ગુલટી બાજ તબીબી સામે પગલા લેવાયેલ છે સુપ્રિ. નયના નકુમનો ખુલાસો

જૂનાગઢના ધારાસભ્ય એ જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતા ફરજ પરના 144 ના સ્ટાફ માંથી 129 તબીબો ઘરે હાજર હોવાનો ભાંડા ફોડ થતાં હોસ્પિટલના અધિકારીઓ પણ ચકરાવે ચડ્યા હતા. જો કે, આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય એ આવી લાલીયા વાળી ચલાવી લેવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. આ સાથે હોસ્પિટલમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અંગે જરૂરી પગલાં લેવા સૂચના કરી હતી.

જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ ગઈકાલે જુનાગઢની સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી, અને હોસ્પિટલના અનેક વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન હોસ્પિટલની અનેક હોતી હે ચલતી હૈ નીતિ સામે આવી હતી. તે સાથે હોસ્પિટલના વોર્ડમાં અને ઓપીડીમાં તબીબોની સંખ્યા ઓછી જણાતા અને હાજરી લિસ્ટ જોતા ફરજ પરના 144 ના સ્ટાફ સામે માત્ર 15 તબીબ સહિતનો સ્ટાફ હાજર હોવાનું સામે આવતા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા લાલઘૂમ બન્યા હતા અને બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા હોસ્પિટલ સત્તાવાળાઓને તાકીદ કરી હતી.

આ સાથે સિવિલ હોસ્પિટલના હેડ સાથે હોસ્પિટલમાં રહેલી ગંદકી દૂર કરી નિયમિત અને ચોક્કસ સફાઈ કરવામાં આવે, દરેક માળ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તથા દર્દીઓને પડતી અગવડતા અને સિવિલ હોસ્પિટલની સમસ્યાઓ અંગે જરૂરી પગલાં લેવા સૂચના કરી હતી. તેમજ હોસ્પિટલના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જે પણ ખૂટતું હોય એ ચકાસી લો, અને તાત્કાલિકા જેની જરૂર હોય તેની વિગતો સાથે પ્રપોઝ આપો જેથી હોસ્પિટલમાં વ્યવસ્થા માટે જરૂરી બધા જ પગલા ભરી શકાય.

હોસ્પિટલના મોટા ભાગના ફરજ પરના તબીબો ઘરે હાજર હોવાનું સામે આવતા જુનાગઢ ના ધારાસભ્યએ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ને પૂછ્યું હતું કે, માની લો કે હું જ ડોક્ટર છું અને ફરજ પર હાજર નથી તો શું પગલાં લેશો ? ત્યારે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ નયનાબેન નકુમે જણાવ્યું હતું કે, ગેરહાજર ગણીને કાર્યવાહી કરીએ છીએ ? ત્યારે ધારાસભ્ય કહ્યું હતું કે, અત્યાર સુધીમાં શું પગલા લીધા તેની વિગત આપો. પરંતુ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ મોન થઈ ગયા હતા. ત્યારે ધારાસભ્ય જણાવ્યું હતું કે, જે કરવાનું હોય તે કરો, પણ ગેરહાજરી ચલાવી લેવાશે નહીં અને આવી રીતે બેદરકારી ચાલશે નહીં.

ધારાસભ્ય નું પદગ્રહણ કર્યા બાદ સંજય કોરડીયા લોકોને સ્પર્શતી અને સેવાઓ પૂરી પાડતી સરકારી કચેરીઓ, એકમોની ઓચિંતી મુલાકાતો લઈ રહ્યા છે. અને જ્યાં હોતી હે ચલતી હૈ નીતિ ચાલી રહી છે તેની સામે હવે આવું ચલાવી લેવામાં નહીં આવે તેવું જણાવી લોકોને લોક સેવા સારી રીતે પ્રદાન થાય તે માટે સૂચનો કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ જિલ્લા લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં નીચે બેસી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા છાત્રો માટે તાત્કાલિક બેસવા માટે બેઠક અને પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.