અબતકના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામા પૂર્વ આચાર્ય અરૂણભાઇ દવે તથા નિવૃત્ત પ્રિન્સિપાલ વી.ઓ. કાચાએ શાળામા બિનતાલીમી શિક્ષકો કેમ ભણાવે છે? ઉપર ચર્ચા કરી

144

પ્રાથમિક શિક્ષણ તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો એ શિક્ષકનો રહેલો છે જે માટે તાલીમબદ્ધ શિક્ષકો મેળવવા જરૂરી બન્યું છે જેની મહત્વની ચર્ચા અત્રે રજુ કરેલ છે.

પ્રશ્ન: કેવા શિક્ષક સાચી કેળવણી પ્રાથમિક સ્કૂલમાં આપી શકે?

જવાબ: અરૂણભાઇ દવે ના કહ્યા મુજબ, બાળ સર્વાંગી વિકાસમાં સૌથી અગત્યની ભૂમિકા શિક્ષકની છે, દેશના સારા નાગરિક બનાવવા કે દેશના ઘડવૈયા  શિક્ષક છે. શિક્ષક હંમેશા લાયકાત ધરાવતો હોવો જોઈએ કે સજ્જતા ધરાવતો હોવો જોઈએ. કોઈ પાંચ વરસના નાના બાળકને ભણતર માટે જે ક્વોલિફાઈડ શિક્ષક હોવો જોઈએ તે શેડ્યુલ એફ મુજબ સરકારનો પી.ટી.સી.નો માન્યતા આપેલો કોર્સ છે, જેની ભરતી એ સમક્ષ કરેલા કોર્સ મુજબ જ થાય છે પરંતુ હાલમાં ખાનગી શાળાઓમાં લાયકાત ના હોય કે પીટીસી ન કરેલા શિક્ષકોની પણ ભરતી થાય છે.

પ્રશ્ન: પીટીસીમાં એવું શું છે કે કોર્સ અનિવાર્ય છે??

જવાબ: વી.ઓ.કાચા ના કહ્યા મુજબ;કોઈ નાના બાળકને સારી રીતે સમજી શકે તેની માનસિકતા ને પારખી શકે તે રીતે પીટીસીના કોર્સમાં શીખવવામાં આવતું હોય છે. બાળકના કૌશલ્યને ખિલાડી શકે તેવી ટ્રેનિંગ લીધેલી હોય છે માટે પી.ટી.સી અનિવાર્ય હોય છે.પી.ટી.સી. ન કર્યું હોય તો બાળકને સિદ્ધાંતિક રીતે જ્ઞાન આપવામાં મુશ્કેલી થાય છે અને તેને સમજવામાં મુશ્કેલી થાય છે માટે પીટીસી જરૂરી છે.

પ્રશ્ન: પીટીસીની હાલમાં અવદશા છે તો તેનું કારણ શું છે?

જવાબ: અરૂણભાઇ દવે- અત્યારના યુવાનોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરફ ધ્યાન વધુ જાય છે અને તેમાં કારકિર્દી નું પ્રમાણ વધારે રહેલું છે. પહેલા પીટીસીમાં જગ્યા હતી અને તે કોર્સ સામાન્ય કરવામાં આવતો હતો અને અલગથી કોલેજ પણ હતી પરંતુ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ના ક્ષેત્રમાં એન્જિનિયરિંગ છે કોમ્પ્યુટર ક્ષેત્ર છે વગેરે સ્થાનોએ ખાનગીમાં તેમજ જે તે ક્ષેત્રમાં આગળ વધતા પીટીસીનું મહત્વ ઘટતું ગયું.

આવનારા ભવિષ્યમાં શિક્ષકે સહજ હોવું જોઈએ કેમ કે પાંચ વર્ષ ને બદલે બાળક હવે ત્રણ વર્ષ થશે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં દાખલ થઈ જશે જેને માટે ભારત અને ક્વોલિફાઇડ લાખો શિક્ષકોની જરૂર ઊભી થવાની છે. જે માટે સરકાર અને શિક્ષણ ક્ષેત્રના જોડાયેલા તમામ લોકોએ સજ્જ થઈ જવું પડશે.

પ્રશ્ન: અત્યારે પીટીસી કરવું હોય તો કેટલો અભ્યાસ હોવો જોઈએ અને કેટલા માર્ક હોવા જોઈએ?

જવાબ:વી.ઓ.કાચા-ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે 2015 થી પીટીસીનું નામકરણ ભવફક્ષલય કરેલું છે જેમને ડી.એલ.એડ કીધું છે જન્મ ફુલ ફોર્મ ડિપ્લોમા એલીમેન્ટરી એજ્યુકેશન થાય છે જેને પીટીસી તરીકે ઓળખે છે તે છે. ધોરણ 12 પાસ પછી તે  ડી.એલ.એડ લડકે પીટીસી કરી શકતા હતા. પીટીસીના અભ્યાસક્રમ લીધા પછી તેને બે વર્ષ બાદ અભ્યાસક્રમ પૂર્ણ થાય છે અભ્યાસક્રમની એવી શરતો છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક અને બોર્ડની કે ત્રણ વર્ષની અંદર આ પીટીસી પૂર્ણ કરી દેવું પડે અને જો પૂર્ણ ન થાય તો પ્રથમ વખત પાછું ફરી એડમિશન લેવું પડતું હોય છે.

જો કોઈ ગ્રેજ્યુએશન બાદ એક ક્રાઇટએરિયા માં આવતા હોય તો પીટીસી કરી શકે છે ગમે તે ક્ષેત્રના હોય તે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ ક્ષેત્રમાં હોય તો તે મુજબના ક્રાઈટેરિયા રહેલા છે. પીટીસી કોલેજો ચલાવવા અને વધુમાં વધુ પીટીસીનો અભ્યાસ કરે તે માટે અરૂણભાઇ દવે નું માનવું છે કે; ગુજરાતમાં બે થી સવા બે લાખ સરકારી શિક્ષકો છે અને પાંચથી સવા પાંચ લાખ ખાનગી શિક્ષકો આવેલા છે.જે શિક્ષકો લાયકાત ધરાવતા નથી તો તેની તાલીમની વ્યવસ્થા કોણ કરશે તો જે કંઈ શિક્ષકો ને તાલીમ બધ્ધ કરવા માટે તેમના સમયે રજાના સમયે કે તેમની અનુકૂળતા મુજબ યોગ્ય અને ઝડપથી તાલીમ આપવી જોઇએ જેને કારણે બાળકોને યોગ્ય લાયકાત વાડા શિક્ષકો મળી રહે.

સુપ્રીમ કોર્ટના કર્યા મુજબ 2016 પછી લાયકાત વિનાના શિક્ષકોને રાખવા નહીં પરંતુ તે શિક્ષકો ક્યાં જાય જેના માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને યોગ્ય ઝડપથી લાયકાત ધરાવે તે માટે ટ્રેનિંગ આપી ને સેન્ટર ચાલુ કરીને કોલીફીકેશન કરાવી જોઈએ.

પ્રશ્ન: કોઈપણ વિદ્યાર્થી પીટીસી કરીને આવે તો તે શું ભણી ને આવે છે અને કયા વિષયો પરણીને આવે છે કે જે પ્રાથમિક શાળામાં ક્વોલિફાઇડ છે??

જવાબ:વી.ઓ.કાચા પીટીસી બે તબક્કામાં થતું હોય છે જેમાં પ્રથમ તબક્કામાં નવ મોડ્યુલ ભણવાના આવે છે. તદુપરાંત એમને બીજા મોડલો જેવા કે ચાઇલ્ડ સાયકોલોજી, તત્વજ્ઞાન, ઈતિહાસમાં પદ્ધતિઓ શીખવવામાં આવે છે , વધારાના વિષયો અને મોડ્યુલ જેમાં ગણિત કલા શિક્ષણ ચિત્રકામ ટીચિંગ-લેરનિંગ-માટીરીળ વગેરે અલગ-અલગ કોન્સેપ્ટ વગેરે તમામ વસ્તુઓનું પ્રેક્ટીકલ અને થીયરી જ્ઞાન બે વર્ષ દરમ્યાન આપવામાં આવે છે.અને વર્તમાન પ્રેકટીકલમાં પ્રાથમિક શિક્ષણમાં શાળાઓના પાઠ આપવાના હોય છે જેમાં વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં જઇને ભણતર પણ આવી શકે ટ્રેનિંગ આપવામાં આવે છે. માઈક્રોટીચિંગ પણ ભણાવવામાં આવે છે જેમાં સાત વિષય હોય છે અને તેમાં બાળકનું કૌશલ્ય કઈ રીતે ખીલે તેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

અરૂણભાઇ દવેના કહ્યા મુજબ: ન્યુ એજયુકેશન પોલીસી- 2020 ધીમે ધીમે લાગુ પડી રહી છે ત્યારે લાખો શિક્ષકો ની જરૂર પડશે. બધાના સહયોગ થકી સમાજમાં સારા શિક્ષકો અને માઈક્રો પ્લાનિંગથી અને તાલીમબદ્ધ રીતે શિક્ષકોની સજ્જતા લાવવામાં આવે તે જરૂરી છે.સારા અને પ્રાથમિક કક્ષાના શિક્ષકો એ નવી શિક્ષણ નીતિ ના અનુસાર મુજબ તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને શિક્ષકોને ક્વોલિફાઇડ બનાવવા ઝડપી તાલીમ કેન્દ્રો લાવવા જોઈએ કેમકે જેના હાથમાં બાળકનું ભવિષ્ય રહેલું છે અને બાળકની કારકિર્દી લખાયેલી છે તે સહજ હોવું જરૂરી છે.

વી.ઓ.કાચાના કહ્યા મુજબ: પ્રાથમિક શાળામાં સ્ત્રી શિક્ષકએ મહત્વની ભૂમિકા ભજવે છે તેનું મહત્વ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે વધારે રહેલું છે તે ખૂબ સારું કામ કરી શકે છે પરંતુ એવું નથી કે પુરુષ સારું કામ કરી ન શકે તે પણ સારું જ કામ કરે છે પરંતુ તે બાળકોને વધુ સમજી ને સારી રીતે આગળ લાવી શકે છે. સમાજમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે અને વિકાસ માટે પ્રાથમિકતા જરૂરી છે જે સારું નહીં હોય કે અનુકૂળ નહીં હોય તો સમાજ ક્યાં જશે તેની જાણ થશે નહીં.માનવ પાંચથી સાત વર્ષ છે 10 વર્ષ સુધી જે કાંઈ પણ પ્રાપ્ત કરે છે તે જીવનભર ભૂલતો નથી માટે પ્રાથમિક શિક્ષણ ખૂબ મહત્વનું છે. સમાજ અને દુનિયા સમક્ષ ભાવી ઘડી રહ્યા હોય ત્યારે પ્રાથમિક શિક્ષણનુ ખુબ મહત્વ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.