રકતદાન કેમ્પ, અંગદાન સંકલ્પ, ટ્રાફિક સુરક્ષા અભિયાન, વ્યસન મુકિત ઝુંબેશ સહિતના લોકજાગૃતિ કાર્યક્રમો
સ્વ.નાથાબાપા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાધેશ્યામ ગ્રુપના ઉપક્રમે તા.૬ને રવિવારના રોજ સાંજે ૪ થી ૯:૩૦ વાગ્યા સુધી આનંદનગર આર.એમ.સી.હોલની બાજુના મેદાનમાં, જલજીત હોલ પાસે, બોલબાલા માર્ગ ખાતે સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપવા માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમાં તેઓએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં હિના ફાઉન્ડેશન દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાના મંદબુદ્ધિના ૨૧ નાના-નાના ભુલકા તેમજ મહેશ્ર્વરી વૃદ્ધાશ્રમના ૧૧ વડીલો નવ યુગલ દંપતિને આશીર્વાદ પાઠવી લગ્ન પ્રસંગનો લ્હાવો લેશે. સંતો-મહંતો ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પ વ્યસનમુકિત અભિયાન, ગ્રીન ભારત/ સ્વચ્છ ભારત ઝુંબેશ, ટ્રાફિક ઝુંબેશ લોકજાગૃતિ અંગદાન વિશે લોકોને માહિતગાર કરી અને અંગદાન માટેનો સંકલ્પ કરાવી અંગદાનનું મહત્વ લોકોને સમજાવી લોક જાગૃતતા કેળવવા સંસ્થાના પ્રમુખ ડેનીશભાઈ આડેસરા ખાસ ઉપસ્થિત રહેશે. પક્ષીઓને પાણી પીવાના કુંડા અને માળા વિતરણ કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે હસુભાઈ ધમ્મર, કિશોરભાઈ હાપલીયા, મહેશભાઈ ડાંગર, વિપુલભાઈ માખેલા, શૈલેષભાઈ હાપલીયા, ભીખાભાઈ ગઢીયા, હિરેનભાઈ હાપલીયા, સંજય વઘાસીયા, મિતેશ પીપળીયા, જતીનભાઈ, રમેશભાઈ, કેશુભાઈ પરમાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.