો કે હવે લંડનની ચીફ ઇનસોલવન્સી કંપની કોર્ટ આઇ.સી.સી.ના ન્યાયમૂર્તિ બ્રિજેશે સોમવારે વિજય માલ્યાને બેંક કરપ્ટ એટલે કે નાદાર જારી કરી દીધો હતો.

65 વર્ષના યુ.બી. ગૃપના ચેરમેન અદાલતમાં તમામ કેસ મેં 2020માં હારી ગયો હતો. પરંતુ હજુ તેને ભારત પરત લાવવામાં સફળતા નથી. હવે તેની તમામ મિલકતો, બેંકના ખાતાઓ જપ્ત કરવાની પ્રક્રિયા સરળ બનાવાશે.

વિજય માલ્યાને નાદાર જાહેર કરી દેવા લઇને હવે ભારતને માલ્યા મુદ્ે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવામાં મદદરૂપ પરિબળોનો ફાયદો મળશે. ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો પક્ષ મજબૂત બનાવીને મિલકતોને ટાંચમાં લેવાથી લઇ તેની પાસેથી વસૂલાતનો માર્ગ મોકળો બનશે.

માલ્યાના પ્રતિનિધિ ફિલીપ્સ માર્શલે નાદારીના આ ચુકાદા સામે સ્ટેની માંગણી કરી અને ન્યાયમૂર્તિ બ્રિજના હુકમના અમલ સામે સ્ટે આપવાની માંગણી કરી હતી.

ભારતમાં માલ્યા સામે 10,763 કરોડ રૂપિયાનો કેસ પેન્ડીંગ છે. કુલ 65,462 કરોડના જામીનથી તેની મુક્તિની શક્યતા જોવાઇ રહી છે. હવે ભારત માટે લંડનની અદાલતનો માલ્યાને નાદાર જાહેર કરવાનો ચુકાદો લાભપ્રદ નિવડશે. માલ્યા સામેના ભારતના પ્રત્યાપર્ણ અને નાણાંકીય કૌભાંડના કેસને આંતરરાષ્ટ્રીય સ્થળે વધુ મજબૂત રીતે કામ આવશે. અત્યારની પરિસ્થિતિએ માલ્યાની પ્રત્યાપર્ણની શક્યતા ભલે ધુંધળી દેખાતી હોય પણ ભારતની માલ્યાની મિલકતો ટાંચમાં લેવા અને નાદારી કાયદાના અમલ માટે સરળતા ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.