ગામડા ના લોકો ટોકન લઈ ને સવારથી સાંજ સુધી ખડે પગે રહે છે: લોકોને પડથી હાલાકી દૂર કરવાની માંગ
સુરેન્દ્રનગર જીલ્લા મા આધાર કાર્ડની કામગીરી વિશે છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચાઓ વહેતી થઇ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના જાગૃત નાગરિક દવારા અનેકવાર રજૂઆત કરવા છતાં આધાર કાર્ડમા સુધારા અને નવા આધાર કાર્ડ કઢાવવા આવતા લોકોની હાલાકી ઓછી થઈ નથી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા જૂની નગરપાલિકામા આધાર કાર્ડની કામગીરી કરવામા આવી રહી છે ત્યારે આ જૂની નગરપાલિકામા આધાર કાર્ડની ૨ સિસ્ટમ ફાળવવા મા આવી છે ત્યારે આ બે સિસ્ટમ માંથી એકજ સિસ્ટમ ચાલુ હોવા ના કારણે ત્યાં આધાર કાર્ડ કઢાવવા અને સુધારા વધારા કરવા આવતા અરજદારો ને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા આધાર કાર્ડ મા ટોકન સિસ્ટમ ચાલુ કરવા મા આવી છે ત્યારે લોકો પોતાના આધાર કાર્ડ કઢાવવા અને સુધારા વધારા કરવા ટોકન લીધા બાદ બીજે દિવસે વારો આવતા લોકો મા રોસ ફેલાયો છે.
સુરેન્દ્રનગર જીલ્લાની અને આજુ બાજુના તાલુકાઓની પોસ્ટ ઓફિસમા પણ આધાર કાર્ડની સિસ્ટમ ફાળવવા મા આવી છે પણ ત્યાં કામગીરી બંધ છે. સુરેન્દ્રનગર જીલ્લા મા થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓની પોસ્ટ ઓફિસમા આધાર કાર્ડ મા સુધારા વધારા કરવા અને અરજ દારો ને આસાની માટે ફાળવવામા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની તમામ પોસ્ટ ઓફિસ મા પણ આધાર કાર્ડ ની તમામ સીસ્ટમો બંધ છે હજુ સુધી કોઈ જાત નું કામ કાજ સરું કરવામા ના આવતા લોકો મા રોસ ફેલાયો છે.